________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) કરે છે, તેમ પ્રાણવાયુને યુક્તિથી હળવે હળવે વશ કરવામાં ન આવે તો સાધકને કાસ શ્વાસ વગેરે રોગો થાય છે અને તેનો નાશ થાય છે માટે ગુરુગમપૂર્વક યુક્તિથી હળવે હળવે પ્રાણાયામ કરી પ્રાણવાયુને સાધવો જોઈએ. દેખાદેખી સાથે જેગ, ૫ડે પિંડ કે વાધે રેગ એ વાક્યને સમજી કોઈ પ્રાણાયામના અનુભવી યોગી હોય તેની પાસેથી પ્રાણાયામની વિદ્યા શિખવી જોઈએ. પ્રાણાયામની ક્રિયા પુસ્તકમાં વાંચી એટલે પ્રાણાયામ પોતે કરવા બેસી જવું તે યોગ્ય નથી. અવશ્ય ગુગમાં લેવાની જરૂર છે. શરીરમાં ચોરાશી જાતના વાયુઓ છે તે વિફરે છે ત્યારે ભૂતના જેવા લાગે છે, પણ પ્રાણાયામ કરવાથી ચોરાશી જાતના વાયુઓની વિક્રિયા થતી નથી અને તે વશમાં રહે છે.
જેમ જે જે પદાર્થો ખાવામાં આવે છે તેમજ જે જે પદાર્થો પીવામાં આવે છે તેની અસર મન ઉપર થાય છે અને મનની અસર આત્મા ઉપર થાય છે, તેવી જ રીતે પ્રાણાયામની અસર શરીર તથા મન ઉપર થાય છે અને મનની અસર આમા ઉપર થાય છે. પ્રાણાયામથી શરીર મન અને આત્મા ઉપર સારી અસર થાય છે. ઔષધની પેઠે પ્રાણાયામ પણ મન અને આત્માની ઉચ્ચ દશામાં મદત કરનાર બને છે; જ્ઞાનિયોના મનને પ્રાણાયામ જ્ઞાનમાર્ગમાં ઉચ્ચ અસર કરે છે.
જ્યાં સારી હવા હોય ત્યાં પ્રાણાયામ કરવાની આવશ્યકતા છે, એમ અનુભવી યોગિયો જણાવે છે.
प्राणायामनुं लक्षण, प्राणायामो गतिच्छेदः श्वासप्रश्वासयोर्मतः રેવના પૂવવ શુંમતિ -૧ હેમચંદ્ર. (૧)
શ્વાસપ્રશ્વાસયોતિવિછેરાજામ (પતંજલિ) શ્વાસ અને પ્રશ્વાસની ગતિને વિચછેદ કરવો, નિરોધ કરવો, તેની ગતિને રોકવી, તેને પ્રાણાયામ કહે છે. બહારનો વાયુ નસકોરાંવાટે અંદર જાય છે તેને શ્વાસ કહે છે અને અંદરની અશુદ્ધ હવા નસકોરાંવાટે બહાર નીકળે છે તેને પ્રશ્વાસ કહે છે. જે શ્વાસ લેવામાં આવે છે તે ફેફસામાં ચાલ્યો જાય છે અને ત્યાંથી પુનઃ બહાર આવે છે. છાતી અને પેટની વચ્ચે પડદો હોય છે તે શ્વાસ લેવાના સમયમાં સંકોચાઈને નીચે ઉતરે છે. યુવાન તંદુરસ્ત મનુષ્ય એક મિનિટમાં ચઉદથી ૧૮ વખત શ્વાસ લઈ શકે છે. બાળપણમાં આ સંખ્યા વધારે હોય છે. તેમજ માંદા માણસને પણ વધારે હોય છે.
શ્વાસ વખતે બહારને વાયું, નાકમાં થઈને ગળાના પાછલા ભાગમાંથી કંઠમાં થઈ ફેફસામાં જાય છે. કંઠમાં જે શ્વાસ નળી છે તેની લંબાઈ
For Private And Personal Use Only