________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૨ )
કસુખ માન્યું નથી. આજ કારણથી પ્રારબ્ધકર્મના ચોગ કદાપિ તેવી કર્મને જ્ઞાનિયો સેવે છે તોપણ તે અલ્પપતર રાગના હેતુથી અલ્પતર કર્મ આંધે છે અને ઘણાં કર્મ ખેરવે છે. પશુપંખીઓએ જે વિષયોમાં રૂચિ ધારણ કરી હોય છે. તે ઉપર મનુષ્યોની પ્રાયઃ અરૂચિ હોય છે, અને અજ્ઞાનિ મનુષ્યોએ જે કાર્યોમાં–વિષયોમાં સુખ કલ્પ્ય ધ્યેય છે. તેમાં જ્ઞાનિયોની અરૂચિ હોય છે. કારણ કે અજ્ઞાનિયો કરતાં જ્ઞાનિયોને સત્યસુખનો નિર્ણય ભાસેલો છે, માટે આવી રીતે ઉત્તરોત્તર વિશેષજ્ઞાનિયાને આત્મામાંજ સત્યસુખનો નિર્ણય થવાથી તેઓને બાહ્યપદાર્થો પર પ્રેમ વા અફિંચ હોતી નથી. જેમ જેમ આત્માના સ્વરૂપસંબન્ધી વિશેષતર જ્ઞાન થતું જાય છે તેમ તેમ વિષયભોગની પરિણતિ મન્દ મન્દ થતી જાય છે અને વિષયરૂચિ વિશેષ વિશેષ ભાગે ટળતી જાય છે. જ્ઞાનિચી બાદ્યપદાર્થોમાં ઉપકાર આદિ માટે પ્રવૃત્તિ કરે છે તોપણ તેમનો આત્મા શુદ્ધોપયોગ વર્તવાથી કર્મની નિર્જરા અનંતગણી કરે છે તેથી કર્મબન્ધ, બિલટ્ટલ અલ્પઅલ્પતર તેઓને બંધાય છે. અર્થાત્ અનંતગુણ ગુણોની નિર્મલતા થતી જાય છે અને યૌગિક કર્મબન્ધ એક બે ત્રણ ચાર આદિ ગણો બંધાય છે. આવી આત્મજ્ઞાનદશાવાળો મનુષ્ય ઘણાં કર્મ ખેરવે છે અને અનંતગુણની શુદ્ધિ કરતો છતો આગળ પ્રવૃત્તિ કરે છે અને તેથી તે ઇન્દ્રિયોના વિષયોનો ખરી રીતે પ્રત્યાહાર કરી શકે છે.
અજ્ઞાની જીવો ખીજાનું સાંભળી વા દેખી ઇન્દ્રિયોના વિષયો ત્યાગ કરવા પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરે છે અને તેમાટે અમુક અમુક નિયમોને પાળે છે, હઠથકી ઇન્દ્રિયોને વશ કરવા તપશ્ચર્યા આદિથી શરીર કુશ કરી નાખે છે, પણ આત્મજ્ઞાનદશા વિના તેઓના મનમાંથી વિષયોની વાસનાના નાશ થતો નથી. અજ્ઞાનિયો અમુક સંયોગોમાં અમુક વખત પર્યંત સોલ્જર-પણની પેઠે સંભોગ આદિ ભોગોનો માહ્યથી ત્યાગ કરી શકે છે. પણ મનમાં કામની વાસના ઉત્પન્ન થતાં અન્તરથી તેઓ ભોગી બને છે અને અમુક સંયોગોમાં અમુક વખત આવતાં તાર્દિકનો લોપ પણ થઈ જાય છે અને તે પ્રાપ્ત ૨એલા ભોગમાંજ સર્વસ્વ સુખનો નિર્ધાર કરે છે. અજ્ઞાની રાગ શ્યને કામના વશથી વ્રતનો લોપ કરે છે અને તેમાં લોલુપી બને છે અને જ્ઞાની ભંગાવલીકર્મના ઉદયેજભોગમાં પ્રવૃત્તિ કરે છે પણ તેમાં નિર્લેપ રહે છે. બાહ્યુથી બન્નેએ પ્રતિજ્ઞાનો લોપ કર્યા એમ કહેવાય છે, પણ અન્તરથી જ્ઞાની ત્યાગી છે અને અજ્ઞાની બાહ્યશ્રી તેમજ અન્તરથી રાગી છે. અજ્ઞાની માહ્યથી ભોગનો સંયોગ ન થતાં સુધી વા માહ્યથી પ્રતિજ્ઞા પાળતાં સુધી ત્યાગી ગણાય છે, પણ અન્તરમાં તેનું મન વિષયવેગથી વ્યાપ્ત રહે છે તેથી તે અન્તરનો ત્યાગી નથી, તે માટે તે અન્તરના ( મનના ) પ્રત્યાહાર પણ કરી શકતો નથી. મનનો પ્રત્યાહાર કર્યા વિના અન્ય કન્દ્રિયોના બાહથી કરેલો
For Private And Personal Use Only