________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૩) જે ચલાયમાન થાય નહીં તે જ્ઞાનદશાની સમાધિને પ્રાપ્ત કરે છે. નાભિની પાસે કંડલીની નાડી છે અને તેની પાછળ વંકનાલ છે અને વંકનાલ તે દશમાં બ્રહ્મરદ્ધનો માર્ગ છે. ત્રણ કલાક સુધી કોઈ પણ આસનની સિદ્ધિ કરી આપ્રમાણે પ્રાણાયામ પૂર્વક ત્રાટક કરવાથી પ્રાણવાયુ બ્રહ્મરસ્ત્રમાં પ્રવેશે છે અને ત્યાં અનેક પ્રકારના ચમત્કાર જોવામાં આવે છે. ઉલટી આંખોથી ત્રિપુટીમાં ત્રાટક કરી પ્રાણવાયુને સંચાર મન્દ કરવો, ત્રિપુટીમાં ત્રાટક કરીને બહારપર્યત માર્ગ શુદ્ધ કરવો, પશ્ચાત્ ત્રાટક અને કેવલ કુંભકથી બ્રહ્માસ્ત્રમાં સ્થિરતા સાધી આત્મસ્વરૂપમાં લીન થવું.
પ્રાણાયામ કરનારે મધ, માંસ, મદિરા, ડુંગળી, લસણ, અને કેફી વસ્તુઓ વગેરેનો ત્યાગ કરવો, અવિચ્છિન્નપણે પ્રાણાયામની ક્રિયા કરવી. આત્માની નિર્મલતા કરવા માટે અશુદ્ધ-હલકા વિચારોને મનમાં આવવા દેવા નહિ. નાસ્તિક પુરૂષોની સોબત કરવી નહિ. કલેશ કંકાસ વગેરે ઉપાધિ જે જે સ્થાનમાં જ્યાંથી, જ્યાંથી થતી હોય ત્યાંથી ત્યાંથી દૂર રહેવું. પ્રાણાયામ સાધકે મનની પ્રસન્નતા ધારણ કરવી. સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરવો, શરીરના સર્વ પ્રદેશમાં આત્માના અસંખ્ય પ્રદેશ વ્યાપી રહેલા છે તેને નિર્મલ કરવા ભાવ પ્રાણાયામનો ઉપયોગ રાખવો. નાભિથી શ્વાસ ઉપડે છે અને નાસિકાદ્વારથી બહાર નીકળે છે તેની સાથે છે એ મંત્રનો જાપ કરવો; વારંવાર દીર્ઘશ્વાસોચ્છાસ લેવાનો અહર્નિશ અભ્યાસ વધારવો; દીર્ઘશ્વાસોછાસ લેવાથી શરીરની શક્તિ ક્ષીણ થતી નથી, હૃદયના રોગ થતા નથી, કાર્ય કરવામાં રૃર્તિ રહે છે, પ્રાણાયામ કરનારે સુપુર્ણા નાડી ચાલતાં પરમાત્મધ્યાન ધરવું. કેટલાક સુણાને સરસ્વતી કહે છે, ઈડાને ગંગા કહે છે, પિંગલાને યમુના કહે છે અને ત્રિપુટીને કાશી કહે છે. પૂરક પ્રાણાયામને બ્રહ્મા કહે છે, રેચક પ્રાણાયામને મહાદેવ કહે છે. કુંભક પ્રાણાયામને વિષ્ણુ કહે છે અને ત્રિપુટીને સરસ્વતીને કાંઠો કહે છે. નિશ્ચિત અને નિરોગી પુરૂષમાં એક અહોરાત્રીમાં એકવીશ હજાર અને છશે શ્વાસોચ્છાસનું જનું આવવું થાય છે. પ્રાણવાયુની સાધનાથી પેગિ અન્યના શરીરમાં પ્રવેશ કરે છે પણ તેઓએ અનુક્રમે વેધવિધિ સિદ્ધ કરવી
જોઈએ તે બતાવે છે. પૂરક ક્રિયાથી અન્તરમાં પ્રાણવાયુને પુરતાં હૃદયકમલનું મુખ નીચું આવે છે અને સંકોચાય છે અને તેજ હૃદયકમલ કુંભક ક્રિયાથી પ્રકુલ્લિત થઈ ઉર્ધ્વ મુખવાળું થાય છે. પશ્ચાતું હૃદય કમલના વાયુને રેચકથી હલાવી હૃદયમાંથી ખેંચવો અને તેને દુર્ભ ગ્રન્થીને ભેદી, બ્રહ્મરન્દ્રમાં
For Private And Personal Use Only