________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
એક ભિખારીને દૂધપાક મળતો નથી, પણ દૂધપાક ઉપર અત્યંત રાગ છે; શેઠ પણ દૂધપાક ખાય છે અને ભિખારી પણ દૂધપાક ખાય છે. શેઠના કરતાં ભિખારીના મનમાં દૂધપાક ઉપર અત્યંત રાગ છે તેથી શેઠના કરતાં ભિખારીને કર્મબન્ધ વિશેષ થવાનો. શેઠ કરતાં પણ આત્મજ્ઞાનિને દૂધપાક ખાતાં કર્મબન્ધ બિલકૂલ અલ્પ થવાનો. પાંચે ઇન્દ્રિયોના વિષયો સંબન્ધી આમજ્ઞાનિયોને પ્રારબ્ધ કર્મયોગે તે તે વિષયો ભોગવતાં અત્યંત અલ્પકર્મબંધ થવાનો, જ્ઞાનિજોમોન સધિ નિરાજો દૈતુ હૈ.” આ વાક્યની સાર્થકતા અધ્યાત્મજ્ઞાનિયોને માટે સંભવી શકે છે; પણ આ વાક્યનો દુરૂપયોગ જાણીને, વિષયભોગ માટે જે કરે છે તે અધ્યાત્મ જ્ઞાનથી દૂર રહે છે. બાળ જીવો માટે આ વાત નથી. ગૃહસ્થાવાસમાં શ્રી તીર્થંકરો ભોગાવલીકમ ભોગવતાં છતાં પણ ઘણાં કર્મ ખેરવતા હતા; તેનું કારણ કે વિષચોપર રાગદ્વેષની પરિણતિ અયન્ત મન્દ હતી અને ઉદાસીન પરિણામ હતા તેથી ઘણાં કર્મ ખેરવતા હતા. જેમ એક નાનું બાળક ઢીંગલા ઢીંગલીની રમતમાં અત્યંત રાગ ધારણ કરે છે તેજ બાળક જ્યારે મોટી ઉમરનો થાય છે અને જ્ઞાન પામે છે ત્યારે ઢીંગલીની રમત ઉપર તેનો રાગ રહેતો નથી; તેવીજ રીતે ઢીંગલા ઢીંગલીની રમતસમાન સંભોગમાં અજ્ઞાનીને અત્યંત રાગ હોય છે, પણ તેજ અજ્ઞાની સત્સમાગમના ચોગે આત્મજ્ઞાન પામે છે તો સંભોગ ઉપર હેનો બિલકુલ રગ રહેતો નથી. શ્રી આદ્રકુમાર અને નંદિપેણ પ્રમુખ આત્મજ્ઞાની પુરૂષો હતા, તેઓને જ્યાંસુધી ભોગાવલીકર્મ ઉદ યમાં નહોતું આવ્યું ત્યાંસુધી તેઓના મનમાં અત્યંત વૈરાગ્ય હતો. પ્રતિજ્ઞા પણ ઉજ્વલ હતી પણ ભોગાવલીકમેં ઉદયમાં આવતાં મનમાં જાદી અસર થઇ તો પણ તેમણે આત્મજ્ઞાનબળ કોરયું; જોકે ઉયની બળવત્તા વિશેષ હોવાથી અન્ત મૈથુનકર્મ સેવવું પડયું; પણ મનમાં તેમણે વૈરાગ્યભાવ ધારણ કર્યો અને અન્તે ભોગાવલીકર્મ (પ્રારબ્ધકર્મ )નું જોર ટળતાં સંભોગક્રિયા છોડી દીધી. આત્મજ્ઞાનિયો આત્મામાંજ સર્વ ઋદ્ધિસુખ માને છે તેથી ભોગ ભોગવતાં છતાં પણ બાહ્યમાં સુખ માની લેતા નથી, તેઓ સમાનભાવને મનમાં ધારણ કરે છે. भोगपर शेठनुं दृष्टांत.
એક કરોડ઼ાધિપતિ શેઠ હતો. તેના ઉપર કોઈ પૂર્વના વૈરને લીધે રાજાએ દોષનો આરોપ મૂકયો. અને હુકમ કર્યો કે શેઠે સાત દિવસ સંડાશમાં જઈ વિશ્વાના ટોપલા ઉપાડવા. રાજાના હુકમના આધીન થઈ શેઠે સાત દિવસ પર્યંત સંડાશમાં જઈ વિછાના ટોપલા ઉપાડ્યા, તેમાં શેઠને કંઈ ફિચ પડી નહીં. તેમ જ્ઞાનિપુરૂષો પણ સંભોગને એક સંડાસ જેવું માને છે છતાં પ્રારબ્ધકર્મ રાજાના હુકમે કદાપિ વિષય સંડાસમાં વિષયના ટોપલા ઉપાડવા પડે છે તોપણ તેમાં તેમને રૂચિ થતી નથી; કારણ કે તેમાં તેમણે તાત્ત્વિ
For Private And Personal Use Only