________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૮ )
દુઃખભાવના ટળવાથી બાહ્યપદાર્થો ઉપર દેષ પણ થતો નથી. જ્યારે રાગ અને દ્વેષ ન થાય ત્યારે ઇન્દ્રિયો અને મને જીતાયું એમ કહેવામાં કોઈ જાતનો દોષ જણાતો નથી. જ્યારે આત્મજ્ઞાનદશાથી વિષયોની વાસનાને નાશ થાય છે ત્યારેજ મન જીતાયું કહેવાય છે. આત્મજ્ઞાનવિના ગમે તે સંન્યાસી થાઓ, વા ફકીર થાઓ પણ પ્રારબ્ધ કર્મયોગે ગમે તે પ્રકારે વિષયોના ભોગની બુદ્ધિ થતાં ગમે તે રીતે ભોગવ્યા વિના છટ થવાનો નથી. આત્મજ્ઞાન પામીને થએલા ત્યાગિયો આત્મબળથી ઈદ્રિયોને તથા મનને પોતાના કબજામાં રાખી શકે છે. પોતાના આત્મજ્ઞાનબળ સામર્થ્યથી મનમાં વિષયોની બુદ્ધિને થતી અટકાવે છે. આત્મજ્ઞાનબળથી વિષયોની વૃત્તિયોના વેગ અટકાવે છે, તેઓ કદાપિ જેમ નદીમાં ઘણું પુર આવવાથી પાન વનસ્પતિની પેઠે નીચા થઈ જાય છે તોપણ જેમ નદીનું પુર ઉતર્યાબાદ પાન વનસ્પતિ પાછી હતી તેવી ઉભી થઈ જાય છે, તેમ ભગાવલીકર્મરૂપ નદીનું પૂર આવવવાથી અને આત્મબળથી તેનો વેગ વિશેષ બળવાન હોવાથી, ભેગાવલીકર્મના તાબે થાય છે; પણ ભોગાવલીકર્મનો વેગ ટળતાં નંદિપેણ, આદ્રકુમાર અને આષાઢાચાર્યની પેઠે પોતાનું આત્મજ્ઞાનળ ફોરવી કર્મની સામા યુદ્ધ કરી મનની સમાનતા જાળવી રાખી કર્મનો ક્ષયજ કરે છે.
આત્મજ્ઞાનના સામર્થ્ય વિના મિથ્યાત્વદશામાં જે ઈન્દ્રિયોના વિષયોને જીતવા પ્રયત્ન કરે છે તે બાળકોને રમતગમતમાંથી બંધ કરવાની પેડ કરે છે. જેમ હાના બાળકોની રમતગમતનો સ્વભાવ હોવાથી તેને કોઈ પુરી મૂકે તે તેઓ રૂદન કરે છે અને છટવા ઉદ્યમ કરે છે.–તેઓને પુરાઈ રહેવું ગમતું નથી. તેઓને છોડી દેવામાં આવે છે તે પાછાં રમતગમતમાં ગુલ્તાન બની જાય છે અને પુરી રાખનારને ગાળો આપે છે. બાળકોને પુરી રાખવાનો ઉદ્દેશ સર્વથા સિદ્ધ થતો નથી, તેમ અજ્ઞાનિચોનાં મન છે તે ન્હાના બાળકોની પેડ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રમ્યા કરે છે. જે કોઈ હઠ કરી પાંચ ઇન્દ્રિયોના વિષયોની રમતગમત છોડાવી દે તો તેઓના મનને બીલકુલ ગમતું નથી. અનેક રીતે પાંચ ઈન્દ્રિચોના વિષયોમાં પ્રવર્તવા પ્રવૃત્તિ કરે છે, મન રોકયું રોકાતું નથી અને છટ્યાબાદ પાછું પાંચ ઈન્દ્રિયોમાં પ્રવૃત્તિ કર્યા કરે છે. અજ્ઞાનપણાથી મનને વશ કરનારનો ઉદેશ સિદ્ધ થતો નથી, ઉલટું ભૂખ્યું મનુષ્ય જેમ બમણું ખાય છે તેમ મને પણ વિષયોમાં બમણું પ્રવૃત્તિ કરે છે. નાના બાળકો જ્યારે મોટી ઉમરવાળા થાય છે, ત્યારે સાન થવાથી બાલ્યાવસ્થાની રમતગમતમાં રૂચિ કરતા નથી; તેમ પ્રવૃત્તિ પણ કરતા નથી. અને તેમને કોઈ બાલકની રમત રમવાનું કહે તો તે વાતને ધિક્કારી કાઢે છે, તેમ અજ્ઞાનાવસ્થામાં મનની નીચ દશા હતી તેથી તે વિષયોમાં બલાત્કારે પણ પ્રવૃત્તિ કરે છે, પણ જ્યારે આ ભજ્ઞાનબળ પ્રાપ્ત થાય છે ત્યારે મનનું વિષયોમાં પ્રવર્તવું સહેજે બંધ થતું
For Private And Personal Use Only