________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
ખવું કે પહેલાં જેણે પૂરક, કુંભક અને રેચક પ્રાણાયામ સિદ્ધ કર્યાં હોય તેણે આ આસનથી કેવલ કુંભક પ્રાણાયામ કરવા. આ આસને કેવલ કુંભક પ્રાણાયામ કરતાં મૂલાધાર ચક્રમાં લક્ષ્ય રાખવું અને ઉડ્ડીયાન બંધ ધારણ કરવો, ખાધા પહેલાં ઉડ્ડીયાન બંધ કરવો. નાભિકમલ પાસે કુંડલી સાડા ત્રણ આંટાવાળી પડેલી છે તેના ઉપર ઉડ્ડીયાન અંધપૂર્વક કેવલ કુંભક પ્રાણાયામથી આઘાત પડેછે તેથી તેનું ઉત્થાન થતાં પ્રાણવાયુ મેરૂદંડમાં પ્રવેશ કરી બ્રહ્મરામાં સ્થિર થાય છે અને તેથી સમાધિ દશા પ્રાપ્ત થાયછે.
છાતીના દર્દવાળાએ કેવલ કુંભક પ્રાણાયામ કરવા, પ્રાણવાયુને ફેફસાંમાં ભરી તેનું રેચન કરવાથી પણ ફેફસાંનું પોષણ થાય છે, ક્ષયરોગ જેવા મહાભયંકર વ્યાધિયો પણ પ્રાણાયામથી ટળી જાય છે.
જેનું માથું બહુ દુઃખતું હોય તેણે સૂર્ય નાડીથી પૂરક કરી કુંભક કરવો અને ડાબી નાસિકાથી રેચક કરવો. વારંવાર એમ દશ દીવસ કરવાથી મસ્તકના સાયુઓની શુદ્ધિ થશે અને જ્ઞાનતંતુઓને ઉત્તેજન મળશે. વાયુવિકૃતિ ટળી જશે, પ્રાણાયામ કરનારે ત્રાટકની સિદ્ધિ કરવી,
ગાય.
ત્રાટક બાહ્ય અને અન્તર્ એ બે પ્રકારના છે. બાહ્ય કોઈ વસ્તુમાં એક સ્થિર દષ્ટિથી જોઈ રહેવું, આંખના પલકારા થાય નહિ; પણ આંખમાં પાણી આવે એટલે થાક ખાવો, પુનઃ ત્રાટકનો અભ્યાસ શરૂ કરવો, ત્રાટક કાળી વસ્તુ ઉપર કરવાથી આંખોને કોઇ જાતની ઈજા થતી નથી. કેવલ કુંભક પ્રાણાયામ કરતી વખતે ત્રાટકનો અભ્યાસ વિશેષ ઉપયોગી છે. પ્રથમ પાંચ મીનીટ, પછે દશ, પન્નર, વીશ, પચ્ચીશ, ત્રીશ, પાંત્રીશ, ચાલીશ, પિસ્તાલીશ, પચ્ચાશ, પંચાવન, અને સાઢ મિનિટ આદિ એવં ત્રાટકનો અભ્યાસ અવિ ચ્છિન્નપણે વધારતા જવું. કેવલ કુંભકપ્રાણાયામ કરતી વખતે પણ આ પ્રમાણે અભ્યાસની શરૂઆત અને તેટલી સ્થિતિમાં કરવી. પ્રાણાયામ વિના પણ ત્રાટકનો અભ્યાસ વધારવો. કોઈ કાળા રંગના પુષ્પ ઉપર ત્રાટક કરવો, વા કોઈ કાગળ ઉપર કાર લખી આંખના સમાન પ્રદેશે સ્થાપી કલાક વા અર્ધા કલાક સુધી અભ્યાસ કરવો. કોઈ ઇષ્ટદેવની પ્રતિમા વા સદ્ગુરૂની છબી ઉપર પણ કલાક વા અર્ધા કલાક પર્યંત ત્રાટકનો અભ્યાસ કરવો. પશ્ચાત્ નાસિકાના અગ્રભાગ ઉપર એક કલાક પયંત ત્રાટકનો અભ્યાસ કરવો. કાર્પર પ્રથમ ત્રાટક કરીને નાસિકા ઉપર દૃષ્ટિ સ્થાપન કરતાં ઝ્કાર પણ નાસિકા ઉપર દેખાય, તેમ થાય ત્યારે સમજવું કે હવે ત્રાટકની સિદ્ધિ ઈ. ત્રાટક કરતી વખતે મનમાં કોઈપણ જાતના વિચાર કરવા નહીં. જે જે વિચારો
For Private And Personal Use Only