________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
આ વાક્યનું વારંવાર સૂક્ષ્મ ચિંતવન કરતાં આત્મત્ત્વનું અદ્ભુત રહસ્ય સમજાય છે. આ પરાભક્તિથી પરમપદ સહેજે પ્રાપ્ત થાય છે. પરમાત્મા તે જ તું છે. પરમાત્મારૂપ હે આત્મન! તું છે એવું વારંવાર સ્મરણ કરવું તે એક જાતની ઉત્કૃષ્ટ આત્માની સેવા છે, પરાભક્તિવાળો આત્મા એમ જાણે છે કે, મ્હારા આત્મામાંજ પરમાત્મપણું રહ્યું છે. અનંત આત્માઓ મુક્તિ ગયા પણ તે સર્વે આત્મામાં રહેલું પરમાત્મપણું પ્રગટાવીનેજ મુક્તિએ ગયા. આત્મામાં અનંતગુણા પ્રગટે છે.
જ્યારે ત્યારે પણ જે જે જ્ઞાન દર્શન, અને ચારિત્રાદિ ગુણો પ્રગટવાના, તે સર્વ ગુણો ખરેખર તે તે ગુણોનાં આવરણો દૂર જતાં આત્મામાંથીજ તે પ્રગટવાના. આત્મામાંજ પંચ પ્રકારનાં જ્ઞાન છે, આત્મમાંજ ચાર પ્રકારનાં દર્શન છે, આત્મામાંજ પાંચ પ્રકારની લબ્ધિયો રહી છે; જે જે મનુષ્યોમાં જે જે શક્તિયો પ્રગટી છે તે સર્વ આત્મામાંથીજ પ્રગટી છે એમ જાણવું. આત્મામાંજ તિરોભાવે અનંતગુણો રહ્યા છે, ફક્ત તે તે ગુણોને આચ્છાદન કરનાર કર્મની પ્રકૃતિયો જે દૂર થાય તો, તે તે ગુણો પ્રકાશે છે; માટે પોતાના આત્મામાં રહેલા ગુણોનો પ્રકાશ કરવામાં પોતાનેજ ઉદ્યમ કરવો જોઇએ. આત્માજ સર્વ ગુણોનું ધામ છે ત્યારે આત્માજ પરમાત્મા છે એમ નિશ્ચય થતાં આત્માનીજ પરમાત્મપણે ભક્તિ કરવી જોઇએ. પરમાત્મપણે આત્માની ભક્તિ કરતાં કર્યાવરણો ખરી જાય છે અને આત્માના ગુણોનો પ્રકાશ થતો જાય છે. આત્મામાં પરમાત્મબુદ્ધિ ધારવાથી સર્વ બાઅતનો સંતોષ પ્રાપ્ત થાય છે અને મનની ચંચળતા નાશ પામે છે. પોતાનામાંજ સર્વ શક્તિયો છે એમ નિશ્ચય થવાથી પરભાવ પ્રવૃત્તિનો અંત આવે છે, કારણ કે આત્મા સમજે છે કે જ્યારે મ્હારામાં પરમાત્મપણું રહ્યું છે ત્યારે શામાટે પરભાવની દીનતા ધારણ કરવી જોઇએ ? પોતાનામાં પરમાત્મપણું દેખવાથી તે પ્રગટાવવાનો ઉત્સાહ વૃદ્ધિ પામે છે. પોતાના ખળથી જ પોતે પરમાત્મા થવાય છે એમ પકવજ્ઞાન થાય છે ત્યારે આનંદની છાયા જામે છે. આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રતિદિન ઉત્સાહ ધારણ કરતો જાય છે. પુંજ પરમાત્મા છું, તિરોભાવે. પરમાત્મા હું તો આવિર્ભાવે પણ હુંજ પરમાત્મા થવાનો, મ્હારાવિના અન્ય દ્રવ્યજાતિ પરમાત્મા થઈ શકે નહિ. દ્રવ્ય ગુણ પર્યાયમય હું શુદ્ધ જાતિ છેં, સત્તાએ હું સિદ્ધનો ભ્રાતા છું, સત્તાથી મ્હારામાં અને સિદ્ધમાં કંઈ ફેર નથી, ભક્તિભાવ પ્રગટ કરવા તો હું ઉઠેલો છું, હું સત્તાએ સિદ્ધ છું, પરમાત્મા છું અને વ્યક્તિભાવે તેવો થઈ શકું તેવો છું તેથી તે તું છે એમ કહેવામાં સત્યતત્ત્વનો પ્રકાશ કથક હું કહેવા' છું. હું પરમાત્મા છું ત્યારે હું પરમ આનંદને પ્રાપ્ત કરી શકવાનો, મ્હારી શક્તિયો જેવી છે તેવી ને તેવીજ પ્રગટ થવાની,
For Private And Personal Use Only