________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૦) મનને રોકી રાખવું, પશ્ચાત બે નેત્રમાં મનને ધારવું, પશ્ચાત ભ્રકુટિમાં મનને ધારી રાખવું, પશ્ચાતું કપાલમાં મનને ધારી રાખવું, પશ્ચાતું મસ્તકમાં મનને ગોંધી રાખવું, અનુકમે એક સ્થાન પછી એક, એમ આગળ વધતાં વધતાં ઠેઠ મનની સાથે બ્રહ્મરદ્ધપર્યત પ્રાણવાયુને લેઈ જવો, પશ્ચાત્ બ્રારબ્ધથી ક્રમે ક્રમે છે તે સ્થાનોમાં મનને રોકી રાખી છે. પગના અંગુષ્ઠ સુધી આવવું, પશ્ચાત ત્યાંથી મનને નાભિકમલમાં લઈ જઈ વાયુનો રેચક
કરવો.
વાયુની ધારણાનું ફળ, પગના અંગુષ્ઠમાં, જંઘામાં, ઘુંટણમાં, સાથળમાં, ગુદામાં અને લિંગમાં અનુક્રમે વાયુની ધારણ કરવાથી ઉતાવળી ગતિ અને બળની પ્રાપ્તિ થાય છે; નાભિમાં વાયુની અમુક વખત સુધી ધારણા કરવાથી અનેક પ્રકારના
જ્વર ઉતરી જાય છે. જઠરમાં વાયુની ધારણું ધારવાથી મળ સાફ ઉતરવાથી શરીરની શુદ્ધિ થાય છે. હૃદયકમલમાં વાયુની ધારણા ધારવાથી પ્રતિદિન વિદ્યાની વૃદ્ધિ થતી જાય છે. કર્મનાડીમાં ધારણ ધારવાથી વૃદ્ધત્વ તથા અનેક રોગોનો નાશ થાય છે. વૃદ્ધાવસ્થામાં પણ યુવાનની પેઠે કાર્ય કરી શકાય છે. કંઠમાં વાયુને ધારણ કરવાથી ક્ષુધા અને તૃષા લાગતી નથી-ક્ષુધા તૃષા ઉપશમે છે. જિહાના અગ્રભાગ ઉપર વાયુની ધારણા કરવાથી સર્વ પ્રકારના રસનું જ્ઞાન થાય છે. નાસિકાના અગ્રભાગ ઉપર મનપૂર્વક વાયુને રોકવાથી ગંધનું જ્ઞાન થાય છે. ચક્ષમાં મનપૂર્વક વાયુની ધારણા ધરવાથી અનેક પ્રકારના રૂપનું જ્ઞાન થાય છે. કપાલમાં ધારણા ધરવાથી કપાલના રોગનો નાશ થાય છે અને ક્રોધની શત થાય છે. જેઓને ઘણે ક્રોધ થતું હોય તેઓએ કપાલમાં મનને રોકી રાખવું. આમ ઘણો અભ્યાસ કરવાથી ઘણો ક્રોધનો જુસ્સો પ્રગટતો બંધ થઈ જશે. બ્રહ્મરમાં મનપૂર્વક વાયુને ધારણ કરવાથી મહાત્મા પુરૂષનાં દર્શન થાય છે. પૂર્વોક્ત સ્થાનમાં સંયમ કરવાથી પણ તેવા પ્રકારની શક્તિયો પ્રગટે છે.
હૃદયમાં મનને રેવાથી થતું ફળ, વાયુની સાથે હળવે હળવે મનને ખેંચીને હૃદય કમલમાં મનનો પ્રવેશ કરાવવો; મનને ત્યાં પ્રવેશ થયા બાદ તેને રોકી રાખવું; હૃદયમાં મનને રૂંધવાથી અવિદ્યા (અજ્ઞાન)નો નાશ થાય છે, તેમજ પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છા વિરામ પામે છે, તેમજ અનેક પ્રકારના વિકલ્પોનો વિરામ થાય છે અને અતરમાં જ્ઞાન પ્રગટી નીકળે છે. તેમજ વાયુની
ક્યા મંડલમાં ગતિ છે, ક્યા તત્ત્વમાં સંક્રમ એટલે પ્રવેશ થાય છે, ક્યાં ગમન કરી વિશ્રામ પામે છે અને હાલ કઈ નાડી ચાલે છે; ઈત્યાદિ સર્વ બાબતો હૃદયમાં મન સ્થિર કરવાથી જાણી શકાય છે.
For Private And Personal Use Only