________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૨) પોતાના આત્માનું દર્શન કરવાની ઇચ્છાવાળાએ, આત્મજ્ઞાનને ગ્રંથો વાંચવા, શ્રીસદગુરુની ઉપાસના કરવી, અનેકાંતપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, આત્માવિના અન્ય વસ્તુઓ પરથી મમતા ઉતારવી. બાહ્યનાં કાર્યો કરતાં તેમાં રાગ વા દ્વેષ થાય નહિ તેવી સમતા વૃત્તિ ધારણ કરવી. મનને ધર્મથી આત્માને જુદો પાડી તેમાં ઉપયોગ ધારણ કરવો. કોધ, માન, માયા, અને લોભના વિકારોને પ્રતિદિન જીતવા માટે આત્માનો ઉપયોગ જ ખરેખરું ઔષધ છે એમ નિશ્ચય કરવો. અત્યન્ત ઉત્સાહથી અને દૃઢ ટેકથી આત્મજ્ઞાનમાં રમણતા કરવી, ઉપાધિના જે જે સગોમાં મનની ચંચળતા થતી હોય તે તે ઉપાધિના સંયોગોથી દૂર રહેવું, વા તે તે ઉપાધિના સંયોગોથી દૂર ન રહી શકાય તે તે વખતે પણ મનની સ્થિરતા રહે અને આમાનો સહજભાવ સ્થિર રહે એમ ઉપાયો યોજવા. અત્યન્ત શ્રેમથી આત્મામાં લીન થઈ જવું. આમ ઉપાયોને દઢ પ્રતિજ્ઞાથી આદરતાં ભક્તિયોગીને આત્મદર્શન થાય છે. ભક્તિની જુદી જુદી દશાઓમાં ભક્તિયાગી ક્યા ક્યા ભાવને ધારણ કરે છે તે ગ્રન્થકાર અનુભવથી દર્શાવે છે.
ૌશ: खामिसेवकभावन, भक्तिराद्या प्रदर्शिता । पकज्ञानदशायां तु, स्वामिसेवकवर्जिता ॥ ६ ॥ तत्त्वमस्यादिरूपेण, सार्वकालिकप्रत्ययाम् । परां भक्तिं समासाद्य, भक्तियोगी शिवं व्रजेत् ।। ६१ ॥
શબ્દાર્થ: સ્વામિસેવક લાવવંડે પ્રથમ ભક્તિ દર્શાવી છે. પકવજ્ઞાનદશામાં તે સ્વામિસેવકભાવ વર્જિત ભક્તિ હોય છે. તત્ત્વમસ્યાદિ પડે સાર્વકાલિક પ્રત્યયવાળી પરાભક્તિને પામીને ભક્તિયોગી શિવસ્થાનમાં જાય છે.
ભાવાર્થ –આઘભક્તિ સ્વામિસેવકભાવવાળી છે, પરમાત્માને સ્વામી ગણુને આમાં એક સેવક સરખો થઈને પરમાત્માની ભક્તિ કરે છે. પરમાત્માની મૂર્તિ દ્વારા પરમાત્માના સ ગુણનું સેવન કરે છે. આઠ કર્મથી લેપાયલો આમા પિતાના તરફ જુએ છે ત્યારે માલુમ પડે છે કે હું એક સંસારમાં પરિભ્રમણ કરનાર આમા છું, જન્મ જરા અને મરણથી પીડા છું. અહો ! હું ક્યારે દુઃખથી મુક્ત થઈશ ? હું ક્યારે સુખી થઈશ ? આમ આત્મા વિચાર કરે છે અને પછી નિર્ણય કરે છે કે સર્વ દુઃખથી જે મૂકાયેલા હોય તેના શરણે જઈ તહેન સેવા કરવી. સર્વ દુઃખથી મૂકાયેલા સિદ્ધપરમાત્મા છે, માટે તેમને સ્વામી કરવા જોઈએ અને તેમની સેવા કરવા
For Private And Personal Use Only