________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
કરતાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન અથવા પ્રારંભ વખતે વરૂણવાયુ વહેતો હોય તે પુત્ર સ્વજન બંધુઓ અને ઉત્તમ વસ્તુઓની સાથે મેળાપ થાય છે.
પ્રશ્ન વા કાર્ય પ્રારંભ સમયે પવન નામનો વાયુ વહેતું હોય તો ખેતી અને સેવા વગેરે કાર્યો ઉત્તમ ફળ આપવા તૈયાર થયાં હોય તો પણ તેનો નાશ થાય છે; તેમજ મૃત્યુ, ભય, કલેશ અને ત્રાસ વગેરે ઉત્પન્ન થાય છે. દહન વાયુ હોય તે ભય, શોક, રોગ, દુઃખ, વિધ્રવૃન્દપરંપરા અને લક્ષ્મીનાશ, ઇત્યાદિ ફળ પ્રાપ્ત થાય છે. ડાબી અને જમણી નાડીમાં થઈ આ ચારે મંડળમાં પ્રવેશ કરતા વાયુ સર્વે શુભ ફળ દેવાવાળા છે અને–મંડલમાંથી નીકળતા અશુભ ફળ દેનારા જાણવા. વાયુ જ્યારે મંડલમાં પ્રવેશ કરે છે ત્યારે તે જીવાડતો હોવાથી જીવ કહેવાય છે અને મંડલમાંથી વ્હાર નીકળે છે ત્યારે તે મારતો હોવાથી મૃત્યુ કહેવાય છે તેથી-રસારાંશ કે ફળ પણ તેવું જ મળે છે. જ્યારે વાયુ પૂરકરૂપે મંડલમાં પ્રવેશ કરે છે ત્યારે જે કોઈ પ્રશ્ન કરે તો તે પુછેલા કાર્યની સિદ્ધિ થાય છે. અને જ્યારે વાયુ રેચકરૂપે મંડલમાંથી બહાર નીકળે છે ત્યારે પુછેલું કાર્ય સિદ્ધ થતું નથી; આપ્રમાણે વાયુના પ્રવેશ તથા રેચન પરત્વે ફળ જાણવા યોગ્ય છે.–પ્રાણાયામના અભ્યાસીને આ બાબતની વિશેષ ગમ પડે છે.
શ્વાસનો પ્રકાશ ભ્રકુટિચક્રથી હોય છે અને તે વંકનાલમાં થઈ નાભિમાં નિવાસ કરે છે અને નાભિથી ઈડા પિંગલાવાટે બહાર નીકળે છે; સુષુણ્ણા નાડીવાટે પણ બહાર નીકળે છે.
પ્રાણાયામના બે ભેદ છે. ૧ વ્યવહાર પ્રાણાયામ. ૨ નિશ્ચયપ્રાણાયામ. વ્યવહાર પ્રાણાયામનું ઉપર પ્રમાણે સ્વરૂપ જાણવું અને નિશ્ચયનયથી પોતાના સ્વરૂપમાં લીન થવું; સમતા એકતા અને લીનતારૂપે આત્માનું જે પરિણમન છે તેને નિશ્ચય નયથી પ્રાણાયામ કહે છે. વ્યવહારથી જે લીન દશા તેને સમાધિ કહે છે. નિશ્ચયથી તે પરમાત્મસ્વરૂપ સમાધિ જાણવી. નાભિમાં સોહં શબ્દોનો સ્વયમેવ શ્વાસની સાથે જાપ થાય છે તેને તપાજાપ કહે છે. નાભિથી હૃદયમાં વાયુનો સંચાર થતાં સંવારનો પ્રકાશ થાય છે. તેમાં મનની સ્થિરતા થતાં અનેક અશુભ સંક૯પોનો નાશ થાય છે. નાભિથી સુરતાની દોરી ગગન ગઢમાંલાવવી. ત્રિપુટીમાં સુરતા સાધતાં અનહદ ધ્વનિનો પ્રકાશ થાય છે. અનહદ ધ્વનિના અધિષ્ઠાયક દેવતાઓ સાધકનું સ્થિર ચિત્ત દેખી તેની સેવા કરે છે. સાધક યોગીને અનેક પ્રકારની રૂદ્ધિયો દેખાડે છે, સાધકની દષ્ટિએ અનેક અદ્ભત રૂપે દેખાય છે, પણ સાધક યોગી અનેક પ્રકારની રૂદ્ધિ દેખી ચિત્ત ચલાયમાન કરે નહીં;
For Private And Personal Use Only