________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪) ૧૬ અષ્ટદ્રવ્ય આદિથી તે તે વસ્તુઓના સંકેત દ્વારા જે જે ગુણ પ્રાપ્ત કરવાના છે તે તે ગુણેને પ્રાપ્ત કરવા, તે તે વસ્તુઓ દ્વારા સાલંબન વ્યવહારપૂજા દ્વારા ભક્તિ કરવી જોઈએ.
૧૭ પરમાત્માની ઉપકારદશા સ્મરી તે પ્રમાણે ઉપકારગુણ પ્રગટાવવા પ્રયત્ન કરવો.
૧૮ પરમાત્મામાં દાનગુણની જેવી શક્તિ છે તેવી દાનશક્તિ પોતાના આત્મામાં પ્રગટાવવા પ્રયત્ન કરવો.
૧૮ પરમાત્માએ ત્રયોદશગુણસ્થાનમાં રહી જગતજીવોનો ઉદ્ધાર કરવા જેવો પ્રયત્ન કર્યો હતો, તેવી રીતે જીવોનો ઉદ્ધાર કરવા હારે પણ ઉપાયો યોજવા જોઈએ.
- ૨૦ પરમાત્માએ પૂર્વ મૈત્રી, પ્રમોદ, માધ્યશ્ય, અને કારૂણ્યભાવના ભાવી હતી તેવી રીતે મહારે પણ પરમાત્મપદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
૨૧ પરમાત્માએ જેમ સંસારાવસ્થામાં–સાધકદશામાં–રાગ અને દ્વેષને પ્રશસ્તરૂપમાં ફેરવી નાંખ્યા હતા, તેવી રીતે મહારે પણ અશુભ રાગ અને દ્વેષને પ્રશસ્ત રાગદ્વેષમાં ફેરવી નાખવા જોઈએ.
૨૨ પરમાત્માએ સાધકાવસ્થામાં જેમ ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાયું હતું તેવી રીતે મહારે પણ ધર્મધ્યાન અને શુકલધ્યાન બાવા ઉદ્યમ કરવો
જોઈએ.
૨૩ પરમાત્માએ સાધક દૃષ્ટિના યોગે સાધ્ય સાધવા જેવી મનની સમતા જાળવી હતી તેવી મનની સામ્યવસ્થા પ્રાપ્ત કરવા હારે પ્રયત્ન કરવો જોઈએ.
૨૪ પરમાત્માએ મોક્ષફળ પ્રાપ્ત કરવા જેવો પ્રયત્ન કર્યો હતો, તેવો મહારે પણ પ્રયત્ન હાલ કરવો જોઈએ.
૨૫ પરમાત્માએ પ્રથમ સાધક અવસ્થામાં જેવી અન્તરદૃષ્ટિ રાખી હતી તેવી હવે મહારે અન્તરદષ્ટિ રાખવી જોઈએ.
૨૬ પરમાત્માએ પ્રથમ સાધકાવસ્થામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યદશા પ્રાપ્ત કરી હતી તેવી મહારે જ્ઞાનગર્ભિત વૈરાગ્યદશા પ્રાપ્ત કરવી જોઈએ.
ર૭ પરમાત્માએ પ્રથમ સાધકાવસ્થામાં ઉદાસીનતા ધારણ કરી હતી તેવી ઉદાસીનતા મહારે પ્રાપ્ત કરવી જોઈએ.
૨૮ પરમાત્માએ પ્રથમ સાધક અવસ્થામાં જેવું ચારિત્ર ગ્રહણ કર્યું હતું તેવું મહારે પ્રાપ્ત કરવું જોઇએ.
૨૯ પરમાત્માએ પ્રથમ સાધકાવસ્થામાં જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ ત્રણ રનની સાધ્યદશા માટે પ્રયત્ન કર્યો હતો, તેવો મહારે પ્રયત્ન કરવો જોઈએ.
For Private And Personal Use Only