________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૮) ભુની સેવામાં ગાળો તેજ સેવકની ફરજ છે. શ્રીપરમાત્માવિના સેવકને દુનિયાની કોઈપણ વસ્તુ પર પ્રેમ ધારણ કરવો નહિ. શ્રીપરમાત્મા તીર્થકરોની વખતોવખત કથાઓ વાંચવી, તેમનાં જીવનચરિત્રોમાંથી સાર ખેંચવો. પરમાત્માનું સ્વરૂપ બરાબર ઓળખવું. દર્શન અને ચારિત્ર ધર્મમાં રમણ કરતા એવા પરમાત્માનું સ્વરૂપ પુનઃ પુનઃ હૃદયમાં સ્મરણ કરવું, શ્રીપરમામાએ જે ઉપાયોથી દોષોનો નાશ કર્યો તે તે ઉપાયોને આચારમાં મૂકવા જોઈએ, ભગતીયા તેલ જેવી ભક્તિને હૃદયમાં ધારણ કરવી જોઇએ, ભક્તિ કરતાં જે જે વિધ્રો આવે તે વિન્નોને મારી હઠાવવાં જોઈએ. વિઘોના સામું થયાવિના કદાપિકાળ છૂટકો થવાનો નથી, આત્મસામર્થ્યથી પરમાત્મગુણેને સ્મરણ કરવા જોઈએ. જે મનુષ્ય તત્ત્વજ્ઞાનમાં કંઈપણ સમજતા નથી, જેઓને દેવ ગુરૂ અને ધર્મનું જ્ઞાન નથી તેઓ પરમાત્માના સેવક બની શકતા નથી, જેઓને મુક્તિની ઇચ્છા નથી અને જેઓ પરમાત્માની આજ્ઞા પાળતા નથી તેઓ પણ પરમાત્માના સેવક બની શકતા નથી.
પરમાત્માની આજ્ઞા પાળનાર મનુષ્ય પરમાત્માના સેવક બની શકે છે; પરમાત્માનાં કહેલાં તત્ત્વોને જે મનુષ્યો સમજી શકતા નથી અને ફક્ત ટીલાં ટપકાંજ ધારણ કરે છે તેઓ પરમાત્માના સાચા સેવક બની શકતા નથી. જગતુમાં પરમાત્મા, પરમાત્મા એમતો લાખો મનુષ્યો બોલે છે પણ પરમાત્મતત્ત્વને સમજનાર વિરલા હોય છે. જેઓ પરમાત્માને સમજે છે અને તેમની આજ્ઞા પાળે છે તે જ પરમાત્માના સેવક બની શકે છે. પરમાત્માના સેવકો, પૂર્વોક્ત પરમાત્માના ગુણોનું સ્મરણ કરી પોતાના આત્મામાં તે તે ગુણો પ્રગટાવવા પરમાત્માની સેવા કર્યા કરે છે, અને પરમાત્માના આલંબનથી પોતાના આત્માને શુદ્ધ કરવા મથે છે. આ પ્રમાણે પરમાત્માનો સેવક બનેલો તત્ત્વજ્ઞાનમાં ઉડો ઉતરતો જાય છે, અને આત્મજ્ઞાનની અભિવૃદ્ધિ કરતો જાય છે. આત્મજ્ઞાનની પકવતા થતાં સ્વામિ સેવકભાવ રહેતો નથી. પકવજ્ઞાનની ઉચ્ચદશ કોઈક વિરલાને જ પ્રાપ્ત થાય છે. પકવજ્ઞાનની દશાનું સ્વરૂપ અત્યંત અદ્દભુત છે, કોઈ વિરલા જ્ઞાનિયોને બીજા પ્રકારની અભુત ભક્તિ પ્રાપ્ત થાય છે. જગતમાં બીજા પ્રકારની ઉચ્ચ ભક્તિ પ્રાપ્ત કરવા અહર્નિશ પ્રયત્ન કરવો જોઈએ. તત્ત્વજ્ઞાનની પકવદશા પ્રાપ્ત થતાં અનુભવજ્ઞાનમાં ઉતરી શકાય છે. અનુભવિયોને પોતાનો આત્મા જ પરમાત્મા સમાન ભાસે છે.
બીજા પ્રકારની ભક્તિ, તે તું આત્મા જ પરમાત્મા છે એવી સર્વકાલના નિશ્ચયવાળી બીજી ભક્તિનો પ્રસાદ કોઈક અનુભવિચો પ્રાપ્ત કરે છે. આત્મા પરમાત્મા છે
For Private And Personal Use Only