________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪ )
(૨) નિયમ.
આ પ્રમાણે ચારિત્રયોગી પંચમહાત્રત અને હું રાત્રીભોજન વિરમણવ્રત ધારણ કરી યમનામના યોગના પહેલા અંગમાં સ્થિર થાય છે. યોગનું યમનામનું પહેલું પગથીયું સ્થિર થવાથી યોગી ઉચો ચઢીને પશ્ચાત્ પડી શકતો નથી, ઉલટું ખીજા પગથીયાને પાળવામાં યોગ્ય અને છે. પાંચ યમને પુષ્ટિ કરનારા અનેક પ્રકારના નિયમો પાળવા જોઇએ. વખતસર ખાવું, વખતસર પાણી પીવું, વખતસર શયન કરવું, ચિત્તની સ્થિરતા રહે એવા યોગ્ય સ્થાનમાં વાસ કરવો, નિયમસર ચાલવું, જોઇને ચાલવું, વિચારીને બોલવું, શોચતા ધારણ કરવી, કોઈ વસ્તુ મળે અગર ન મળે તોપણ સંતોષ ધારણ કરવો, યથાશક્તિ તપશ્ચર્યા કરવામાં પ્રવૃત્તિ કરવી. ઇત્યાદિ નિયમના અનેક સાધુ અને ગૃહસ્થવર્ગના ભેદથી, ભેદ છે, તે સમજી યથાયોગ્ય પાળવા પ્રયત્ન કરવો. (૨) આસનોન.
શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં આસન કહ્યાં છે. દરેક આસનના જયથી શારીરિક ભિન્ન ભિન્ન ફાયદાઓ શાસ્ત્રોમાં બતાવ્યા છે. ચોરાશી આસનો છે, તેમાં પણ સિદ્ધાસન, અને પદ્માસન એ એ આસનો મોટાં છે, યોગ્ય એવા સ્થાનમાં (કે જ્યાં રહેવાથી શારીરિક પ્રકૃતિ બગડે નહીં તેવા સ્થાનમાં) આસનોનો અભ્યાસ કરવો જોઇએ. ત્રણ કલાક સુધી એક આસને બેસવાની ટેવ પાડવી, ગોદુહિકાસનથી પણ બેસવાની ટેવ પાડવી જોઇએ. લેખક સિદાસન અને પદ્માસનને વિશેષ પસંદ કરે છે, આસનનો જય કરવાથી શારીરિક પ્રકૃતિ કાષુમાં રહે છે. વાત, પિત્ત અને કફનો ઉપદ્રવ હળવે હળવે શાંત થતો જાય છે. શ્વાસોચ્છ્વાસની નિયમિતતામાં વૃદ્ધિ થાય છે. ખરેખર આસનના જયથી દીર્ઘ શ્વાસોચ્છ્વાસ લેવાય છે, દીર્ઘ પ્રાણ લેવાથી શરીરની આરોગ્યતામાં વધારો થાય છે, માટે ચારિત્રયોગીએ આસનનો જય કરવા પ્રયત્ન કરવો.
(૪) માયામ.
પ્રાણાયામ કરવાથી શ્વાસ અને શ્વાસ વધુ પ્રમાણમાં ચાલતા નથી, પ્રાણાયામની સિદ્ધિથી સ્વરોદયપરીક્ષાની પણ સિદ્ધિ થાય છે. શરીરની નાડીયોમાં રાત્રી અને દીવસ પ્રાણ વહ્યા કરે છે, શ્વાસ લેવાથી શરીરની આરોગ્યતા રહે છે. મનની પ્રસન્નતા વૃદ્ધિ પામે છે, પ્રાણાયામથી શરીરના અનેક રોગોનો નાશ થાય છે. નાડીયોમાંથી સ્વર ચાલ્યા કરે છે, શરીરમાં ઘણી નાડીયો છે. પણ તેમાં ચોવીશ નાડિયો મોટી છે, ચોવીશ નાડિયોમાંથી પણ નવ નાડિયો પ્રધાન છે. નવ નાડિયોમાંથી પણ ત્રણ મોટી છે.
ત્રણ નાડીયોનાં નામ રૂડા, વિત્તા, અને સુષુમ્બા. ભૃકુટિચક્રથી શ્વાસનો
For Private And Personal Use Only