________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
પ્રથમ પૃથ્વીતત્વ પચ્ચાશ પલ ચાલે છે. ચાલીશ પળ સુધી જલતત્વ વહે છે. ત્રીશ પલ સુધી અગ્નિતત્ત્વ વહે છે, વીશ પળ સુધી વાયુતત્ત્વ વહે છે અને દશ પળ સુધી આકાશતત્ત્વ વહે છે.
અઢી ઘડીયયંત ચંદ્રસ્વરમાં અને સૂર્યસ્વરમાં એ પાંચ તત્વ વહે છે. એ પ્રમાણે રાત્રી અને દીવસ એ પાંચ તો ચંદ્રસ્વર અને સૂર્યસ્વરમાં વહ્યા જ કરે છે. એ પાંચ તત્ત્વને દરેક સ્વરમાં ભિન્નભિન્નપણે ઓળખવામાં આવે તો કાલસમયનું જ્ઞાન અવશ્ય થાય. ઓછામાં ઓછું એક વર્ષ પતમાં જે જે શુભાશુભ ભાવો બને તેને સિદ્ધસ્વરોદય યોગી અવશ્ય જાણી શકે છે.
મેષસકાંતિ બેસતાં ડાબી નાસિકામાં પૃથ્વીતત્ત્વ વહેતું હોય તે ઉત્તમ ચોગ જાણવો. તેનું ફળ, પ્રજાને ઘણું સુખ હોય, શ્રેષ્ઠ સમય હોય, ઘણું ધાન્ય થાય, પશુઓ માટે ઘાસ પણ અત્યંત થાય. ઇતિભય થાય નહિ, જનની વૃદ્ધિ થાય, રાજાએ અત્યંત સુખ પામે. ડાબી નાસિકામાં જલતત્વ ચાલતું હોય તો મેઘની ઘણી વૃષ્ટિ થાય, અપાર અન્ન થાય, પ્રજા સુખી થાય, ધર્મબુદ્ધિ રહે, આનંદમંગલ વર્તિ, રાજા નીતિથી ચાલે. મેષસંક્રાંતિ લાગતાં પહેલી જ ઘડીમાં જેવું નાસિકામાં તત્ત્વ ચાલે તેવું ફળ થાય. અગ્નિતત્ત્વ ચાલે તો અલ્પવૃષ્ટિ, અને રોગ દોષ હોય.
બે સ્વરમાં જે અગ્નિતત્ત્વ હોય તો દેશભંગ, દુઃખી પ્રજા, વગેરે ફળ થાય. જે નાસિકામાં વાયુતત્ત્વ ચાલે તો કંઈક રાજ્યવિગ્રહ થાય. અલ્પ મેઘની વૃષ્ટિ થાય. મધ્યમ વર્ષનો સમય જગતુમાં કહેવાય. અડધું અન્ન અને અડધું ઘાસ થાય. જો નાસિકામાં આકાશતત્ત્વ વહે તો કાળ પડે. ઘાસ વગેરે પણ થાય નહીં, એમ જાણવું.
મધુમાસ શુકલ પડવાના પ્રાતઃકાલમાં ડાબા સ્વરમાં જે પૃથ્વીતત્ત્વ વહે તે ઘણી વૃષ્ટિ થાય. વર્ષ સારું કહેવાય. રાજા પ્રજા સુખમાં રહે. ઈતિભય, તેમજ મોટા ભય પણ થાય નહીં. તેમજ ડાબી નાસિકામાં જલતત્ત્વ ચાલે તો સુભિક્ષ કહેવાય, દેશ અને વિદેશમાં વૃદ્ધિ થાય. જો જમણી નાસિકામાં પૃથ્વી અને જલતત્ત્વ એ બે પ્રાતઃકાલમાં પૂર્વોક્ત માસમાં વહે તે મધ્યમવર્ષ કહેવાય છે, ત્રણ તવ બાકી રહ્યાં તે જે વહે તો મધ્યમ વર્ષ કહેવાય છે. જે નાસિકામાં આકાશતત્ત્વ વહે તો બહુ દેશમાં નક્કી કામી પડે. જમણી નાસિકામાં પૂર્વોક્ત માસના શુકલપક્ષના પડવાના પ્રાતઃકાલમાં જે અગ્નિતત્ત્વ વહે તો મનુષ્યો રોગશોકથી અધિક કલેશ પામે. પૃથ્વીમાં કાલ પડે. રાજાના મનમાં ચેન પડે નહિ. પવિગ્રહ પણ કંઈક થાય. જે તે દીવસ સુષુમણા નાડી પૂર્વોક્ત સમયમાં ચાલે છે જેનાર મરે અને છત્રભંગ થાય, એમ ગુરુગમપૂર્વક સમજવું.
For Private And Personal Use Only