________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૪) નથી. હું આત્મા, દુનિયાથી ન્યારો છું માટે બાહ્યમાં હું નથી; ત્યારે મારે મનમાં ક્રોધ કેમ થવા દેવો જોઈએ ? મહારે મનની સમાનતા જાળવવી જોઈએ. ક્રોધ કરવાથી મહને કોઈ પણ જાતને જરા માત્ર ફાયદો થવાને નથી, ત્યારે કેમ મનના વિષમ પાસમાં પડીને ક્રોધ કરવો જોઈએ ? અલબત ક્રોધ ન કરવો જોઈએ. અનંતાનુબન્ધી ક્રોધ, અપ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યા
ખ્યાની ક્રોધ, અને સંજ્વલનનો કોધ એ ચાર પ્રકારનો કોધ છે. અનંતાનુબધી ક્રોધ તે જીવે ત્યાં સુધી રહે છે, અપ્રત્યાખ્યાની ક્રોધ થએલો હોય તો તે વર્ષ સુધી રહે છે. પ્રત્યાખ્યાની કોધ ચાર માસ સુધી રહે છે અને જ્વલનનો ક્રોધ પક્ષપર્યત રહે છે. અનંતાનુબધી કોધથી નરકગતિ પ્રાપ્ત થાય છે, અપ્રત્યાખ્યાની ક્રોધથી તિર્યંચની ગતિ પ્રાપ્ત થાય છે. પ્રત્યાખ્યાની કોધથી મનુષ્યની ગતિ પ્રાપ્ત થાય છે અને સંજવલનના ક્રોધથી દેવતાની ગતિ પ્રાપ્ત થાય છે. આ ચારે પ્રકારના ક્રોધનો ક્ષણે ક્ષણે નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે ક્રોધ થાય ત્યારે આત્માનું શુદ્ધસ્વરૂપ ચિંતવ્યાજ કરવું. આત્માનું શુદ્ધસ્વરૂપ સમરણ કરતાં ક્રોધનો વેગ બિલકુલ શમી જાય છે. પત્થરની શિલા ઉપર સૂર્યનાં કિરણ લાગવાથી શિલા ઉષ્ણ થઈ જાય છે, પણ પાણી રેડતાં શીતલ થઈ જાય છે, તેમ કોધથી મન ઉગ્ર થઈ જાય છે પણ સમતારૂપ જલના યોગે શીતલ બની જાય છે. ક્રોધાગ્નિની શાંતિ કરવા માટે સમતા જલનું સેવન કરવું. અત્યંત ઉત્સાહપૂર્વક જે જે વખતે ક્રોધ થાય તે તે વખતે આત્મોપયોગનું સ્મરણ કરવામાં આવશે તો ક્રોધના સંસ્કારોનો નાશ થતાં અંતે સંપૂર્ણ તેનો નાશ થશે. અનંતાનુબંધીનો અપ્રત્યાખ્યાની થશે, અપ્રત્યાખ્યાનીનો પ્રત્યાખ્યાની થશે અને પ્રત્યાખ્યાનીનો ફોધ ટળી સંજ્વલનનો ક્રોધ થશે. સંજવલન ક્રોધના પણ અસંખ્ય ભેદ છે. તેમાંથી પણ મન્દ દશા થતાં અંતે સંપૂર્ણ ક્રોધપ્રકૃતિનો નાશ થશે. અનેક જીવોએ ક્રોધનો નાશ કરી પરમાત્મપદ પ્રાપ્ત કર્યું, કરે છે અને કરશે. સાધકોએ ક્રોધને જીતવાના ઉપાયો આદરી આત્માનું ક્રોધરહિત સંપૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરવું.
માન.” આત્માના જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરવામાં માન એક મહાવિન્ન કરનાર છે. આત્મારૂપ સૂર્યનું દર્શન કરવામાં મેરૂ પર્વતની પેઠે માન આડો આવે છે. આત્માનો મૂળ ઉર્ધ્વગમન સ્વભાવ છે અને તેથી તે સિદ્ધસ્થાનમાં જાય છે પણ માનના યોગે ઉલટો આત્મા અધોગતિમાં ચાલ્યો જાય છે. વિનય, શ્રત, તપ, અને શીલને હણનાર માન છે. રાવણ અને કૌરવો જેવા માનના યોગે દુઃખી થઈ આયુષ્ય હારી ગયા અને પરમાત્મપદ સાધી શક્યા નહીં. માનથી કોઈની પાસે જ્ઞાન ગુણ વિશેષ હોય છે તો પણ તે લેવાતો નથી. સા
For Private And Personal Use Only