________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૬ )
કબુલ કરતો નથી. માની પુરૂષ કરેલા માનને ન્યાયરૂપ ગણે છે. અનેક જીવો માનના દોષમાં મકલાઈ ચતુર્ગતિમાં રખડ્યા, રખડે છે અને રખડશે. સાંસારિક જીવો જો માન મૂકે તો તેઓના આત્માનું કલ્યાણ થાય. માટે જેઓ કલ્યાણ ધારતા હોય તેઓએ માનનો નાશ કરવો તેઇએ. માની પુરૂષ પોતાનીજ પ્રશંસા કરે છે, માની પુરૂષ, અન્યનું ખુરૂં કરવા આકી રાખતો નથી. જ્ઞાની પુરૂષનો વિનય કરવામાં માની અચકાય છે. માની મનુષ્ય, ગુણીઓના ગુણો તરફ જોઈ શકતો નથી. માની પુરૂષ પોતાના કરતાં ખીઓને હલકા ગણે છે. માની મનુષ્ય, તન મન અને ધનની સાર્થકતા કરી શકતો નથી. માન, અમૂલ્ય એવા વિનયગુણનો નાશ કરે છે. માનના ચાર પ્રકાર છે. અનંતાનુબંધી માન, અપ્રત્યાખ્યાની માન, પ્રત્યાખ્યાની માન અને સંજ્વલન માન. આ ચાર પ્રકારનું માન અનુક્રમે, યાવજ્જીવ, વર્ષ, ચઉમાસ, અને પાક્ષિક સ્થિતિને ભજે છે અને અનુક્રમે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિને આપે છે. નામ અને રૂપમાં માનની પ્રમલ સત્તા વર્તે છે. માનથી સદ્ગુરૂ, સન્તપુરૂષ અને વડીલોનો વિનય થતો નથી. પોતાની મહત્તાઈ વધારવા માની અન્યોના અવગુણોને ખોળીને તેઓને હલકા પાડે છે. માની અન્યનો ગુણ સહન કરી શકતો નથી. માનપર્વત ઉપર ચઢેલો જીવ પોતાનામાં અને પરમેશ્વરમાં પણ છેટું દેખી શકતો નથી. માની પુરૂષ પોતાની પૂર્વની જીંદગીનો ખ્યાલ કરી શકતો નથી. માનીપુરૂષ, દારૂડીયાની પેઠે મનમાં ગમે તે લવ્યા કરે છે. માનીને માનસર ખોલાવવામાં ન આવે તો પોતાનું અપમાન માની સામાનું ભુંડું કરવા આછી મૂકતો નથી. જો લક્ષ્મીનો અહંકારી ધ્યેય છે તો તે સવા ગજ ચું ચાલતો ન હોય, તેમ ચાલે છે. જો વિદ્યાનો અહંકારી ોય છે તો ગૌતમસ્વામીની પેઠે અન્ય વિદ્વાનોને પોતાના હીસાબમાં ગણતો નથી. કોઈ અન્ય વિદ્વાનને વખાણે તો પોતાનો મિત્રજ ખોઈ દેછે. જો સત્તાનું માન હોય છે તો મનમાં એમ જાણે છે કે સાક્ષાત્ હું પરમેશ્વર છું એમ માની અન્ય મનુષ્યોનો નાશ કરવા અનેક પ્રકારના બેરજુલમ કરે છે. તે જાતિનો મદ ોય છે તો અન્યોને પોતાનાથી હલકા વારંવાર ગણી તેઓની નિન્દા કરે છે અને પોતાની જાતને વખાણે છે; પોતાની ઉચ્ચ જાતિની પ્રશંસા મરીચિની પેઠે કર્યાં કરે છે. પોતે રૂપવાન હોય છે તો મનમાં અભિમાન લાવીને મકલાય છે, પોતાના રૂપની પ્રશંસામાં અહંકારી અને છે; આવી અભિમાનની દશા કોઈ પણ રીતે મનુષ્યોને ફાયદાકારક થતી નથી. અભિમાન થવાથી પડી જવાય છે; આવેલા સદ્ગુણોનો પણ અહંકાર નાશ કરે છે. રાજા હોય, પાદશાહુ હોય, બૃહસ્પતિ સમાન ય, અને કુબેર ભંડારી જેવા હોય, તોપણ અભિમાનથી પોતાનો નાશ થાય છે એમાં સંશય નથી,
For Private And Personal Use Only