________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧રર ) નિત્ય અભ્યાસ કરવાથી અનુભવ થતો જાય છે અને મન કાવગરનું થાય છે. દિવસમાં બે વખત; સવાર અને સંધ્યાએ પ્રાણાયામ કરવાનો મહાવરો પાડવો જોઈએ. સૂર્યના ઉદય અને અસ્ત સમયે સૃષ્ટિમાં સર્વત્ર પ્રાયઃ શાંતતા હોય છે. એ શાંતતાની અરાર આપણું શરીર ઉપર થાય છે. રોજ પ્રાણાયામ કર્યા વિના ભોજન કરવું નહિ; એવો દઢ સંકલ્પ કરવો જોઈએ.
પ્રાણાયામ માટે એક જુદા સ્વતંત્ર હવાવાળા અને બાગવાળા સુંદર સ્થાનની જરૂર છે. પ્રાણાયામ જ્યાં કરવામાં આવતાં હોય ત્યાં સાંસારિક ચર્ચા વગેરે કાર્યોનો ત્યાગ કરવો જોઈએ; સ્થાન પવિત્ર રાખવાની જરૂર છે. શરીર સ્વચ્છ રાખવું. તેમ તે વખતે મનમાંથી પાપના વિચારો કાઢી નાંખવા, પવિત્ર વિચારોથી સ્થાનને પવિત્ર કરવું કે જેથી ત્યાં દુષ્ટ વિચારો રહે નહિ. ત્યાં જઈ પદ્માસન વા સિદ્ધાસન વગેરે આસન વાળી બેસવું. છાતી, ફેફસાં પિટ વગેરે ભાગ નાસિકાથી ખેંચી લીધેલી હવાથી પૂરવાં તેને દૂર કહે છે. પૂરેલા પ્રાણવાયુને બહાર કાઢવો તેને રેશ્વઝ કહે છે. બહારથી લીધેલા પ્રાણવાયુને નાક તથા મુખ બંધ રાખી તથા મૂલ, જાલંધર અને ઉફીયાન એ ત્રણ બંધ કરી ફેફસાંમાં અને ઉદરમાં ગોંધી રાખવો તેને કુંભક કહે છે. કુંભકના અનેક ભેદ છે. તેમાંથી કેટલાકનાં નામ જણાવે છે. ૨ ફૂમેનjમવ-નાકનાં બે નસકોરાં છે, એમાંથી પ્રાણવાયુ વહે છે.
જ મણીમાંથી સૂર્ય પ્રાણવાયુ વહે છે અને ડાબીમાંથી ચંદ્ર પ્રાણવાયુ વહે છે. બહારના વાયુને જમણ નાસીકાથી ખેંચી આખા શરીરમાં બળ કરી પૂર, પછી ડાબી નાસિકાવાટે બહાર ધીરે ધીરે કાઢવો તેને સૂર્યભેદન કુંભક કહે છે; આ પ્રાણાયામ વારંવાર કરવા યોગ્ય છે. એથી મસ્તકની શુદ્ધિ થાય છે, મસ્તકના રોગ તથા કૃમિ મટે છે, તેથી ચોરાશી જાતના વાયુ શમે છે. આ કુંભકનું અનુષ્ઠાન સ્વસ્તિક વા વજા નથી કરવું. ૩sણુંમલી-સિદ્ધાસન કરી, મુખ બંધ કરી, સાધારણ શબ્દો બોલતી વખતે જેવી રીતે કંઠથી હૃદય સુધી જાય છે તેવી રીતે અને તે પ્રમાણની ગતિથી બન્ને નસકોરાંથી વાયુને બચી પછી યથાશક્તિ કુંભક કરી ઈડાથી વાયુને રેચ કરવાથી ઉજ્જાયી કુંભક થાય છે. આ પ્રાણાયામ બેઠતાં ઉઠતાં કરવા યોગ્ય છે અને તેથી કફના તથા વાયુના વિકારો શમે છે અને જઠર તથા જલંધર સંબંધી તમામ રોગ નાશ પામે છે, ઉધરસ, સળેખમ, અને હૃદયના રોગ ટળે છે અને ધાતુવિકારનો નાશ થાય છે,
For Private And Personal Use Only