________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
૪૪ પરમાત્માએ પૂર્વસાધકાવસ્થામાં સર્વ જીવોને એક આત્મદૃષ્ટિથી જોયા હતા તેવી દૃષ્ટિ મ્હારે ધારણ કરવી જોઇએ.
૪૫ પરમાત્મા જેમ પૂર્વસાધકાવસ્થામાં સર્વ સાંસારિક વાસનાઓથી દૂર થયા હતા, તેમ મ્હારે પણ સાંસારિક વાસનાઓથી દૂર રહેવું જોઇએ. ૪૬ પરમાત્માએ પૂર્વસાધકદશામાં મુનિની દશા ધારણ કરી હતી તેવી દશા મ્હારે પણ ધારણ કરવી જોઇએ.
૪૭ પરમાત્માએ પૂર્વસાધકાવસ્થામાં જેવી અનુભવજ્ઞાનદશા ધારણ કરી હતી તેવી મ્હારે પણ અનુભવજ્ઞાનદશા ધારણ કરવી બ્લેઇએ.
૪૮ પરમાત્માએ પૂર્વસાધકાવસ્થામાં પોતાના શુદ્ધસ્વરૂપમાં ધર્મ માની સાધ્યની સાપેક્ષતાએ પુષ્ટિનિમત્તકારણ આદર્યું હતું તેવી દશા મ્હારે પણ અંગીકાર કરવી જોઇએ.
૪૯ પાંચ ઇન્દ્રિયોના ભોગને શ્રીતીર્થંકરો ગૃહસ્થાવાસમાં ભોગવતા હતા તેમ છતાં તેમાં ઉદાસભાવે વર્તતા હતા, તેવી રીતે મ્હારે પણ ઉદાસભાવે વર્તવું જોઇએ.
૫૦ શ્રીપરમાત્મા પૂર્વે સાધકાવસ્થામાં ઉપયોગપૂર્વક ખોલતા હતા, તેમ મ્હારે પણ ભાષાસમિતિથી ઉપયોગપૂર્વક બોલવું જોઇએ.
૫૧. ભગવાન, પૂર્વસાધકાવસ્થામાં પ્રારબ્ધકર્મ (નિકાચિતકર્મ )ના ભોગને રોગ જાણતા હતા અને અન્તરથી ન્યારા રહીને ભોગવતા હતા, એવી મ્હારી દશા થાય એમ વારંવાર મારે ઇચ્છવું જોઇએ.
પર શ્રીપરમાત્મા પૂર્વે સાધકાવસ્થામાં ગૃહસ્થાવાસનું પવિત્ર જીવન ગાળતા હતા, તેવી રીતે ગૃહસ્થાવાસનું પવિત્ર જીવન મ્હારે પણ ગાળવું જોઇએ. ૫૩ પરમાત્મા પૂર્વે સાધકાવસ્થામાં સાબિન્દુનું લક્ષ્ય રાખતા હતા, તેવી રીતે મ્હારે પણ સામ્યલક્ષ્યબિન્દુ રાખવું જોઇએ.
૫૪ પરમાત્મા પૂર્વે સાધકાવસ્થામાં ઉચ્ચ ભાવના વિચારોથી ભૂષિત હતા, તેવી રીતે મ્હારે પણ ઉચ્ચ ભાવના વિચારોથી વિભૂષિત રહેવું જોઇએ.
પપ પરમાત્મા, પૂર્વે સાધકાવસ્થામાં વિચાર અને આચારમાં ઉત્તમ હતા, તેમ મ્હારે પણ આચાર અને વિચારમાં ઉત્તમ થવું જોઇએ.
૫૬ પરમાત્માએ પૂર્વે સાધકાવસ્થામાં ત્રણ ગુપ્તિને ધારી હતી તેવી રીતે મ્હારે પણ ત્રણ ગુપ્ત ધારણ કરવી જોઇએ. ખરેખર ત્રણ ગુપ્તિને ધારણ કરું તોજ પરમાત્માનો સેવક ગણાઉ' એમ વિચારવું જોઇએ.
૫૭ પરમાત્માએ પૂર્વે સાધકાવસ્થામાં અષ્ટાંગયોગની પ્રવૃત્તિ આદરી હતી, તેવી મ્હારે પણ અષ્ટાંગયોગની પ્રવૃત્તિ આદરવી જોઇએ.
For Private And Personal Use Only