________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪ )
લઈ જવો; ત્યાં સમાધિ થાય છે. કૃતકૃતૂહલ યોગીએ તે પવનને બ્રહ્મરન્ત્રથી અહાર કાઢી સમાધિથી આકડાના તુલમાં હળવે હળવે બંધ કરવો. વારંવાર અર્કેતુલ ઉપર અભ્યાસ કરનારા યોગિએ અતુલ ઉપરથી બ્રહ્મરન્ત્રમાં અને બ્રહ્મરન્ત્રમાંથી અર્કુતુલ ઉપર લઇ જવો, પછી જાઈ. ચંબેલી આદિ પુષ્પોપર લક્ષ્ય સ્થિર રાખી ત્યાં વેધ કરવો; એમ ત્યાં વારંવાર જવું આવવું. એમ વારંવાર ક્રિયા કરવાથી દૃઢ અભ્યાસ થવા પછી, જ્યારે વરૂણ મંડલમાં વાયુ વહેતો હોય ત્યારે, કપૂર, અગર પ્રમુખ સુગંધી પદાર્થોમાં વેધ કરવો. ઈત્યાદિ સર્વમાં વિજય પ્રાપ્ત કરી પૂર્વોક્ત દર્શિત સર્વમાં વિના ઉદ્યમે વાયુને જોડવામાં હુશિયાર થઈ સૂક્ષ્મ પક્ષીઓના શરીરોમાં વધ ક્રિયાનો ઉદ્યમ કરવો. પતંગ ભ્રમરાના શરીરમાં પ્રવેશનો અભ્યાસ કરી મૃગાદ્રિક શરીરોમાં પ્રવેશાભ્યાસ શરૂ કરવો, પશ્ચાત્ એકાચચત્ત થઈ અને તેમજ ધીર, વીર, જિતેન્દ્રિય, થઈ મનુષ્ય, ઘોડા, અને હાથી પ્રમુખનાં શરીરોમાં પ્રવેશ કરવો. પ્રવંશ અને નિર્ગમન કરતાં અનુક્રમે પાષાણની મૂર્તિ અને દેવની પ્રતિમા વગેરેમાં પ્રવેશ કરવો. આપ્રમાણે મૃત્યુ પામેલા જીવોનાં શરીરોમાં ડાબી નાસિકાથી પ્રવેશ કરવો.
અન્યના શરીરમાં પ્રવેશ કરવાના વિધિ.
બ્રહ્મરન્ત્રથી નીકળીને પરકાયમાં અપાનમાર્ગથી પ્રવેશ કરવો. ત્યાં જઈ નાભિકમલનો આશ્રય લેઈ સુપુષ્ણા નાડીના માર્ગે થઈ હૃદયકમલમાં જવું. ત્યાં જઈ પોતાના વાયુવડે તેના પ્રાણના પ્રચારને રોકવો. તે વાયુ ત્યાં એટલેસુધી રોકવો કે તે દેહી દેહચેષ્ટાશન્ય થઈ નીચો પડી જાય. અન્તમુર્તમાં તે દેહથી વિમુક્ત થતાં પોતાના તરફથી ઇન્દ્રિયોની ક્રિયા પ્રગટ થયે તે યોગનો જ્ઞાતા, પોતાના દેહની પેઠે તે દેહથી સર્વ ક્રિયામાં પ્રવૃત્તિ કરે. અર્ધા દીવસ, યા એક દીવસ સુધી પરના શરીરમાં ફ્રીડા કરી બુદ્ધિમાન યોગી પાછો આજ વિધિએ પોતાના શરીરમાં પ્રવંશ કરે. આપ્રમાણે અભ્યાસક્રમથી અન્યના શરીરમાં પ્રવેશ કરવાની શક્તિ ઉત્પન્ન થવાથી મુક્તની પેઠે નિર્લેપપણે રહી ઇચ્છાનુસાર જ્યાં ત્યાં વિચરી શકે છે. ઉપરપ્રમાણે પરકાયપ્રવેશ બતાવ્યો છે તેની પ્રાપ્તિથી કંઈ આત્મ કાર્યની સિદ્ધિ થતી નથી. પરકાયપ્રવેશ, વગેરે શિખીને પણ સાધ્ય દશા અષ્ટકર્મથી મુક્ત થવાની રાખવી જોઇએ.
प्रत्याहार.
પાંચ ઇન્દ્રિયોના વિષયોમાંથી મનને ખેંચીને શાંત થએલું મન જેનું હોય એવો યોગી ધર્મધ્યાનમાં પ્રવૃત્તિ કરે છે.
પાંચ ઇન્દ્રિયોના વિષયથી મનને પાછું ખેંચવું તેને પ્રત્યાહાર કહે છે
For Private And Personal Use Only