________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૬ ) વાસનાઓના સંસ્કારોની નષ્ટતા થાય છે, અને વિવેકબુદ્ધિ કે જેને અન્ય લોકો વિવેક ખ્યાતિ કહે છે તે ઉત્પન્ન થાય છે. બ્રહ્મરશ્વમાં પ્રાણ જાય તે માટે સહિતકુંભક અને કવલકુંભક પ્રાણાયામની અત્યંત આવશ્યકતા છે. મેરૂદંડમાં જ્યારે પ્રાણવાયુનો પ્રવેશ થાય છે ત્યારે તે ઉપર ચઢે છે એવો અનુભવ થાય છે; તે વખતે આનંદની છાયાની ઝાંખીનો અનુભવ આવે છે. પૂરક વખતે મૂળબંધ કરવો જોઇએ, અને તે વખતે સર્વ ગુણોને પ્રગટ કરું છું એવો વિચાર કરવો. કુંભક વખતે સર્વ ગુણોને સ્થિર કરું છું એવો દૃઢ સંકલ્પ કરવો. રેચક વખતે દુર્ગુણને કાઢી નાખું છુ એવો વિચાર કરવો. કુંભક વખતે જાલંધર બંધ કરવો અને રેચક વખતે ઉડ્ડયાન બંધ કરવો. ૩૬ છત્રીશ માત્રાવાળા પ્રાણાયામને ઉત્તમ કહેવામાં આવે છે માટે કનિષ્ઠ પ્રાણીયામથી ઉત્તમ પ્રાણાયામ સુધી ચઢવું. ઉત્તમ પ્રાણાયામની સિદ્ધિથી પ્રત્યાહારમાં પ્રવેશ કરી શકાય છે. જઘન્યપ્રાણાયામમાં પરસેવો વળે છે પણ તે પરસેવો લુંછવો નહિ કિંતુ શરીર પર મસળી દેવો. મધ્યમ પ્રાણાયામમાં કંપારી છૂટે છે, ઉત્તમ પ્રાણાયામમાં ચિત્ત થાકી જાય છે. પ્રત્યેક પ્રાણાયામ લોમ વિલોમ ગતિથી, પ્રાતઃકાળે, મધ્યા, સાયંકાળ અને મધ્યરાત્રીમાં એંશી એંશી કરવા, એમ સંપૂર્ણ દીવસમાં ૩૨૦ ત્રણસે ને વીશ પ્રાણાયામો જરૂર કરવા જોઈએ. કેટલાક યોગિઓ પૂરક, રેચક અને કુંભક વખતે મંત્રનું સ્મરણ કરે છે. પાંચ ઘડી સુધી પ્રાણાયામની સ્થિરતાને ધારા કહે છે, એક દીવસ સુધી ટકી રહે ત્યારે તે ધ્યાન કહેવાય છે, બાર દિવસ સુધી ટકી રહે ત્યારે તે સમાધિ કહેવાય છે, એમ કેટલાક અન્ય દશનવાળા ગિયોને સિદ્ધાંત છે.
પ્રાણની પ્રવેશ વખતે સ્વાભાવિક ગતિ બાર આંગળની હોય છે. એ બાર આંગળમાંથી એક આંગળની ગતિ ઓછી કરવામાં આવે તે નિષ્કામપણું પ્રાપ્ત થાય છે, એ આગળ ન્યુન થવાથી આનંદનો આવિર્ભાવ થાય છે, ત્રણ આંગળ ન્યૂન થવાથી કવિત્વશક્તિ પ્રાપ્ત થાય છે, ચાર આંગળ જૂન થવાથી વજનસિદ્ધિ પ્રાપ્ત થાય છે, પાંચ આંગળ ન્યૂન થવાથી દૂરદક્ટિવ પ્રાપ્ત થાય છે, છ આગળ ન થવાથી આકાશગમનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, સાત આગળ ન્યન થવાથી પ્રચંડવેગ પ્રાપ્ત થાય છે, અષ્ટ આગુલ ન્યૂન થવાથી સિદ્ધિયોગ પ્રાપ્ત થાય છે. નવ ગુલ ન થવાથી નવનિધિ પ્રાપ્ત થાય છે, દશ આંગુલ ન્યૂન થવાથી અનેક રૂપ લેવાની શક્તિ પ્રગટે છે. અગીયાર આંગુલ ઓછી થવાથી છાયાનો નાશ થાય છે. અને બાર આંગુલ ઓછી થવાથી પરમાત્મપદ પ્રાપ્ત થાય છે. એ તત સંબંધી કેટલાક યોગિયો નાસિકાથી બ્રહ્મર% સુધીમાં એકથી તે બાર આંગળ વાયુની જનતા ગણે છે. तत्वज्ञानिगम्यम्.
For Private And Personal Use Only