________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| સર્વ પ્રાણાયામમાં કેવલ કુંભક પ્રાણાયામની વિશેષતઃ શ્રેષ્ઠતા પ્રતિપાદન કરી છે. ત્રિપુટીમાં ચક્ષુ મીંચીને લક્ષ્ય લગાવી કેવલ કુંભક કરવાથી રજોગુણ અને તમોગુણનો નાશ થાય છે. શબાસનથી કેવલ કુંભક પ્રાણાયામ કરતાં ચિત્તની સ્થિરતા વહેલી થાય છે. આંખો મીચી સ્વાધિષ્ઠાન ચક્રમાં લક્ષ્ય રાખી કેવલ કુંભક પ્રાણાયામ કરતાં કામની વાસનાઓ શમી જાય છે અને કુંડલીનું ઉ. સ્થાન સહેજે થાય છે. विपरीत करणी आसने प्राणायाम करवाथी नाद
શ્રવણ થઈ છે. વિપરીત કરણી આસને ચાર ચાર વખતે અંશી એંશી પ્રાણાયામ ત્રણ બેધપૂર્વક કરવાથી સાત દીવરામાં નાદ શ્રવણ થાય છે. પણ તેમાં સૂચના કે પ્રથમથી જેને પ્રાણાયામનો અભ્યાસ હોય તેને માટે આ કથન છે. વિપરીત કરણ આસને કેવલ કુંભકના ઉત્તમ પ્રાણાયામ કરવાથી ત્રણ દિવસમાં નાદ શ્રવણની શરૂઆત થાય છે. બીજી રીતથી નાદશ્રવણ કરવાનું આસન બતાવે છે. પ્રથમ વૃક્ષાસન પાંચ મિનિટ ટકે ત્યાંસુધીનો અભ્યાસ કરવો. વૃક્ષાસન આસને રેચક, પૂરક અને કુંભક પ્રાણાયામ કરવા. ત્રણ દિવસ સુધી ચાર ચાર વખત એંશી એંશી પ્રાણાયામ કરવાથી નાદશ્રવણ થાય છે, અથવા વૃક્ષાસનવડે કેવલ કુંભક પ્રાણાયામ દરરોજ ચાર વખત વીશ વીશ કરવા, એમ ત્રણ દિવસ સખત પ્રાણાયામ કરવાથી એકદમ ના શ્રવણ થયા કરે છે. વારંવાર નાદશ્રવણું સંભળાય છે. એવં લેખકનો સ્વાનુભવ છે.
આ બે આસનની રીત બતાવી તે પ્રમાણે કેવલ કુંભક આદિ પ્રાણાયામનો અભ્યાસ કરતાં લેખકને ત્રણ દિવસમાં નાદ શ્રવણ થયું હતું. ઘણા અભ્યાસીઓને એ પ્રમાણે લેખકે ત્રણ દિવસમાં પ્રાણાયામથી નાદ શ્રવણ કરાવ્યું છે અને ભવિષ્યમાં કરાવશે. પ્રાણાયામ કરનારે ખારું ખાટું અને તીખું ખાવું ન જોઈએ, પ્રાણાયામ કરતી વખતે હસવું તથા બોલવું નહિ, પ્રાણાયામના સાધકે નિયમિત આહાર કરવો જોઈએ. નિયમિત વખતે શયન કરવું, નિયમિત બોલવું, નિયમિત ચાલવું. પ્રાણાયામ કરનારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. યોગનાં પુસ્તકોનું મનન કરવું અને ઉપાધિનાં સ્થાનકો તથા મનુષ્ય પરિચયથી દૂર રહેવું.
સુપુણા ભેદક આસને એક એક વખતે એંશી એંશી પ્રાણાયામ કરવાથી સાત દિવસમાં નાદ શ્રવણ થાય છે. લેખકને એ બાબતનો અનુભવ છે. આ આસનનું જ્ઞાન ગુરૂગમથી કરવું, યોગિલીક યોગ્યતાવણ આ આસન બતાવતા નથી. ગુરૂની મહા કૃપા થાય તો તેઓ આ આસન બતાવે છે. સુષુમણા ભેદક આસને એકમાસ કેવલ કુંભક પ્રાણાયામ કરવાથી કુંડલીનું ઉથાન થાય છે પણ યાદ રા
For Private And Personal Use Only