________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩) વીને પુછે તે નારીની કુખમાં નપુંસક છે એમ જાણવું. સૂર્યસ્વર ચાલતાં પુછે અને પુછનારને ચંદ્રવર હોય તો પુત્રજન્મ થાય પણ તે જીવે નહિ. સૂર્યસ્વર ચાલતાં કોઈ પ્રશ્ન કરે અને પુછનારને પણ સૂર્યસ્વર હોય તો સુખ કરનાર પુત્ર થાય. ચંદ્રયોગમાં પ્રશ્ન કરે અને પુછનારને સૂર્યસ્વર હોય તો દીકરી થાય પણ તે જીવે નહિ એમ કહેવું. ચંદ્ર સ્વરમાં આવીને પુછે અને પૃચ્છકને ચસ્વર હોય તે તેને કન્યા થાય, અને તે લાંબાકાલ સુધી જીવે. પ્રશ્ન કરતી વખતે પૃથ્વીતત્ત્વ વહેતું હોય તો પુત્ર જાણવો અને તે સુખી, દેવકુમાર સરખો થાય. જલતત્વ વહેતું હોય તે વખતે કોઈ આવીને પ્રશ્ન કરે તો સુખી, ધનવંત, અને ષસભોગી પુત્ર થાય એમ જાણવું. આ સર્વ ભાનુયોગમાં (જમણી નાસિકામાં) જાણવું; તેમજ જમણી નાસિકામાં અગ્નિતત્ત્વ ચાલતું હોય તો ગર્ભપાત થાય. વાયુતત્ત્વમાં પ્રશ્ન કરતાં ગર્ભ ગલી જાય એમ જાણવું. આકાશતત્ત્વ ચાલતાં કોઈ પ્રશ્ન કરે તે ગર્ભ નપુંસક જાણવો, એમ ભાનુસ્વરમાં પુત્ર બાબત જાણવું. ચંદસ્વરમાં પણ પુત્રી બાબત પાંચ તત્ત્વોનું અનુક્રમે તેવું ફળ જાણવું. શૂન્યયુગલસ્વરમાં કોઈ પ્રશ્ન કરે તે બે કન્યા ઉપજે એમ જાણવું. ચંદ્ર અને સૂર્ય બે ચાલે તેમાં ચંદ્ર બળવાન હોય તે ગર્ભવતીના ગર્ભમાં દીકરીનું જોડલું જાણવું. ચંદ્ર અને સૂર્ય બે ચાલે તેમાં સૂર્ય બળવાન હોય તો ગર્ભવતીના ગર્ભમાં પ્રશ્નથી જોડલું જાણવું.
પૃથ્વીતત્ત્વ ચાલતાં ગર્ભાધાન રહે વા જમે તો રાજમાન, સુખી, ધનવાન , રાજાસમાન અને કામરૂપ બાળક થાય. જલતત્ત્વ ચાલતાં ગર્ભાધાન વા જન્મ થાય તે ધનવંત, ભેગી, ચતુર, બુદ્ધિમત, અને નીતિમંત બાળક થાય. અગ્નિતત્ત્વ ચાલતાં ગર્ભ રહે તે અ૫ ઉમર, દુઃખી, અને જન્મતાં માતાની હાનિ થાય. વાયુતત્ત્વમાં જે ગર્ભ રહે તો દુ:ખી, દેશમાં ભ્રમણ કરનાર, વિકલચિત્ત અને બુદ્ધિહીન થાય. આકાશતત્ત્વ ચાલતાં, ગર્ભ રહે તો ગર્ભની હાનિ થાય; પૃથ્વીતત્ત્વમાં પુત્ર, જલતત્ત્વમાં દીકરી, વાયુતત્ત્વમાં ગર્ભ ચળે, અગ્નિતત્ત્વમાં ગર્ભપતન અને આકાશતત્ત્વમાં નપુંસકનો જન્મ જાણો.
परदेशगमनमा स्वर तथा तत्त्वो. ચંદસ્વર (ડાબી નાસિકા) વહેતાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ગમન થાય તે સુખી થઈને ઘેર આવે. પૂર્વ અને ઉત્તર દિશામાં સૂર્યસ્વર બળવાન છે, સુખદાયક છે, પોતાની દિશામાં વિદિશાઓ લીન થાય છે.
ચંદ્રર ચાલતાં પૂર્વ વા ઉત્તર દેશમાં જતાં પાછા અવાય નહીં, અથવા કલેશ થાય. જમણી નાસિકા વહેતી હોય, (સૂર્યસ્વર હોય) ત્યારે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં જવાથી જે મરણ ન પામે છે, પણ મૃત્યુના
ચો, ૧૫
For Private And Personal Use Only