________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ). ૫૮ પરમાત્મા પૂર્વ સાધકાવસ્થામાં ચારિત્રમોહનીય વૃત્તિયોને ઉદભવતીજ અટકાવતા હતા. તેવી રીતે મહારે પણ ચારિત્રમોહનીય વૃત્તિયોને ઉદ્દભવતીજ અટકાવવી જોઈએ.
૫૯ પરમાત્મા પૂર્વ સાધકાવસ્થામાં આત્માની શુદ્ધ પરિણતિ સાધવા પ્રવૃત્તિ કરતા હતા. તેમ મહારે પણ શુદ્ધપરિણતિ સાધવા પ્રવૃત્તિ કરવી જોઈએ.
૬૦ પરમાત્મા પૂર્વ સાધાવસ્થામાં આત્માના અનંતગુણપયાયના ચિંતવનમાં તલ્લીન રહેતા હતા, તેમ મહારે પણ આત્માના ગુણપર્યાય સ્વરૂપમાં તલ્લીન થઈ દુનિયાદારી બીલક્લ ભૂલી જવી જોઈએ.
૬૧ ઔદયિકભાવયોગે સંસારમાં રહેતાં છતાં પણ પરમાત્માના ગુણોનું મ્હારે સ્મરણ કરવું જોઈએ.
૬૨ પરમાત્મદષ્ટિ ખીલવવામાટે પરમાત્માના ગુણનું શ્વાસોચસે મહારે સ્મરણ કરવું જોઈએ.
૬૩ પરમાત્માની અનંત શક્તિયોનું સ્મરણ કરતાં, મહારા આત્માને લાગેલાં આવરણો દૂર થાય તે તે શક્તિયો મહારા આત્મામાં છે પણ તે તે શક્તિયો ખીલી શકે એવો દ્રઢ નિશ્ચય રાખી પરમાત્મગુણોનું મહારે સ્મરણ કરવું જોઈએ.
૬૪ પરમાત્માની કેવલજ્ઞાનદ્રષ્ટિથી જે જે કહેવાયું છે તે બધું હારી અલ્પજ્ઞાન શક્તિયોગે પરિપૂર્ણ સમજવામાં ન આવે તો પણ મહારે સર્વજ્ઞ વચનોમાં દઢ શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. સિદ્ધાંતોનાં સૂક્ષ્મ રહસ્યો જે ન સમજાય તે મહારે સૂક્ષ્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જેટલી દષ્ટિ ખીલી હશે તેટલું જણાશે અને દેખાશે. પરમાત્માનો સેવક બનીને પરમાત્માની ભક્તિ કરતાં સંપૂર્ણ તત્વને પામીશ, એમ શ્રદ્ધા રાખી પરમાત્મરૂપ સ્વામિની મહોરે સેવા કરવી જોઈએ.
આ પ્રમાણે સ્વામી સેવક ભાવમાં સેવક પોતે પરમાત્મા તરફની ભક્તિના યોગે પરમાત્માના ગુણોનું અનુકરણ કરે છે. સેવકને પરમાત્મપદપ્રાપ્તિવિના અન્ય વસ્તુની ઇચ્છા રહેતી નથી, સાંસારિક વસ્તુઓના લાભને નાકના મેલ સમાન ગણે છે, ઈન્દ્ર, ચંદ્ર, અને નાગેન્દ્રની પદવીને પણ હીસાબમાં ગણતો નથી, દુનિયાની કીર્તિ, માન, અને પૂજાની ઈચ્છાને ધિક્કારે છે. સેવક ભક્તિના આવેશમાં જ્યાં ત્યાં શ્રી પરમાત્માને જ દેખ્યા કરે છે–3યાં રેવું ત્યાં યદિ કું િતું કાતિ વિના પ્રેમ વિરદિ–આ વાક્ય લેખ મુદ્રાનો અદ્ભુત અનુભવરસ ચાખતો જાય છે. સેવકપણે બનેલા ભક્તની પ્રેમ ખુમારીનો રસ એવો તો હૃદયદ્રાવક હોય છે કે અન્ય આત્માઓનું પણ તે આકર્ષણ કરે છે. સ્વામિ સેવકભાવવાળી આવી ભક્તિમાટે રાત્રી અને દિવસની સંધ્યાનો તેમજ મધ્યાહુકાળનો સમય સાનુકૂળ છે, જે વખત મળે તે વખત શ્રીપ્ર
યો. ૧૩
For Private And Personal Use Only