________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે સેવક બનવું જોઈએ. પરમાત્મપ્રભુનો સેવક બનેલો આત્મા વારેઘડીએ પરમાત્માના ગુણોનું સ્મરણ કરે છે. સેવકે સૂમોપયોગથી પરમાત્માના નીચે પ્રમાણે ગુણ ગ્રહણ કરવા ઉપાયો યોજવા.
૧ પરમાત્માની શાંતદશાનું સ્મરણ કરી તે પ્રગટાવવા પ્રયત્ન કરવો.
૨ પરમાત્માના કેવલજ્ઞાનગુણનું સ્મરણ કરી તેને પ્રગટાવવા પ્રયત્ન કરવો.
૩ પરમાત્માનો ક્ષાયિક ગુણ સ્મરીને પોતાના આત્મામાં ક્ષાયિક આનંદગુણ પ્રગટાવવા પ્રયત્ન કરવો.
૪ પરમાત્માની વીતરાગદશા નિહાળી તેવી દશા પોતાનામાં પ્રગટાવવી જોઈએ.
૫ પરમાત્માના ક્ષાયિકગુણોને સ્મરીને પોતાના ગુણો પ્રાપ્ત કરવા પ્રયન કરવો જોઈએ.
૬ પરમાત્મા શરીરરહિત છે માટે શરીરરહિત પોતાના સ્વરૂપે થવા પ્રયત્ન કરવો.
૭ પરમાત્મા શુદ્ધ છે માટે તેવી શુદ્ધતાની પ્રાપ્તિ માટે તેમનું મરણ કરવું જોઈએ.
૮ પરમાત્માની સદાકાલ એકસરખી સહજ દશા છે તેવી દશા પ્રાપ્ત કરવી જોઈએ.
૯ મન, વાણી, અને કાયાથી ભિન્ન પરમાત્મા છે તેવી મહારા આમાની દશા પ્રાપ્ત કરવી જોઈએ.
૧૦ પરમાત્મા પોતે આધિ, વ્યાધિ અને ઉપાધિથી રહિત છે માટે તેવી દશા પ્રાપ્ત કરવી જોઈએ.
૧૧ પરમાત્મા કર્મથી રહિત છે માટે મહારે પણ કર્મરહિત થવું જોઈએ.
૧૨ પ્રભુએ સાદિ અનંત સ્થિતિ પ્રાપ્ત કરી છે માટે મારે પણ તે સ્થિતિ ઈચ્છવી જોઈએ.
૧૩ સંસારના સર્વ પદાર્થો પર થતો રાગ છોડીને પરમાત્માના ગુણોનો રાગ ધારણ કરવો જોઈએ.
૧૪ બાહ્ય સર્વ પદાર્થોપરનું લક્ષ્ય ત્યજીને પરમાત્માનેજ લક્ષ્યસાધ્ય બિંદુ તરીકે કલ્પવા જોઈએ.
૧૫ પ્રભુના જેવા ગુણો પ્રાપ્ત કરવા માટે વ્યવહાર અને નિશ્ચયનયવડે પ્રભુની આજ્ઞા માનવી જોઈએ. પ્રભુની આજ્ઞાઓ જે જે સૂત્રોમાં કહી છે તે તે પ્રમાણે વર્તન કરવું તે પ્રભુની ભક્તિ છે. સ્વામીની આજ્ઞા સેવકને માનવી જોઈએ, પરમાત્મરૂપ સ્વામિના ગુણ જે જે અંશે જે જે ઉપાયોથી પ્રાપ્ત થાય તે તે ઉપાયોથી સ્વામીની ભક્તિ કરવી જોઈએ.
For Private And Personal Use Only