________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૬) ધારી, હસ્તિની, જિહા, પુષ્યા, યશસ્વિની, અલંબુષા, શંખિની. એ દશ નાડીયો પ્રાણને વહન કરવામાં પ્રધાન જાણવી. વામ ભાગમાં ઈડા છે, દક્ષિણ ભાગમાં પિંગલા છે, અને સુવુ મધ્યમાં રહે છે.
શરીરમાં એકસો ને સિત્તેર મર્મનાં સ્થાનક છે, તે ઠેકાણે ઘાત થાય તો મૃત્યુ થાય. ત્રણસે હાડની માળા છે, એકસો ને સાઠ નાડિયો છે તે નાભિથી નીકળીને ઉર્ધ્વગામિની થઈ છે. તે મસ્તકના બંધની છે, તેને રસહરણ કહે છે, તે નાડિયો મસ્તકે રસ પહોંચાડે છે. એ રસહરણી નાડીઓનો જેટલો ઉપઘાત થાય, તેટલી રોગની પ્રાપ્તિ જાણવી. એ નાડીઓના ઉપઘાતથી આંખ, નાક, કાન, અને જિહાની શક્તિની હાનિ થાય છે. એક ને સાઠ નાડિયો જે નાભિથી ઉઠે છે તે નીચે ચાલી પગના તળીયા સુધી બેધાણી છે. તે નાડિયોનો ઉપદ્યાત થવાથી નેત્રનો, જંઘાનો, મસ્તકને, આધાસીસી અને યાવત અંધપણાનો રોગ થાય છે. એકસો ને સાઠ નાડિયો છે તે નાભિથી નીકળી તિરછી ચાલે છે, તે હાથનાં આંગળાં સુધી પહોંચી છે, તેઓના ઉપદ્યાતે બે પાસાની વેદના થાય છે, તથા પેટની વેદના થાય છે, તથા મુખની વેદના થાય છે. એકસો ને સાઠ નાડીયો છે તે નાભિથી નીકળી ગુહ્યસ્થાનકમુધી પહોંચી છે, તેના ઉપઘાતથી લઘુનીત, વડીનીતના રોગ, વાયુ, અને કરમીયા વગેરે રોગો થાય છે, લઘુનીત તથા વડીનીતનું સ્તંભન થાય છે, હર્ષવિકાર તથા પાંડુરોગ વગેરે રોગ થાય છે. પચ્ચીશ નાડિયો જે નાભિથી નીકળી છે તે મને ધરે છે, તેના ઉપઘાતથી શ્લેષ્મરોગ થાય છે. નાભિથી પચ્ચીશ નાડિ નીકળી છે તે પિત્તને ધારે છે તેના ઉપઘાતથી પિત્તનો રોગ થાય છે, નાભિથી દશ નાડિય નીકળી છે તે વીર્યને ધરનારી છે. ઈત્યાદિક, પુરૂષને સાતસે નાડિયો છે અને સ્ત્રીને છસે ને સિત્તેર નાડિયો હોય છે. નપુંસકને છસે ને એશી નાડિયો હોય છે તે સર્વ નાડિચોની શુદ્ધિ પ્રાણાયામથી થાય છે.
प्राणायामनी जरूर अने तेनुं फळ. મન અને પવન બેમાંથી એકનો નાશ થતાં બીજાને નાશ થાય છે. આત્માના ઉપયોગમાં સ્થિર થવાથી શ્વાસ મંદ મંદ ચાલે છે ત્યારે મનની પ્રવૃત્તિ પણ મંદ પડી જાય છે. પ્રાણવાયુની સ્થિરતા જેટલા અંશે થાય છે તેટલા અંશે મનની પણ અચળતા થાય છે માટે પ્રાણાયામની જરૂર છે. પ્રાણાયામથી ઇન્દ્રિો ઉપર લાગેલા મળની શુદ્ધિ થાય છે, શરીરની કાંતિ વૃદ્ધિ પામે છે, આયુષ્યની નિયમિતતા રહે છે, મનની નિર્મલતા થાય છે. વિકલ્પ સંકલ્પ રોકવામાં પ્રાણાયામ સહાયકાર થઈ પડે છે. દિવસે સૂર્યનું પ્રાબલ્ય હોય છે અને રાત્રીએ ચંદ્રનું પ્રાબલ્ય હોય છે; આપણા શરીરમાં જે પ્રાણવાયુ છે તેને સંબંધ સૂર્ય ચંદ્રની ઉષ્ણતા વા શીતતાની
For Private And Personal Use Only