________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૧૦ )
સરકારમાં અરજી દેવાના પ્રસંગે, અરિવિજયનું બીડું ઝડપવાના પ્રસંગમાં, વિષ અને ભૂત ઉતારવા જવું હોય ત્યારે, રોગીને ઔષધ ખવરાવવામાં, વિજ્ઞહરણશાંતિજલ નાખવામાં, કઠીને ઉપાય કહેવાના પ્રસંગમાં, હાથી, ઘોડા, વાહન, હથિયાર, લેવામાં; રિપુને વિજય કરવામાં, ખાનપાનમાં, સાનમાં, સ્ત્રીને દાન દેવામાં, તેમજ નવા ચોપડા લખવા અને લખાવવામાં, સૂર્યચોગ અર્થાત જમણી નાસિકાનો સ્વર લેવો. કોઈ રાજા, જમણી નાસિકા વહેતી હોય ત્યારે યુદ્ધ કરવા જાય તો રણસંગ્રામમાં યશકીર્તીિ પામે અને શત્રુને જીતી પાછો ઘેર આવે. સમુદ્રમાં વહાણ ચલાવવું હોય ત્યારે જમણી નાસિકા વહેતી હોય તો વાંચ્છિતદ્વીપમાં વેગે જાય. શત્રભવન જવામાં જમણી નાસિકાનો સ્વર વહેતો હોય તો યશ થાય. ઉટ, ભેંસનો સંગ્રહ કરતાં, સાટું કરતાં, સરિતાજલ તરતાં, અને કરજદ્રવ્ય દેતાં જમણી નાસિકાનો સ્વર (સૂર્યયોગ) અળવાન જાણવો.
ઇત્યાદિ ચરકાર્યમાં સૂર્યયોગ સારો જાણવો. હોય તો લાભાલાભનો વિચાર કરી કહેવું. લાભ મૌન રહેવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ય પુરૂષોને કંઇ કહેવું ન દેખાય તો જાણીને
વિવાહ, દાન શાન્તિસ્રાત્ર ઇર્યાદ સૌમ્યકાર્યમાં ચંદ્રયોગ લેવો અને કરકાર્યમાં સૂર્યયોગ લેવો, સ્થિરમાં ચંદ્ર અને ચરમાં ભાનુયોગ પ્રધાન જાણવો. सुषुम्णानाडीमां शुं करवुं ?
જ્યારે સુષુણ્ણાનાડી (બે નાસિકા સાથે વહેતી હોય ત્યારે ) હોય ત્યારે ચર અને સ્થિર એ બે પ્રકારના કાર્યમાંથી કોઈપણ કરવું નહિ. અને જો એમાંથી કોઇપણ કાર્ય કરવામાં આવે તો અવશ્ય કંઈક હાનિ થાય છે. ભુવન, પ્રતિષ્ઠા, દેશાંતરગમન વગેરે કાર્યો સુષુમ્નાનાડીમાં કરવાં નહિ. જો કોઈ સુષુમ્હાનાડીમાં પરદેશ જાય તો દુઃખદોભાગ્ય અને પીડા પામે છે. તેના ચિત્તમાં કલેશ રહે છે, કાર્યની હાનિ થાય છે, અથવા કાર્યમાં વાર લાગે છે, મિત્રનો મેલાપ થતો નથી, વ્યાપારમાં ખાદ જાય છે, પ્રીતમાં કલેશ થાય છે, માટે સુષુમ્હા વહેતી હોય ત્યારે આત્માનું ધ્યાન ધરવું. પ્રભુના નામનો જાપ કરવો, ધારણા ધારવી, વૈરાગ્ય ધારણ કરવો, તત્ત્વનો વિચાર કરવો, અને સમતામાં રહેવું. ઇત્યાદિ આત્મભાવમાં રમણતા કરવી,
For Private And Personal Use Only
ત્રિપુટીમાં પંચતત્ત્વ જોવાની રીત,
એ કાનમાં બે આંગળીઓ ઘાલી આંગળીયોથી આંખો મીંચવી, છે ત્રિપુટીમાં લક્ષ્ય રાખી જેવાં બિંદુ પડે તેવાં જોવાં. અને જેવો વર્ણ દેખીએ તેવું તત્ત્વ છે એમ નિશ્ચય કરવો, પૃથ્વી અને જલતત્ત્વ સારાં જાણવાં. તેજ તત્ત્વ મધ્યમ ફળપ્રદ છે. વાયુ અને આકાશ તત્ત્વ હાનિ અને મૃત્યુ દેનાર છે.