________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ર૯ )
આવે તેને દૂર કરવા, આંખને કોઈ પણ જાતની ગરમી ન લાગે તેની સાવચેતી રાખવી. નાસિકાના અગ્રભાગ ઉપર કેવલકુંભક પ્રાણાયામપૂર્વક અભ્યાસ કરવો. કેવલભક વિના પણ જ્યારે એક કલાક પર્યત નાસિકાના અગ્રભાગ ઉપર ત્રાટક રહે ત્યારે ત્રિપુટીમાં ત્રાટક કરવો. ત્યાં એક કલાક ત્રાટક રહે ત્યારે આંખોની નસોમાં જે પ્રાણ વાયુ છે તેની શુદ્ધિ થાય છે અને ત્રિપુટીમાં ત્રાટક કરતાં ચક્ષુની નસોની નબળાઈ નાશ પામે છે. ચક્ષુની શક્તિ વધે છે અને ચક્ષુના રોગ નાશ પામે છે. ત્રિપુટીમાં કેવલકુંભક પ્રાણાયામ કરવાથી મનની શાંત દશા થાય છે અને વિક૯૫સંક૯૫ ક્ષય પામે છે. ત્રિપુટીમાં એક કલાક પર્યત કેવલકુંભક પ્રાણાયામપૂર્વક ત્રાટક થવાથી ઇષ્ટદેવોનાં દર્શન થાય છે તેમજ તદ્રાવસ્થામાં પણ ઈષ્ટદેવનાં અને ચોગિયોનાં દર્શન થાય છે.
प्राणायामथी रोगने हरवा जोईए. શરીરના કોઈ પણ દેશમાં પાંચ વાયુમાં કોઈ પણ વાયુ વર્તે છે. જે સ્થાનમાં રોગ થયો તે રોગનો વિનાશ કરવા પ્રથમ પૂરક કરી તે સ્થાનમાં લક્ષ્ય રાખી ત્યાં કુંભક કરવો, અને મનમાં એવો દઢ સંક૯પ કરવો કે અમુક રોગનો નાશ થાઓ. આમ દઢ સંકલ્પપૂર્વક વારંવાર પૂરક, કુંભક અને રેચક તે ઠેકાણે કરવાથી ત્યાં થએલો રોગ અમુક વખતમાં દૂર થઈ જાય છે. અને થવા પાંચ પ્રકારના વાયુમાંના સ્થાનમાંથી અમુક વાયુ જ્યાં રહેતો હોય ત્યાં તે વાયુનો બીજમંત્ર પૂરક, કુંભકપૂર્વક ગણવો. પણ સૂચના કે પ્રથમ રોગનો નાશ કરવા સંકલ્પ કરી પછી આ પ્રમાણે વાયુ બીજમંત્ર ગણવો. આમ કરવાથી રોગનો અમુક વખતમાં નાશ થાય છે. પાંચ પ્રકારના વાયુ વશ કરવા માટે પાંચ પ્રકારના વાયુની ધારણા કરવી જોઈએ.
ધારણુનું સ્વરૂપ, સિદ્ધાસને વા પદ્માસને બેસી હળવે હળવે વાયુને બહાર કાઢી નાસિકાના ડાબા છિદ્રથી પ્રાણવાયુને અંદર ખેંચી પાદના અંગુષ્ટ સુધી પહોંચે ત્યાં સુધી પૂરવો, પશ્ચાતુ આઘમાં પગના અંગુછપર મનને રોકવું. ત્યાં મન ત્યાં વાયુ એ ન્યાયથી અંગુષ્ટપર મન રોકાતાં વાયુ પણ ત્યાં રોકાય છે. પશ્ચાત અનુક્રમે પગનાં તળીયાં ઉપરે મનને રોકવું, પશ્ચાતુ પાનીમાં મને નને રોકવું, પશ્ચાત ગુલફમાં મનને સ્થાપવું, પશ્ચાત જંઘામાં મનને રૂંધવું, પશ્ચાતુ જાનમાં મનને રૂંધવું, પશ્ચાતુ સાથળમાં મનને રીકવું, પશ્ચાત્ ગુદામાં મનને ધારી રાખવું. પશ્ચાત લિંગમાં મનને ધારી રાખવું, પશ્ચાત્ નાભિમાં મનને રૂંધવું, પશ્ચાતુ ઉદરમાં મનને સ્થાપવું, પશ્ચાત હૃદયમાં મનનું સ્થાપન કરવું, પશ્ચાત્ કંઠમાં મનનું સ્થાપન કરવું, પશ્ચાત્ જિહાપર મનને રોકી રાખવું, પશ્ચાત્ તાલુમાં મનને સ્થાપન કરવું, પશ્ચાત નાસિકાના અગ્રભાગ પર
ચો૦ ૧૭
For Private And Personal Use Only