________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ). માન્યતઃ અહંકારના આઠ ભેદ થાય છે. રૂ૫, જાતિ, લાભ, તપ, બળ, વિદ્યા, અશ્વર્ય અને લક્ષ્મી, એ આઠ બાબતોમાં થતો અહંકાર, મનુષ્યોએ આત્મબળથી ટાળવો જોઈએ. ઉચ્ચ જાતિમાં જન્મ થયો શ્રેય તે પોતાને ઉચ્ચ માને છે અને અન્યોને નીચ માને છે. પોતાનું રૂપ સુંદર હોય છે તે અજ્ઞાનથી મનુષ્ય પોતાના રૂપને અહંકાર ધારણ કરે છે. લક્ષ્મી આદિ અનેક પ્રકારના લાભો મળતાં મનમાં જાણે કે અહે ! મહારા જેવા લાભ કોઈને મળતા નથી, અહો ! મ્હારા સમાન કોઈ નથી. તપશ્ચર્યા કરી મનમાં અહંકાર કરે કે અહે ! મહારા જેવો તપસ્વી કોણ છે ? અન્યોના કરતાં પોતાનું બળ અધિક હોય તો એમ વિચારે કે અહો ! હારા જેવો કોઈ બળવાન નથી; હું એક સપાટામાં સર્વને હરાવી શકું. ઈત્યાદિ અજ્ઞાની જીવ પોતાના બળનું અભિમાન કરે છે. વિદ્યાભ્યાસ કરીને અનેક પ્રકારની વિદ્યાઓ ભણું અજ્ઞાની જીવ મનમાં વિદ્યાનો અહંકાર કરે છે, અન્ય મનુબ્દોનું માન તેડવાને અનેક યુક્તિયો લડાવે છે, વિદ્યાના જોરે અન્યોને હલકા પાડે છે, મનમાં કુલણજીની પેઠે કુલેલો રહે છે; ઇત્યાદિ વિદ્યાનો અહંકાર જાણવો. અનેક પ્રકારનું એશ્વર્ય મળવાથી મનમાં અહંકાર ધારણ કરે તે ઐશ્વર્યમ કહેવાય છે. લક્ષ્મીનું મનમાં અભિમાન ધારણ કરે તે લક્ષ્મીમદ કહેવાય છે. અનેક પ્રકારના અહંકારો કરવાથી જીવો ચોરાશી લાખ જીવયોનિમાં વારંવાર અવતાર ધારણ કરી જન્મ, જરા અને મરણનાં દુઃખ પ્રાપ્ત કરે છે. માનના જોરથી જીવો પોતાનું વા પારકાનું હિત જોઈ શકતા નથી. માનથી હિંસા, જૂઠ, ચોરી, વિશ્વાસઘાત, નિન્દા અને આળ વગેરે અનેક દોષો પ્રાપ્ત થાય છે. માની મનુષ્ય સુકેલા લાકડા અને હાડકાંની પેઠે પોતાની સ્થિતિ કરે છે. માનની દશામાં હજારો લડાઈ થઈ અને થશે. બાહુબલીને કેવલજ્ઞાન થવામાં પણ માને વિન્ન કર્યું હતું. ભારત અને બાહુબલીને લડાવનાર પણ માન હતો. અનેક મુનિયો માનના લીધે ઉચ્ચ દશામાંથી પડ્યા અને પડે છે. અનેક રાજાઓ માનના યોગે દુઃખ પામ્યા, પામે છે અને પામશે. લઘુતા ગુણવાળા આત્માને માન અક્કડ બનાવે છે. એક સામાન્ય માણસ પણ અહંકારવશ થઈ અભિમાનના તોરમાં ન બોલવાનું બોલે છે. માનના વશ થએલા મનુષ્યો પોતાનું અને પારકાનું અહિત કરે છે. ભવિષ્યનાં દુઃખ અને ગુણતરફ માની પુરૂષ દેખી શકતો નથી. માની પુરૂષ ઉચું જોઈચાલ્યા કરે છે અને મનમાં ધારે છે કે જગતમાં ફક્ત હું જ છું. મારી પોતાનાં માતપિતા અને ગુરૂઓની આગળ પણ લઘુતા ધારણ કરી શકતો નથી. માની પુરૂષ પિતાનો કક્કો ખરો કરવા જાય છે. માની પુરૂષ પ્રાણનો નાશ કરે છે પણ પોતાનું માન મૂકતો નથી. માની પુરૂષને કોઈ હિતશિક્ષા આપે છે તો તેને ઝેર જેવી લાગે છે. માની પુરૂષ પોતાનામાં માનરૂપ દોષ છે, એમ પોતાની ભૂલ
ચો. ૧૯
For Private And Personal Use Only