________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૫ ) પાંચ ઈન્દ્રિયોના વીશ વિષય છે, પ્રાણવાયુને જીતવા કરતાં પણ ઇન્દ્રિચોના વિષયમાં પ્રવર્તતા મનને આત્મસમ્મુખ કરવું એ દુર્લભ છે. યોગિયો કહે છે કે વિષયોમાંથી મનને પાછું ખેંચી લેતાં નવાં કર્મો બંધાતાં અટકે છે, અને જે પૂર્વ બાંધેલાં હોય છે તેની નિર્જરા થાય છે.
પ્રાણાયામને પૂર્ણ અભ્યાસી વિષયોમાં ભટકતા ચિત્તને પાછું ખેંચી શકવા સમર્થ થાય છે, માટે પ્રાણાયામ પછી પ્રત્યાહારની દશા બતાવી છે. કોઈ એમ કહેશે કે પ્રાણાયામની શી જરૂર છે? પ્રત્યાહારજ ઉપયોગી છે. તેના ઉત્તરમાં થવાનું કે પ્રાણાયામની ભૂમિકા સિદ્ધ થયાવિના યથાયોગ્ય રીતે મનને પાછું ખેચવાનું બળ પ્રાપ્ત થતું નથી. આ સર્વેમાં જ્ઞાન યોગની આવશ્યકતા છે; પાંચ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ગ્રહણ કર્યા કરે છે; પરંતુ જો પાંચે ઈદ્રિયોના વિષયોમાં સુખાર્થ થતી જે રાગબુદ્ધિ ટળે તો, વિષયોથી મન પાછું ખેચાય છે. આંખ થકી હજારો પદાર્થ દેખાય તે પણ જે તે દર્યપદાર્થોમાં જે રૂચિ ન હોય તો તેથી બંધાવાનું થતું નથી. પ્રિય અને અપ્રિય હજારો શબ્દ સાંભાળવામાં આવે પણ જો તેને મન ન ગ્રહણ કરે તો તે શબ્દો સંભળાય વા ન સંભળાય તો પણ બંધાવાનું થતું નથી. જીહાથી હજારો પદાર્થો ખાધાવિના છુટકો નથી. કોઈ પણ ભઠ્યપદાર્થો જિહાઉપર મૂક્યાવિના છૂટકે થવાનો નથી, પાણી આદિ પ્રવાહી પદાર્થો પીધાવિના છૂટકો થવાનું નથી, જિલ્લા ઇન્દ્રિયની સાથે ભોજ્ય પેય પદાર્થોનો સંબંધ થવાનોજ, મિષ્ટાદિ રસેનું નાનપણ થવાનું; ત્યારે જિહાને પ્રત્યાહાર શી રીતે કરી શકાય ? ઉત્તરમાં કહેવાનું કે જે જે પદાર્થોનો જિહાઈદ્રિયની સાથે સંબંધ થાય તે તે પદાર્થોના રસોના સ્વાદ પામીને–પણ મનથી-રૂચિ અગર અરૂચિ ધારણ કરવી નહીં, રસોમાં મનથી લોલુપતા રાખવી નહિ; આજ પ્રત્યાહારને મુખ્ય ઉદ્દેશ છે. નાસિકાથી પણ સુગંધી અને ઈંધી આવવાનીજ, ત્યારે નાસિકા ઈદ્રિયથી શી રીતે પ્રત્યાહાર કરવું ? તેના ઉત્તરમાં કહેવાનું કે, નાસિકાથી સુગંધ અને દુર્ગધ ગ્રહાય તો પણ સુગંધના ઉપર રાગ કરવો નહિ અને દુર્ગધના ઉપર અરૂચિ ધારણ કરવી નહિ. તે તે પ્રસંગે મનની સમતુલ્યતા ધારણ કરવી, તેજ નાસિકા ઈદ્રિયથી પ્રત્યાહાર સમજવો. સ્પર્શન્દ્રિયથી સુખકર અને અરૂચિકર સ્પર્શ સ્પર્શાય તે પણ તે બન્નેમાં રૂચિ, અરૂચિ નહિ કરતાં મનની સમતુલ્યતા ધારણ કરવી. કેટલાક લોકો ઇન્દ્રિયોને જીતવા અર્થાત્ ઈદ્રિયોને વિષયમાંથી પાછી હઠાવવા સખત ઉપાય લે છે પણ તેઓના વશમાં ઈન્દ્રિય થતી નથી, તેનું કારણ એ છે કે તેઓએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. હઠ કરી ઇન્દ્રિયોને વશમાં લેવા પ્રયા કરે છે તે ફાવી શકતો નથી. આંખે કોઈપણ પદાર્થ દેખાવાનો-આમાં આંખ કે તેમાં રહેલી દેખવાની શક્તિ વા દ્રશ્યપદાર્થો એ ત્રણમાંથી એકનો પણ
For Private And Personal Use Only