________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૫ )
પ્રકાશ થાય છે. વેંકનાલમાં થઈ નાભિમાં નિવાસ કરે છે, નાભિમાંથી ડામી ઇંડામાં શ્વાસ સંચરે છે, તેમજ જમણી પિંગલામાં શ્વાસ સંચરે છે, તે એ નાડિયોના મધ્યમાં સુપુષ્ણા નાડી છે તેમાં જ્યારે શ્વાસ ચાલે છે ત્યારે તે સુષુમ્ગાસ્વર કહેવાય છે.
ડાબી નાસિકામાં સ્વર ચાલે છે ત્યારે ચંદ્રનો ઉદય જાણવો. તેમજ જમી નાસિકામાં સ્વર ચાલે ત્યારે સૂર્યનો ઉદય જાણવો. સૌમ્યકાર્ય કરવામાં ચંદ્રસ્વર સારો કહેવાય છે, ક્રૂર કાર્ય કરવામાં ર્યસ્વરગ્રહાય છે. આ પ્રમાણે બે નાડીયોના સ્વરમાં જે જે કાર્યો દર્શાવ્યાં છે તે પ્રમાણે વર્તે છે તે સુખ પામે છે.
બે સ્વર સાથે ચાલે તે વખતે સુષુમ્ઝાનાડી થઈ તેમ જાણવું. સુષુમ્હાનાડી ચાલે તે વખતે કોઇપણ પ્રકારનો સાંસારિક વિચાર કરવો નહિ. કારણ કે તે વખતે સાંસારિક જે જે વિચારો કરવામાં આવે છે તેનું ઉલટું પરિણામ આવે છે, તે વખતે જે જે કાર્ય કરવામાં આવે છે તેની પણ હાનિ થાય છે એમ અનુભવથી યોગિયો જણાવે છે.
શુકલપક્ષનો સ્વામી ચંદ્ર છે અને કૃષ્ણપક્ષનો સ્વામી સૂર્ય છે. શુક્લપક્ષની આદ્યની ત્રણ તીથિ ચંદ્રની છે. પશ્ચાત્ રવિ, પશ્ચાત્ સૂર્ય એમ અનુક્રમે જાવી. કૃષ્ણપક્ષની આદ્ય ત્રણ તીથયો સૂર્યની છે પશ્ચાત્ ચંદ્ર પશ્ચાત્ સૂર્ય એમ અનુક્રમ જાણવો.
મંગલ, શિન, અને રવિવારનો સ્વામી સૂર્યસ્વર છે. ગુરૂ, સોમ, શુક્ર, અને બુધ એ ચાર વારનો સ્વામી ચંદ્રસ્વર છે.
કૃષ્ણપક્ષ એકમના દીને પ્રાતઃકાલમાં એ સૂર્યસ્વર વહેતો હોય તો પંડિતપુરૂષોએ જાણવું કે તે પખવાડીયું આનંદકારી જશે, અર્થાત્ શાતાવેદનીયના ભોગયુક્ત જશે. શુક્લપક્ષના આદ્ય દીવસના પ્રાતઃકાલમાં જો ચંદ્રસ્વર ( ડાખી નાસિકા ) વહે તો વણ્યું કે કાયાની નિરોગતા રહેશે, શરીર પુષ્ટ રહેશે, સુખમાં પખવાડિયું નિર્ગમન થશે.
અજવાળીયાપક્ષની પ્રતિપદાના પ્રાતઃકાલમાં જો સૂર્યસ્વર ( જમણી નાનિકા) વહે તો પંડિતોએ જાણવું કે તે પખવાડીયામાં કલેશ થાય, પીડા થાય, તેમજ ઉદ્દાસપણું રહેશે અને ધનનો પણ કિંચિત્ નાશ થશે. કૃષ્ણપક્ષની એકમના પ્રાતઃકાલમાં જો ચંદ્રસ્વર (ડાબી નાસિકા) વહે તો પંડિતપુરૂષોએ જાણવું કે શરીરે કંઈક પીડા, ફ્લેશ, નૃપભય, સત્તામાં હાનિ, અને ચિત્તની ચંચળતા થશે. શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષની પ્રતિપદાના પ્રાતઃકાલમાં જો સુ પુષ્ણાનાડી વહેતી હોય ( બેઉ સ્વર સાથે વહેતા હોય) તો પંડિતોએ જાણવું કે લાભની હાનિ થશે, મનની ચંચળતા થશે અને મનમાં ચિંતા રહેશે.
યો. ૧૪
For Private And Personal Use Only