________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૫) ૩૦ પરમાત્મા પૂર્વ સંસારાવસ્થામાં જેવા નિસગ રહેતા હતા અને જળમાં કમળવત વર્તતા હતા, તેવી રીતે મહારે પણ જલકમલવત ન્યારા રહેવું જોઈએ.
૩૧ સંસારની ઉપાધિથી પરમાત્મા જેમ પૂર્વસાધાવસ્થામાં દૂર રહ્યા હતા, તેમ મહારે પણ ઉપાધિથી દૂર રહેવું જોઈએ.
૩૨ પરમાત્માએ પ્રથમ સાપકાવસ્થામાં મનને જીત્યું હતું. અને ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, દ્વેષ, નિંદા, વૈર, હિંસા, જૂઠ, ચોરી, મૂચ્છ, મમતા, અજ્ઞાન, મિથ્યાત્વ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગચ્છા, અને કલેશ વગેરે દોષોને જીત્યા હતા, તેવી રીતે મહારે પણ પૂર્વોક્ત દોષોનો નાશ કરવા ઉદ્યમ કરવો જોઈએ.
૩૩ ભગવાન, પ્રથમ સાધકાવસ્થામાં અપ્રમત્ત રહ્યા હતા, તેવી રીતે મહારે પણ સાધકાવસ્થામાં અપ્રમત્તદશા ધારણ કરવી જોઈએ.
૩૪ પરમાત્માએ પ્રથમ સાધકાવસ્થામાં પરભાવનો નાશ કર્યો હતો અને સ્વધર્મ આદર્યો હતો, તેવી રીતે હારે પણ પરભાવને ત્યાગ કરીને સ્વભાવ આદરવો જોઈએ.
૩૫ પરમાત્માએ જેમ સાધકાવસ્થામાં શુદ્ધોપયોગ ધાર્યો હતો, તેમ મહારે પણ શુદ્ધોપયોગ ધારણ કરવો જોઇએ.
૩૬ પરમાત્માએ જેમ ઘાતિકર્મનો નાશ કર્યો હતો તેમ મહારે પણ ઘાતિકર્મનો ક્ષય કરવો જોઇએ.
૩૭ પરમાત્માના ગુણોનું અહર્નિશ સ્મરણ કરી તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. - ૩૮ બાહ્યદશાનો ઉપયોગ ટાળીને પરમાત્મસ્વરૂપને ઉપયોગ મહારે રાખવો જોઈએ.
૩૯ પરમાત્માનેજ શરણ્યમાં શરણ્ય સમજી તેમના સ્વરૂપમાં મહારે લીન થવું જોઈએ.
૪૦ પરમાત્માને અધ્યાત્મ રસમય વખરી વાણીથી મહારે ગાવા જોઈએ અને પરમાત્મહુતિમાં તન્મય થઈ ભક્તિરસને ભોગી મહારે બનવું જોઈએ.
૪૧ પરમાત્માએ પૂર્વસાધકાવસ્થામાં જેવી આત્મશ્રદ્ધા રાખી હતી તેવી મહારે પણ હાલ રાખવી જોઈએ.
૪૨ પરમાત્માએ પૂર્વસાધાવસ્થામાં અનેક ઉપસર્ગ સહન કરી આ -સહજદશા ધારી હતી તેવી હારે પણ ધારણ કરવી જોઈએ.
૪૩ પરમામાએ પૂર્વસાધકાવસ્થામાં જેવું કાયાનું મમત્વ ત્યાગું હતું અને પોતાના આત્માની સરળતા ધારી હતી તેવી દશા હારે પણ ધારવી જોઈએ.
For Private And Personal Use Only