________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૦) અને તેથી તે અમુક જાતને સુગંધી ધપ કરતાં નાસી જાય છે. જે મિષ્ટાન્ન પદાર્થ, એક મનુષ્યને રૂચિકર લાગે છે તેજ પદાર્થ, જવરવાળાને અરૂચિકર લાગે છે. કોઈને દૂધપાક ઉપર પ્રેમ હોય છે તો કોઇને તેના ઉપર અરૂચિ પ્રગટે છે. કોઈને કેરીથી સુખ મળે છે તે કોઈને કેરીથી દુઃખ થાય છે. હાથીને હાથણીનો સ્પર્શ સુખકર લાગે છે, તે મનુષ્યને તે જાતિનો સ્પર્શ, અરૂચિકર લાગે છે. કોઈને કોઈ સ્ત્રીને સ્પર્શ સુખકારી લાગે છે તો તેજ સ્પર્શ અન્ય મનુષ્યને દુઃખકારી લાગે છે. કોઈને કોઈ સ્ત્રીના રૂપ ઉપર રાગ ઉત્પન્ન થાય છે તે તેજ સ્ત્રીનું રૂપ દેખી કોઈને દ્વેષ ઉત્પન્ન થાય છે. કોઈને કોઈના ગાવા ઉપર રૂચિ ઉત્પન્ન થાય છે તો તે જ ગાનાર ઉપર કોઈને અરૂચિ ઉત્પન્ન થાય છે; આ ઉપરથી જોતાં શબ્દાદિક વિષયોમાં જે રૂચિ વા અરૂચિ થાય છે તે વસ્તુતઃ ખરી નથી એમ સિદ્ધ કરે છે.
પાંચ ઈન્દ્રિયોથી ફક્ત અમુક અમુક જ્ઞાન થાય છે. રાગદ્વેષ કરવાને વિષય તો મનને છે. માટે જે મનની સમાનતા જાળવવામાં આવે તો ઈન્દ્રિયોથી કંઈ પણ બની શકતું નથી. જ્ઞાનદશા થયા વિના ઈન્દ્રિયોના વિષયોમાં થતા રાગદ્વેષ છતાતા નથી. જેમ જેમ આત્મજ્ઞાનદશાની બળવત્તા વૃદ્ધિ પામે છે, તેમ તેમ રાગદ્વેષની વૃત્તિયોની મદતા થતી જાય છે. શ્રી ત્રિજ્ઞાની તીર્થંકર મહારાજા ગૃહસ્થાવાસમાં ભોગ ભોગવ અને સામાન્ય મનુષ્ય ભંગ ભોગવે, તેમાં ગૃહસ્થ તીર્થકરની સામાન્ય મનુષ્ય કરતાં અનંતગણું નિલપદશા રહેવાની. અનંતાનુબંધી રાગવાળો પુરૂષ સ્ત્રીને ભોગવે અને અપ્રત્યાખ્યાની રાગવાળો પુરૂષ સ્ત્રીને ભોગવે તેમાં અનંતાનુબંધી રાગવાળા કરતાં અપ્રત્યાખ્યાની રાગવાળો અપકર્મ બાંધી શકે, તેમ બનવા યોગ્ય છે. તેજ પ્રમાણે અપ્રત્યાખ્યાની કરતાં પ્રત્યાખ્યાની રાગવાળો અ૫કમ બાંધી શકે અને તેના કરતાં સંવલન રાગવાળો ઓછાં કમ બાંધી શકે, તે બનવા યોગ્ય છે. જેમ જેમ રાગ રૂપે કામને રસ ન્યૂન હોય છે તેમ તેમ કર્મબંધ પણ અલ્પ, અક્ષતર બંધાય છે. તેનું વિશેષ સ્વરૂપ છ પ્રકારની વેશ્યા અને જાંબુફલના દષ્ટાંતથી જાણું લેવું. એક પુરૂષને સ્ત્રીની સાથે સંભોગ કરવા અત્યંત રાગ છે અને એક સંસારસ્થ જ્ઞાનને સ્ત્રીની સાથે સંભોગ કરવો રૂચિકર લાગતો નથી; પ્રારબ્ધ કર્મયોગે તે જ્ઞાનિને સ્ત્રી સાથે સંભોગ ક્રિયા કરવી પડી અને પેલા અજ્ઞાનીને પણ સ્ત્રીનો સંબંધ થયો તેમાં વિશિપ કર્મ કોણ બાંધે ? ઉત્તરમાં કહેવું પડશે કે પેલે અજ્ઞાની કે જેના હૃદયમાં કામ વ્યાપી રહ્યો છે તેને કર્મ વિશેષ બંધાશે અને પેલા જ્ઞાનિને પ્રારબ્ધયોગે સંભોગ સંબંધમાં અજ્ઞાની કરતાં બહુ ઓછું કર્મ બંધાવવાનું. કારણ કે પેલા અજ્ઞાની જેટલા હેના પરિણામ ખરાબ નથી. એક શેઠ જે દરરોજ દુધપાકનું જમણ જમે છે તેને દૂધપાક ઉપર અત્યંત રાગ નથી, પણ સુધા સમાવવા ખાય છે અને
For Private And Personal Use Only