________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૩ )
પ્રત્યાહાર સદાકાળ માટે ટકતો નથી, ઉલટી વિષયોની વિટંબના વૃદ્ધિ પામતી જાય છે. મનથી પ્રત્યાહાર કરનારા યોગીજો અન્ય ઇન્દ્રિયોથી થતી વિષયની પ્રવૃત્તિમાં જે રાગ અને દ્રપ થાય છે તેનો પણ પ્રત્યાહાર કરી શકે છે. મનનો પ્રત્યાહાર કરવા માટે શ્રી તીર્થકરોએ કહેલા આત્મજ્ઞાનની અત્યંત આવશ્યકતા છે; તેમજ આત્મજ્ઞાનપૂર્વક આત્મવીર્યની પણ અત્યંત આવશ્યકતા છે. જે સોગિયો મનને વશ કરી શકે છે, તે જ ખરેખરા પ્રત્યાહારના સાધક ગણાય છે. બાકી ઉપર ઉપરથી તો અમુક વખત સુધી અમુક પ્રત્યાહાર કરનારા ઘણા દેખાય છે પણ તેથી કંઈ આમહિત થતું નથી; આત્મતત્ત્વનું ગાન કરીને ખરેખર મનને પ્રત્યાહાર કરવો જોઈએ.
મનમાં ઉત્પન્ન થતા ક્રોધ, માન, માયા, લોભ, મમતા, ઈર્ષા, મૈથુન, નિંદા, ઘેર, ઝેર અને મહત્વ, આદિ દોને મનમાં આત્મબળવડે ઉત્પન્ન ન થવા દેવા, તે મનથી પ્રત્યાહાર કહેવાય છે.
અમુક પ્રતિકલા સંયોગોમાં મનમાં કોધ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી મનમાં ક્રોધ ચાર પ્રકારવડે ઉત્પન્ન થાય છે ત્યાં સુધી તેની અસર આત્મા, વાણી અને કાયા ઉપર થયા કરે છે અને તેથી આમાં અનંતકર્મનો બંધ કર્યો કરે છે. ક્રોધ મહાપાતકી ચંડાલ છે, તપસીઓ પણ કોલ કરીને લપસી ગયા છે. મનથી કાંઈ પણ પ્રતિકૃલ દેખાય, જણાય અને સંભળાય તો તુર્ત ક્રોધની અસર આંખ, ભ્રકુટી અને લલાટ ઉપર દેખાઈ આવે છે. ક્રોધથી બુદ્ધિની પણ મજતા થાય છે. કાળી પુરૂ કઈ વખતે કોઈને મારી નાંખે છે, કોઇનો નાશ કરે છે, જેને શ્રાપ આપે છે, ક્રોધના આવેશમાં જૂઠું બોલે છે, જૂઠી સાક્ષી પુરે છે, અઇના દોષ પ્રકાશે છે અન્યને કોધાવેશમાં આળ ચઢાવે છે. કોંધાવેશમાં શરીર ઉષ્ણ થાય છે, હોઠ થરથરે છે, હૃદય ધડકે છે અને મનની સમાનતાને નાશ થાય છે; મિત્રો પણ કોધથી શત્રુ બને છે. ક્રોધથી સમતાબાગમાં અગ્નિનો ભડ સળગે છે, અનંતભવનાં કરેલ શુભ કૃત્યો પણ ક્ષીણ થતાં જાય છે માટે ક્રોધનો નાશ કરવા આત્મજ્ઞાનબળથી ક્ષમાનું ચિંતવન કરવું-ક્ષમા આદરવી.
કોધને જીતવા ઉપાય. » જે જે સંયોગમાં જે જે કોઈ પ્રગટ કરવાનો હોય તે તે વખતે સમતાનું સ્વરૂપ વિચારવું. ક્ષમાના અમૂલ્ય ગુણ વિચારવા, આત્માને સહજસ્વભાવ વિચારતા ક્રોધનો આવેશ પ્રગટતો ને પ્રગટતો મન્દ પડી ઉપશમી જાય છે. આત્મજ્ઞાનબળથી જે જે હેતુઓ ક્રોધના બન્યા છે તેને બિલફૂલ ભૂલી જવા. આત્માને કોઈ ખોટો કહે તો તેમાં આત્માનું કંઈ જતું
For Private And Personal Use Only