________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) આ પ્રમાણે પરાભક્તિવાળો ઉત્કૃષ્ટ ભક્તિના વિચારોથી પોતાનામાં પરમાત્મપણું દેખી તેની ભક્તિ કરતો શાશ્વતપદને પામે છે. પકવજ્ઞાનથી પરાભક્તિની ઉત્કૃષ્ટદશાને પમાય છે. પરાભક્તિવાળો શુદ્ધદશા સમ્મુખ ક્ષણે ક્ષણે ચઢતો જાય છે, અનેકાન્તજ્ઞાની આવી દશાને પામે છે અને તે સર્વ દોષોનો ક્ષય કરતો જાય છે. અજ્ઞાનિ જીવોથી પરાભક્તિ પમાતી નથી, જ્ઞાનિયોગીન્દ્ર આત્માઓજ આવી પરાભક્તિના સમ્મુખ થાય છે. જે પરાભક્તિનું સ્વરૂપ જાણતો નથી તે પરાભક્તિ સન્મુખ થઈ શકે નહીં. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના વિકલ્પ અને સંકલ્પોનો નાશ કરવો હોય તે પરાભક્તિથી સહેજમાં થાય છે. જે જે જીવો ભૂતકાળમાં મુક્તિ પામ્યા, પામે છે અને ભવિષ્યમાં પામશે તે સર્વ પરાભક્તિથીજ પામશે. શુકલધ્યાન વા રૂપાતીત ધ્યાન છે તે પરાભક્તિરૂપ છે, નિરાલબન ધ્યાનવાળાઓ આવી પરાભક્તિને પામી શકે છે. પરાભક્તિ પામવાને માટે આદ્યભક્તિની ખાસ જરૂર છે, જેને જેવી યોગ્યતા હોય તેવી વ્યક્તિ હેણે આદરવી જોઈએ. બે પ્રકારની ભક્તિના યોગ્ય એવા ગુણ સંપ્રાપ્ત કરવા જોઈએ. તેમ તે બે પ્રકારની ભક્તિ પામવાને માટે સદાકાળ પ્રયાસ કરવો જોઇએ. અનેક પ્રકારના વેગિ મુક્તિપદ પામી શકે છે,
વ: भक्तियोगी क्रियायोगी, ज्ञानयोगी तथैव च । साम्ययोगी ध्रुवां सिद्धिं, प्रामुयान्नात्र संशयः ॥ ६२ ॥
શબ્દાર્થ –ભક્તિયોગી, ક્રિયાયોગી, જ્ઞાનયોગી અને સામ્યયોગી, નિ. શ્રય સિદ્ધિપદ પામે છે, આ બાબતમાં સંશય નથી. | ભાવાર્થ ભક્તિયોગના અનેક ભેદ છે તો પણ હેનું સ્વરૂપ ઉપર પ્રમાણે કિંચિત્ દર્શાવ્યું છે. ક્રિયાના પણ ઘણા ભેદ છે. વિષ, ગરલ, અનન્ય, તદ્ધતુ, અને અમૃતક્રિયા. તેમજ, ધર્મના બાહ્ય અને આત્યંતર, નિમિત્ત અને ઉપાદાન, આદિ અનેક ભેદો તત્ તત્ વિષયભેદના સંબંધથી થાય છે. જ્ઞાનના પણ બે ભેદ છે. વ્યવહારજ્ઞાન, અને નિશ્ચયજ્ઞાન. પાંચ પ્રકારનાં જ્ઞાન આદિ શાનયોગ જાણવા. સામ્યભાવમાં જોડાવું હેને સામ્યયોગ કહે છે. આ વિના પણ હેમચંદ્રકૃત યોગશાસ્ત્રમાં અષ્ટાંગયોગ લખ્યા છે, તેનું સ્વરૂપ પણ અવશ્ય જાણી આચારમાં મૂકવું જોઈએ. (યમનિયમાદિ અષ્ટાંગ યોગનું વર્ણન આગળ ઉપર કરવામાં આવશે.) આ પ્રકારે આત્માના એક એક ગુણને મુખ્યતાએ ભજનારા અનેક યોગિયો આત્માની સાધ્યદશાના યોગે શ્રાવક વા સાધુ માર્ગમાં રહીને મુક્તિપદ પ્રાપ્ત
For Private And Personal Use Only