________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૩) રૂ રામબન્ને ઓઠમાં જીભને અર્ધગોળાકાર રાખીને તેવાટે બહારના વાયુને સીત્કારપૂર્વક ખેંચીને પછી મુખ બંધ કરવું, પછી યથાશક્તિ કુંભક કરીને એ નાસિકાથી વાયુનું રેચન કરવું તેને સીત્કારી કુંભક કહે છે. આથી કામદેવ સરખો રૂપાળો, યોગી થાય છે. ભૂખ, અને તૃપાની પીડા શમે છે, નિદ્રા અને આળસનો નાશ થાય છે, શરીર બળવાન તથા નિરોગી બને છે. સૂચના કે બહારને વાયુ જીભ વડે પૂરતી વખતે સીસી એવો શબ્દ સહેલથી થવો જોઈએ.
તર્જમા -કાગડાની ચાંચની પેઠે મુખથી જિન્હાને જરા બહિર કાઢી બહારના વાયુને અંદર ખેંચી લઈ તેનો નખથી તે શિખાસુધી કુંભક કરવો, પશ્ચાત્ શાંતપણે બન્ને નાસિકાથી તેનું રેચન કરવું તેને શીતલીફભક કહે છે. ગુફ, પ્લીહા, તાવ, પિત્તવિકારો અને કોઈ પણ પ્રકારના વિષવિકારોનો ઉપદ્રવ–-આ કુંભક સિદ્ધ કર્યા પછી થતો નથી. ૧ મઢિrjમ-પદ્માસન વા વીરાસન વાળી, કંઠ અને પેટ સીધાં રાખી તેમજ મુખ બંધ રાખી જેવી રીતે લુહાર પોતાની ધમણ ચલાવે છે, તેવી રીતે શરીરમાં રહેલા વાયુને પુનઃ પુનઃ ચલાયમાન કરવો; તે એવી રીતથી કે કંઠ, ઉદર અને કપાલપર્યત, ડાબા નસકોરાથી વાયુ ભરીને જમણું નાસિકાથી તુર્ત રેચક કરીને ફરી તુર્ત ડાબી નાસિકાથી પૂરક કરવો અને જમણું નાસિકાથી રેચક કરવો, એમ વારંવાર રેચકપૂરક કરવો. થાક લાગે ત્યારે જમણી નાસિકાથી કુંભક કરી પછી યથાશક્તિ કુંભક કરી ડાબી નાસિકાથી વાયુનું રેચન કરવું, તેને ભસ્ત્રિકાકુંભક કહે છે. સર્વ કુંભકોમાં આ કુંભક ઉત્તમ છે, માટે તે કરવો જોઈએ એમ ખાસ યોગિયો ભલામણ કરે છે. તેના અભ્યાસથી ત્રિદોષનો નાશ થાય છે, સુપૃષ્ણને ભેદન કરવામાં આ કુંભક
સારી મદત કરે છે. ૬ માનમ -ડાબી નાસિકાથી ભ્રમરગુંજારવની પેઠે ધ્વનિ થાય તેમ વાયુને ખેંચવો. પશ્ચાત્ શક્તિ પ્રમાણે કુંભક કરવો, ભ્રમરગુંજારવની પેઠે જમણી નાસિકાથી રેચક કરવો તેને ભ્રામરી કુંભક કહે છે. આ કુંભકની સિદ્ધિથી ચિત્ત સ્થિર થાય છે, અંતઃકરણમાં આનંદ છવાય છે. ૭ પૂછવુંમલી-જમણી નાસિકાથી પૂરક કરી તે જ વખતે છેલ્લે જાલં
ધરબંધને કંઠમાં મજબુતપણે સ્થાપી પછી યથાશક્તિ કુંભક કરી પછી પ્રાણવાયુને બન્ને નસકોરાંથી હળવે હળવે રેચક કરો, તેને મૂચ્છકુંભક કહે છે.
For Private And Personal Use Only