________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૫) મરણ થાય. સોળ રાત્રી-દિવસ જે જમણી નાસિક ચાલે તો એક માસ જીવવાનું થાય. એક માસ સુધી રાત્રી-દિવસ જમણી નાસિકા ચાલે તો બે દિવસથી ઉપરાંત જીવાય નહિ. પાંચ ઘડી પર્યત સુષુમણા નાડી ચાલે તો તત્કાલ મરણ થાય. ચંદ્ર વા સૂર્ય વા સુષુણ્ણા પણ હોય નહિ અને મુખથી ફક્ત શ્વાસ ચાલે તો ચાર ઘડીમાં મરણ થાય. જમણી નાસિકા દિવસમાં વહે. અને ડાબી નાસિકા રાત્રીમાં વહે તો ઘમાસ સુધી જીવવાની આશા રાખવી. ચાર, આઠ, બાર, સોળ, અને વીસ દિવસ સુધી ચંદ્રસ્વર ચાલે તો આયુષ્ય દીર્ઘ થાય. ત્રણ રાત્રી દીવસ જે આકાશતત્ત્વ ચાલે તે એક વર્ષ સુધી શરીર રહી શકે, તે ઉપર તેનો નાશ થાય. અહોરાત્રી આકાશતત્ત્વ ચાલે તે ધમાસ પર્યત આયુષ્ય રહે.
એક પક્ષ વિપરીતસ્વર ચાલે તો શરીરમાં રોગ થાય. બે પક્ષ વિપરીત સ્વર ચાલે તે સજજન પણ શત્રુ થાય. ત્રણ પક્ષ વિપરીત સ્વર ચાલે તો મરણ થાય.
પંચમકાલમાં સોપક્રમ આયુષ્ય જાણવું. ઘાત લાગે અને તેથી આયુવ્યનો નાશ થાય, તેને સોપક્રમ આયુષ્ય કહે છે. અધિક શ્વાસોચ્છાસ ચાલતાં આયુષ્યની અધિક હીનતા થાય છે.
સમાધિલીનને ચાર, શુભધ્યાન ધરનારને છે, તૃષ્ણાતુરને દશ, બોલતાં બાર, ચાલતાં સળ, અને સુતાં બાવીશ, તથા નારી ભોગવતાં છત્રીશગણે શ્વાસ ચાલે છે, અર્થાત એટલા તે તે ક્રિયાઓમાં શ્વાસ ઘટે છે,
અપવેળામાં શ્વાસોચ્છાસ વધુ ચાલે તે તેનું આયુષ્ય ક્ષય પામે, બળ ઘટે, અને તેના શરીરમાં રોગ થાય.
અધિક બોલવું નહિ. કારણ કે તેથી શ્વાસોચ્છાસ ઘટે છે. અધિક પડખું વાળીને સૂવું નહિ, અતિશીવ્ર ચાલવું નહિ. પ્રાણની ગતિ રોકાય તે મન પણ અપેક્ષાએ, સ્થિર થાય છે માટે પ્રાણાયામની જરૂર છે. જે રચના ત્રણ લોકમાં છે તે મનુષ્યના શરીરમાં છે. પણ અનુભવ વિના તેનું જાણવું થતું નથી.
હંકારથી સ્વર ઉઠે છે અને સંકાર થઈ સમાઈ જાય છે. હંસ એવો શબ્દ છે તેજ અજપા જાપ કહેવાય છે. અર્થાત્ જગ્યા વિના સહેજે હંસરૂપ ચેતનનો જાપ થાય છે તેનું જે જ્ઞાન થાય તો શ્વાસની ગતિ કમ થાય અને સ્થિરતા થાય. વડની શાખા જેમ વડમાંથી નીકળે છે તેમ નાભિથી ઉર્ધ્વગામિની દશ નાડીયો નીકળે છે અને નાભિથી અધોગામિની પણ દશ નાડિયો નીકળે છે, બે બે તિરછી જાય છે. સર્વ મળી ચોવીસ નાડિયો જાણવી. દશ નાડિયો વાયુનું વહન કરવામાં પ્રધાન જાણવી. ઈડા, પિંગલા, સુષુષ્ણુ, ગાં
For Private And Personal Use Only