________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮) કંઠના મધ્યભાગમાં રહેલું છે તેને વિશુદ્ધિ ચક્ર કહે છે. હૃદયભાગમાં જે નાડી તંતુઓનું ગુંછ આવેલું છે તેને અનાહત કહે છે, જઠરના ભાગમાં જે નાડી તંતુઓનું ગુંછળું આવેલું છે તેને મળgવઝ કહે છે. આંતરડાના ભાગમાં જે તંતુઓનું ઝાળું આવેલું છે તેને સ્વાધિgનવઝ કહે છે, ગુદાસ્થાનમાં જે તંતુઓ ઝાળાંરૂપે ફેલાયેલા છે. તેને મૂલાધાર* કહે છે, મગજમાંને તંતુઓનાં જાળાંથી જે સૂક્ષમતંતુ ચક્ર બન્યું છે તેને સવારવ કહે છે. આ પર્ ચક્રમાં પ્રાણવાયુ રહેલો છે, તેમાં મંત્ર વા સંયમ કરવાથી પચ્ચક્રનું ભેદન થાય છે.
શ્વાસોચ્છાસની સાથે પ્રાણાયામનો સંબંધ ગણવામાં આવે છે તેનું ફળ– એજ છે કે પ્રાણવાયુને પોતાના કબજામાં રાખવાની ટેવ પાડવી.
મનુષ્ય શરીરમાં પ્રાણનું અતિશય દશ્યસ્વરૂપ હોય તે તે ફેફસાની હિલચાલ જ છે. તે જે બંધ થાય તે ઔદારિક શરીર છૂટી જાય છે. પ્રાણાયામ કરતી વખતે જ્યારે પ્રાણને અંદર ખેંચવામાં આવે છે ત્યારે બાઘના પ્રાણવાયુથી અંદરનાં શરીરનાં તત્ત્વો પોષાય છે અને તેથી ક્ષયરોગ વગેરે ઘણા રોગોનો મૂળમાંથી નાશ થાય છે, છાતીનાં દર્દો વેગથી નાશ પામે છે. મગજના તંતુઓ પર પ્રાણવાયુની અસર થતાં તે ઉત્તેજિત થાય છે. બહારથી પ્રાણવાયુને અંદરમાં ખેંચવામાં આવે છે ત્યારે તે સર્વત્ર નાડીઓમાં પ્રસરી જાય છે અને તેથી શરીરમાંના રક્તની શુદ્ધિ થાય છે. ત્રણ માસ સુધી ત્રણ ચાર વખત એંશી એંશી પ્રાણાયામ કરવાથી શરીરનું કેટલાક અંશે બદલાવું થાય છે. પૂરક કરતી વખતે બહારનો વાયુ માત્ર લેવામાં આવતો નથી પણ તેની સાથે બીજાં પણ પ્રાણતત્ત્વ, પોષકતત્વો લેવામાં આવે છે અને રેચક કરતી વખતે શરીરમાંના તમામ ભાગના મલીન પુલ પરમાણુને બહાર કાઢી નાખવામાં આવે છે. આથી શરીર પર સત્તા ચલાવી શકાય છે અને તમામ વ્યાધેિ દુખોનો નાશ કરી વિજય મેળવી શકાય છે. પ્રાણાયામથી પ્રાણવાયુને એટલો બધે વશ કરવામાં આવે છે કે શ્રીમદ્ હેમચંદ્રસૂરિ જેમ આકાશમાં એકવીસમી પાટ ઉપર અધર રહી વ્યાખ્યાન વાંચતા હતા, તેમ આકાશમાં અધર પણ રહી શકાય છે. મેસમેરિઝમ વગેરે પ્રયોગો પણ પ્રાણાયામની સિદ્ધિથી સાધ્ય થાય છે. એમ અનુભવિયોના સંબંધથી સમજાય છે.
प्राणवायुने युक्तिथी साधवो. પ્રાણવાયુનો નિરોધ હળવે હળવે કરવો જોઈએ. વનમાં રહેનારા હાથી, સિંહ વગેરે ક્રૂર પશુઓને ધીમે ધીમે યુક્તિથી પકડવામાં આવે છે તો તે વશ થાય છે, પણ ત્વરાથી યુક્તિવિના પકડવામાં આવે છે તો પકડનારનો નાશ
For Private And Personal Use Only