________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૯ )
હોય અને જમણી નાસિકા ચાલે, અને ડાબી તરફ રહી પુછે તો કહેવું કે રોગી જીવનાર નથી. પૂર્ણ સ્વરથી આવીને ખાલી સ્વરમાંહિ પૂછે તો રોગીને શાતા ન હોય એમ જાણવું. ખાલી સ્વરથી આવીને વહેતા સ્વરમાં જો રોગીનું પ્રશ્ન કરે તો તેનો ઘાત થશે નહિ એમ કહેવું.
પૂર્ણસ્વરથી આવીને પૂર્ણસ્વરમાં જે કોઈ કાર્ય સંસારનું પૂછે તો તે કાર્ય પૂર્ણ થાય એમ નક્કી નવું. ખાલી સ્વરથી આવીને ખાલી સ્વરમાં પૂછે તો જે જે કાર્ય પૂછે. તે થાય નહ. ખાલી સ્વરી આવીને વહેતા સ્વરમાં પૂછે. તો હેનું કાર્ય સિદ્ધ થાય. જે પૂર્ણ સ્વર તજીને ખાલી સ્વરની તરફ પૂછે તો કરોડ ઉપાયે જે પૂછે તે સિદ્ધ થાય નહિ.
ગુરૂવારના દીવસે વાયુતત્ત્વ સારૂં. શનિવારને દીવસે આકાશતત્ત્વ સારૂં. એમ જો તત્ત્વ ચાલે તો કાયામાં રોગ રહે નહિ. યુધવારના પ્રાતઃકાલમાં જો પૃથ્વીતત્ત્વ ચાલતું હોય તો કલ્યાણકારી જાણવું. સોમવારના પ્રાતઃકાલમાં જલતત્ત્વ ચાલતું હોય તો સારૂં. શુક્રવારના પ્રાતઃકાલમાં અગ્નિતત્વ સારૂં એમ વારસંબંધી તત્ત્વફળ સમજી લેવું.
चंद्रयोगमां कार्यो.
ડાબી નાસિકા વહે તે સમયે જિનમંદિર બનાવે, ખાતમુર્ત કરે, તો સુખમય જાણવું. ચંદ્રસ્વરયોગમાં અમૃત અવે છે અને અદ્યુતિ સ્થિર હોય છે માટે તે ચન્દ્રયોગમાં બિબની પ્રતિષ્ઠા કરતાં ભિંખનો અતિપ્રભાવ વધે છે. સિંહાસનપર મૂળ નાયક બેસાડવામાં આવે તે વખતે તથા જિનમંદિર કલશ ચઢાવતાં ચન્દ્રયોગ ( ડાબી નાસિકાનો સ્વર) સુખકારી જાણવો. પૌષધશાલા, દાનશાલા, ઘર, હાટ, મહેલ, કોટ, ગઢ, અને સુઘાટ વગેરેના મુર્તમાં ચન્દ્રયોગ લેવો જોઈએ. સંઘમાલા આરોપતાં, તીર્થમાં દાન કરતાં, દીક્ષામંત્ર આપતાં, અને બતાવતાં, ચન્દ્રયોગ અત્યંત બળવાન છે.
નવીન ઘર, પુર, નગરમાં પ્રવેશ કરતાં મુર્તમાં ચંદ્રયોગ (ડાબી નાસિકા સ્વર ) લેવો. વસ્ત્ર, આભૂષણ, દેશ ઈજારે લેવો હોય વગેરે કાર્યમાં ચંદ્રયોગ બળવાન જાણવો.
યોગાભ્યાસ, દવા, મિત્રાઈ, ખેતી, બાગ કરવા, રાજાની પ્રીતિ, રાજ્યતિલક, ગઢમાં પ્રવેશ ઇત્યાદિ કાર્યમાં ચંદ્રયોગ ( ડાબી નાસિકાનો સ્વર ) અત્યંત ખળવાનું સુખકારી જાણવો. રાજા સિંહાસનપર પગ ધારણ કરે ઇત્યાદિ સ્થિરકાર્યમાં ચંદ્રયોગ લેવો. મઠ, ગુફા અને ઘર ઇત્યાદિમાં પણ ચંદ્રયોગ બળવાન છે.
સૂર્યથોન.
જમણી નાસિકા વહેતી હોય ત્યારે કરવા ચેાગ્ય કાર્યાં. વિદ્યા ભણવામાં, ધ્યાન સાધવામાં, મંત્ર વા દેવતાનું આરાધન કરવામાં,
For Private And Personal Use Only