________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
પોતાનો પણ સૂર્યસ્વર ચાલે ત્યારે જે પ્રથમ પડે તે વિજય પામે એમ જાણવું. ચંદ્રસ્વર ચાલતાં રાજાએ રણમાં જવું નહિ, કારણ કે પોતાની ભૂમિ શત્રુઓ જીતી લે તેમાં શંકા નથી. બે નાસિકા સાથે ચાલતાં (સુષુમ્ઝા ચાલતાં) સંગ્રામમાં જતાં મસ્તક કપાય છે. દૂર દેશ સંગ્રામમાં જતાં ચંદ્ર સ્વર પ્રધાન જાણવો. નિકટ યુદ્ધમાં સૂર્યસ્વર જયકારી જાણવો.
યુદ્ધપ્રા.
સન્મુખ ઉદિશામાં રહી જો કોઈ પ્રશ્ન કરે તો સમ અક્ષર અને ડાબી નાસિકા ચાલતાં તેની જીત થાય. દક્ષિણ અને પૂથી દૂત જો યુદ્ધપ્રશ્ન કરે અને તે વખતે જમણી નાસિકા અને પ્રશ્નના વિષમાક્ષર હોય તો તેનો જય થાય. બે, ચાર એ આદિ સમઅક્ષર છે અને એક, ત્રણ, પાંચ, અને સાત એ આદિ વિષમાક્ષર છે. રિક્તપક્ષમાં આવીને એની લડાઇનો પ્રસંગ પૂછે તો પ્રથમ પૂછનાર હારે અને બીજો અભંગ રહે. પૃથ્વીતત્ત્વમાં યુદ્ધ વા કોઈ પ્રશ્ન કરે વા ગમન કરે તો બે દળ સરખાં ઉતરે એમ જાણવું. જલતત્ત્વમાં પ્રશ્ન કરે વા ગમનાગમન કરે તો પરસ્પર સુલૈહ થાય. એકને પૃથ્વી વા જલતત્ત્વ હોય, અને બીજાને હોય નહિ તો તત્ત્વને પૃથ્વી જે અને જલતત્ત્વ હોય તે જીતે. અગ્નિતત્ત્વ ચાલતાં પ્રશ્ન કરે, ગમન કરે વા લડાઈ કરે તો તેની રણમાં હાનિ થાય. વાયુતત્ત્વમાં પ્રશ્ન, પ્રયાણુ, વા યુદ્ધ કરે તો નક્કી જાણવું કે પહેલો લડનાર ભાગી જાય. આકાશતત્ત્વ વહેતાં પ્રશ્ન, ગમન, વા યુદ્ધ કરે તો પોતાનું મરણ થાય. ડાબી નાસિકા ચાલતાં રાજાનું મરણ થાય છે. વાયુતત્ત્વ વહેતાં યુદ્ધ કરવાથી લશ્કર નાસી જાય છે. રણમાં ઘાયલ થયાની કોઇ વાત પૂછે તો આ પ્રમાણે ઉત્તર આપવો. પોતાની દિશાથી આવીને પૂરણમાં પૂછતાં જેનું નામ કહે તેને ઘા લાગ્યા નથી એમ જાણવું. ખાલી સ્વરમાં ઘાયલનો પ્રસંગ પૂછે તો જેને પૂછે તેને રણમાં ઘા લાગ્યા છે એમ કહેવું તેમાં પણ પૃથ્વીતત્ત્વ ચાલતાં પેટમાં અને જલતત્ત્વ ચાલતાં પગે, તેમજ અમિતત્વ ચાલતાં છાતીમાં, અને વાયુતત્ત્વ ચાલતાં ઘામાં ઘા લાગ્યા છે એમ કહેવું. પોતાના સ્વરમાં જલતત્ત્વ વહેતું હોય અને શત્રુને ન વહેતું હોય તો શત્રુનું મરણ પોતાના હાથથી જાણવું. અને તેમાં પોતાની જીત થાય.
ગર્ભમામતમાં પ્રશ્નો અને તત્ત્વોથી ઉત્તર,
કોઈ આવીને ગર્ભનો વિચાર પૂછે તો નીચે પ્રમાણે કહેલું.
ડાબી નાસિકા વહેતાં કોઈ પૂર્ણદેશામાં આવીને પૂછે તો ગર્ભવતીના ગર્ભમાં કન્યા છે એમ કહેવું. જમણી નાસિકા પૂર્ણ વહેતી હોય અને પૂહુંમાં આવીને પુછે તો પેટમાં પુત્ર છે એમ જાણવું. સુષુક્ષ્ણાસ્વરમાં આ
For Private And Personal Use Only