________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ).
તાનાં સ્થાન, પૃથ્વીતત્ત્વનું સ્થાન જાંઘ છે. વાયુનું સ્થાન નાભિ છે, અમિનું સ્થાન સ્કંધ છે, જલનું સ્થાન પગ છે, આકાશતત્વનું સ્થાન મસ્તક છે.
દરેક તત્વના ગુણે. સ્થિરકાર્યમાં પૃથ્વીતત્વ પ્રધાન છે. ચરકાર્યમાં જલતત્વની પ્રાધાન્યતા છે. સમકાર્યમાં અગ્નિતત્ત્વની પ્રાધાન્યતા છે, ઉચ્ચાટનમાં વાયુતત્ત્વની પ્રાધાન્યતા છે, આકાશતત્ત્વમાં કોઈ કાર્ય કરવું યોગ્ય નથી.
દિશાઓમાં ત. પશ્ચિમ દિશામાં જલતત્ત્વ અને દક્ષિણમાં પૃથ્વીતત્વ. તેમજ ઉત્તરમાં અગ્નિતત્ત્વ છે. પૂર્વદિશામાં વાયુતત્ત્વ. અને નભ સ્થિરસ્થાનવાળો છે. પૃથ્વી અને જલતત્વમાં કાર્યની સિદ્ધ થાય છે. અગ્નિતત્ત્વમાં મૃત્યુ થાય છે, વાયુતત્વ ક્ષયકારી છે. નભતત્વમાં નિષ્ફળતા થાય છે.
ચંદ્રસૂર્ય સંગ્રહમાં અગ્નિતત્ત્વ હોય તે સંગ્રામ આદિ કૃત્યમાં ફલની સિદ્ધિ થાય છે. ગમનાગમનમાં પૃથ્વીતત્ત્વ લેવાથી જ થાય છે, તેમજ ધનલાભ થાય છે. મિત્ર, અર્થ, અને યુદ્ધ, આદિ માટે ગમનાગમનમાં પૃથ્વી તવ લેવું યોગ્ય છે.
સંક્રમભાવ વાયુતત્ત્વમાં કલહ, શક, દુઃખ, ભય, મરણ, અને ઉત્પાત, વગેરે થાય છે. અગ્નિતત્ત્વમાં રાજ્યનો નાશ થાય છે અને પૃચ્છકનરની હાનિ થાય છે. તેમજ દાર્ભ રોગાદિક થાય છે, વાયુ અને આકાશતત્વમાં દુર્લક્ષ, ઘોર યુદ્ધ, દેશભંગ, ભય અને ચપદની હાનિ વગેરે ફલ જાણવું.
મધુર, કષાયેલો, તિખો, ખાટો, અને અવ્યક્ત એમ અનુક્રમે પાંચ તત્ત્વના પાંચ રસ જાણવા જેવો રસ આસ્વાદવાને મનમાં નિશ્ચય થાય તેવું તત્ત્વ જાણવું. તેમાં શંકા કરવી યોગ્ય નથી.
આકાશથી વાયુ અને વાયુથી અગ્નિ અને અગ્નિથી જલતત્વ અને જલથી પૃવીતત્વને પ્રકાશ જાણવો. અગ્નિતત્વના ઉદયમાં ક્રોધાદિક થાય છે. વાયુતત્ત્વમાં ઈચ્છાઓ થાય છે, ક્ષાત્યાદિક ગુણો છે તે જલ અને પૃથ્વીતવના ઉદયમાં થાય છે.
પૃથ્વીતત્વનું ગુદાધાર, જલતત્વનું લિંગ, ચક્ષુ સુધી અગ્નિતત્ત્વ, નાસિકા સુધી વાયુ, અને આકાશતત્તવનું શ્રવણ (કાન) દ્વાર છે.
युद्धमा स्वर. ડાબિ નાસિકા (ચંદ્ર) ચાલતાં યુદ્ધ કરવા ચાલવું નહિ. કારણ કે ચંદ્રસ્વર ચાલતાં તેના શત્રની જીત જાય છે. જમણું નાસિકા (સૂર્ય) ચાલતાં યુદ્ધમાં જાય તે વિજય થાય. શત્રુને પણ સૂર્યસ્વર ચાલે અને
For Private And Personal Use Only