________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) આર્તધ્યાન અને રોદ્રધ્યાનરહિત એવો મહાતમા મુનિરાજ બાહ્યરમણીય પદાર્થોમાં થએલી મેહનીય વૃત્તિને હઠાવતો હતો અને આત્મામાંજ રમણતા કરતો છતો ભક્તરાજ બની શિવપદ પામે છે.
- ભક્તિયોગી જ્ઞાનયોગી હોય છે, તેમજ ક્રિયાયોગી પણ હોય છે. જ્ઞાનયોગી થયા વિના આત્માજ લક્ષ્યસાધ્યબિન્દુ તરીકે સમજાતો નથી, માટે જ્ઞાનયોગ વિના જે ભક્તિ વા ક્રિયાના અનેક ભેદોમાં ગુંથાયેલો છે, તે ખરેખર જ્ઞાનયોગથી સૂમ રિદ્ધાંતે સમજ્યા વિના પરમાત્મસમુખ યથાર્થપણે થઈ શકતો નથી. જો કે જ્ઞાનયોગના તરતમાંગે અનેક ભેદ પડે છે તો પણ સુક્ષમસિદ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત કરી ભક્તિના માર્ગમાં પ્રવેશ કરવો જોઈએ. દેવગુરૂની સેવનામાંજ રૂઢિ પ્રમાણે ભક્તિનો રામાવેશ થાય છે, પણ નિશ્ચયનયથી જોતાં આત્મામાં પરમાત્મપણે જ સત્તામાં રહેલું છે તેના ઉપયોગમાં રિથરતા રમહતા કરવાથી જ્ઞાનગોષ્ય ભક્તિયોગ પ્રાપ્ત થાય છે. કોઈક અપેક્ષા મુનિવરોને ભક્તિયોગ અને ક્રિયાયંગ એ બે ચારિત્રરૂપ કહેવાય છે. ' ઉપશમ, ક્ષયપશમ, અને ક્ષાયિક ભાવની પ્રાપ્તિ તેજ ધર્મ છે. બાકી શરીરના ધર્મનું રક્ષણ કરવું તે તો અપેક્ષા નિમિત્તપણે સાધ્યદષ્ટિવાળાને ધર્મરૂપ કહેવાય, માટે આમામાં ધર્મ છે. શરીરની સાત ધાતુ છે તે તો જડ છે, તેની અંતે ખાખ થઈ જવાની, માટે જ્ઞાની શરીરના અવયવોમાં ધર્મબુદ્ધ ધારણ કરતે નથી. શરીર પુલ છે, શરીર અને મનના ધર્મોથી શુદ્ધ આત્માને ધર્મ ભિન્ન સમજીને ભક્તિયોગી આમધર્મની સેવનામાં લાગી રહે છે. જ્યાં ત્યાં આમદષ્ટિથી આમાના ધમ દેખી આમધર્મના દ્રઢ સંસ્કાર પડે છે. બાહ્ય માયિક સંસ્કારોને હૃદયમાં સ્થાન આપતા નથી. ભક્તિયોગી રાગ અને પ્રેમ પણ આ ભામાંજ ધારણ કરે છે જેથી અને આત્મામાં રંગ લાગી રહે અને તે પ્રેમથી શુદ્ધરમણતા પ્રાપ્ત થાય. ઉત્તમ ભક્તિયોગી ઉત્તમ ગુણોનું બહુ માન કરતો હતો અને દોષને ટાળતો હતો મુક્તિના સમુખ થઈ અનંત આનંદમય મુક્તિપદ પ્રાપ્ત કરે છે. ઉત્કૃષ્ટ ભક્તિની ધનમાં આવેલો ભક્ત સહજ દશાના થશે પિતાના આત્માને જ પરમા મરૂપ દેખ છે. રાનીને પોતાનો આત્મા વિર્ય પરમામરૂપ દેખાય તેમાં કંઈ આશ્ચર્ય નથી, આત્માની જ્ઞાનાનદ ખુમારીની દશામાં એવી અદ્ભુત શક્તિ જાગે છે કે તે વખતે દુનિયામાં કંઈ પણ સુખ ભાસતું નથી, એક આમાજ આનન્દમય દેખાય છે. પોતાનાં દર્શન પોતે કરીને તૃપ્ત થાય છે, તેથી તેને અન્ય કંઈ દેખવા લાયક રહેતું નથી, કારણ કે અન્ય વસ્તુઓને પણ દેખનાર પોતે છે. જ્યારે પોતે પોતાને દેખે ત્યારે અન્ય વસ્તુઓ તે પોતાના જ્ઞાનથી સહેજે દેખાય તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. પોતાના દર્શનનો અનુભવ નિશ્ચય પોતાને જ થાય છે અને પિતાના આત્માનું અનુભવદશન પિતાને થાય છે.
For Private And Personal Use Only