________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૯ )
જાય છે. આત્મજ્ઞાનબળની સત્તા વિશેષ હોવાથી મન પણ ઉચ્ચઢાવાળું થાય છે; તેથી તેને વિષોમાં ભટકવું ગમતું નથી અને શુભાશુભ વિષયોપર રાગ વા દ્વેષ થતો નથી. મનની સમાનતા પ્રતિદિન વધતી ર્જાય છે અને તેથી આદ્યવિષયોમાં મન ભટકતું નથી; મન આત્માના ગુણો સમ્મુખ થાય છે અને તેથી તેને પાંચ ઇન્દ્રિયોના વિષયોની રમતગમતમાં આનંઢ પડતો નથી. પ્રારબ્ધયોગે પાંચે ઇન્દ્રિયોના વિષયો ભોગવતાં પણ મનમાં ઉદાસીનતા રહે છે અને આત્મબળ વૃદ્ધિ પામતું ય છે.
(
ઇન્દ્રિયોના વિષયોમાં સુખ નથી, ઝ
ખરેખર સાનિયાને ઇન્દ્રિયોના રૂપાદિ વિષયોમાં સુખ નથી; એવો જ્ઞાનબળી નિશ્ચય થાય છે. ઇન્દ્રિયોથી જે જે વિષયો ગ્રહાય છે તે ક્ષણિક છે, તેમ ઇન્દ્રિયી પણ ક્ષણિક છે અને ઈન્દ્રિયોથી થતું સુખ પણ ક્ષણિક છે; મન પણ ક્ષણિક છે. ક્ષણિક સુખ પણ વસ્તુતઃ દુઃખરૂપ છે; કારણ કે તે સુખ પાછળ દુઃખની પરંપરા ભોગવવી પડે છે અને તેમાટે રાગ અને દ્વેષાદિક દેવોને સેવવા પડે છે, તેથી પુનઃ પુનઃ કર્મની ગતિ પ્રમાણે જગમાં સારા ખોટા અવતારો ધારણ કરવા પડે છે. બિન્દુ દૃષ્ટાંતને અનુસરનારા સાંસારિક ભાગોમાં જ્ઞાનિ પુરૂષો વિશ્વાસ ધારણ કરતા નથી. તર. વારની ધાર ઉપર મધુ ચોપડીને તેને ચાટતાં જીન્હા કપાઈ જાય છે. તેમ સાંસારિક સુખોની અભિલાષામાં અનેક કષ્ટોની પરંપરા વેઠવી પડે છે. જડ વસ્તુઓમાં જડતા રહી છે. પરમાણુપરમાણુમાં પણ જરામાત્ર સુખ નથી. સુખનું સ્થાન આત્માં છે; આત્મામાંજ જ્યારે ત્યારે ખરૂં મુખ પ્રગટવાનું. ઝાંઝવાનું જલ જેમ દૂરથી જલરૂપ દેખાય છે પણ તે ભ્રાંતિ છે, તેમ જડ વસ્તુમાં ગુખદુઃખની કલ્પના કરવી તે પણ એક જાતની અજ્ઞાનવડે થતી ભ્રાંતિ છે. અનાદિકાળથી મોહના યોગે જડ વસ્તુઓમાં સુખની ભ્રાંતિથી આત્મા જડ વસ્તુઓનો ગુલામ અને છે. પોતાનામાં જ અનંતસુખ રહ્યું છે. બાકી જડ વસ્તુમાં સુખને શોધવું તે તો અજવાળાને મૂકી અંધારામાં અથડાવા બરોબર છે. જે જે વસ્તુઓમાં આપણે સુખ માનીએ છીએ ને તે વસ્તુની વિચિત્રતા જોતજોતામાં થઈ જાય છે; માટે ઇન્દ્રિ યોના વિષયોમાં સુખ નથી,-એમ આત્મજ્ઞાન થતાં ત્વરિત સમજાય છે.
જે શબ્દો શ્રવણ કરવાથી પાતાને સુખ થાય છે તેજ શબ્દો શ્રવણ કરવાથી અન્યને દુઃખ થાય છે. જેમકે હિંદુઓની સ્તુતિના શબ્દો હિંદુઓને સુખ કરનારા છે તેજ શબ્દોને સાંભળી મુસલમાનોને પ્રાયઃ અરૂચિ થાય છે. જે સૂર્યનું વિમાન દુખી મનુષ્યને આનંદ થાય છે તેજ વિમાન દુખવા ઉપર ઘુવડનાં મનમાં અાંચ હોય છે. સુગંધ લેવાની મનુષ્યોને રૂચિ હોય છે તેજ સુગંધ, મચ્છર વગેરે ક્ષુદ્ર પ્રાણિયોને અરૂચિકર લાગે છે
For Private And Personal Use Only