________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૬ )
તે નાશ કરી શકવાના નથી, કાપિ આંખે કોઈ મોહ કરનાર વસ્તુ દેખાતાં તેઓ આંખને મીચી દેશે. તેથી કંઈ તેઓએ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય જીત્યો કહેવાશે નહીં; જ્યાંસુધી મનમાં પદાર્થો જોવાની વાસના છે ત્યાંસુધી ખીજાભવમાં પણ પુનઃ તે પદાર્થો દેખાવાના અને તેના ઉપર રાગ થવાનો. આંખને કદાપિ શેડી નાંખવામાં આવે તોપણ પરભવમાં રૂપોને દેખવાની વાસના ટળવાની નથી; આંખો સર્વ પદાર્થોને જોઇ શકે તેમાં આંખોની ફરજ છે તો આંખોએ તે બાબત શો ગુન્હો કર્યો કહેવાય? અલબત કંઇ નહિ. આંખોએ પદાથૅ દેખ્યાબાદ તે પદાર્થોઉપર રૂચિ અરૂચિ તો મન કરે છે; માટે આંખે દેખાતા પદાર્થોનો તેમાં વાંક નથી પણ મનનો વાંક છે. પદાર્થોને દેખી રાગ અને દ્વેષ થાય છે તે મનનો ધર્મ છે; જો મનની સમાન દશા રાખી હરેક પદાર્થો દેખવામાં આવે તો તે પદાર્થોમાં બંધાવાનું થતું નથી. કેટલાક પ્રારબ્ધકર્મને ભોગવતા, જ્ઞાનિયો કાનથી શબ્દો સાંભળે છે તોપણ તેમાં મુંઝાતા નથી. શ્રવણેન્દ્રિયથી સંભળાતા શબ્દોને એક સુખકર વિષયરૂપ માનતા નથી પણ તે શબ્દોના સત્યગ્રાહ્ય અર્થને ગ્રહે છે અને વિવેકદૃષ્ટિથી અસત્ય અર્થનો ત્યાગ કરે છે, તેથી તેઓ શબ્દવિષયમાં શ્રવણ કરતા છતા પણ બંધાતા નથી. આત્મજ્ઞાનથી તેઓ સત્યાસત્યનો મનની સમદશા રાખી તોલ કરે છે, આત્મપ્રશંસાના વા શૃઙારપોષક શબ્દો સાંભળી ફિચ કરતા નથી અને કટુ શબ્દો સાંભળી દ્વેષ કરતા નથી, આવી મનની સમદશા મેળવવા માટે તેઓએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે. આપણે શરીર, ઇન્દ્રિયો, મન, અને આત્માના બળ ઉપર વિચાર કરીએ. અજ્ઞાનિયોમાં આત્મબળ દ્વેતું નથી, પણ તેઓના શરીરને ઇન્દ્રિયો અને મન ઘડે છે તેથી તેઓ મનના કહ્યા પ્રમાણે ચાલે છે. મન જે જે હુકમ કરે છે તે તે હુકમોના તાબે ઇન્દ્રિયો થાય છે, ઇન્દ્રિયોના મળે શરીરની ક્રિયા થયા કરે છે, તેથી અજ્ઞાનિયો પ્રારબ્ધકર્મ યા અન્યકર્મ ભોગવતાં પણ સદાકાલ ઇન્દ્રિયોના તાબામાં રહે છે અને પોતાના આત્માને તેઓની ઇન્દ્રિયો ગુલામ બનાવે છે. જેવો મનનો હુકમ થાય છે તેવું કાર્ય આત્માને કરવું પડે છે, તેથી અજ્ઞાનિયો સદાકાલ રાગ અને દ્વેષના પંઝામાં ફસાયલા રહે છે. તેઓ પોતાના આત્માને ઓળખી શકતા નથી તેથી સાંસારિક સુખ ભોગવવામાંજ જન્મનું સાફલ્ય માને છે. પાંચ ઇન્દ્રિયોથી વિષયનું ગ્રહણ કરવું અને મોજમઝા મારી ઇન્દ્રિયોના ગુલામ સદાકાલ રહેવું એટલુંજ તેઓ સમજે છે. તેઓ કદાપિ રાજા ય, વા ધનાઢ્ય હોય, ઠાકોર હોય, વા કોઈ પણ સત્તાને ધારણ કરનારા હોય, તોપણ તેઓ ઇન્દ્રિયોના તામે રહી સુખને શોધે છે તેથી તેઓ પરતંત્ર છે. ખરૂં સુખ ક્યાં છે તે તેઓ જાણી શકતા નથી તેથી તેઓ ભ્રાંતિમાં ભૂલી જડ પદાર્થમાં સુખની બુદ્ધિ ક૨ે છે અને તે માટે રાત્રીદિવસ અનેક પ્રકારનાં પ્રાણનાશક સંકટો વેઠે છે તેથી તેઓ
For Private And Personal Use Only