________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ જીવોની સાથે આત્મદષ્ટિ રાખ્યા વિના સામાયિક, પ્રતિકમણ, પૂજા અને ભક્તિ વગેરે કાર્યોમાં પણ આમાનું ઉચ્ચ જીવન કે જે ભાવશાંતિમય છે તે થતું નથી, અને અન્ય જનોને તેનો લાભ મળી શકતો નથી, માટે આત્મસાધકોએ ગમે તેવા રાગ અને દ્વેષના પ્રતિલિ સંયોગોમાં પણ સર્વ જીવોની સાથે આત્મદષ્ટિ ધારવી. જેવો પોતાનો આત્મા છે તેવોજ સર્વનો લેખો, કેઈને શત્ર તરીકે લેખવા નહિ, કોઈના ઉપર વર રાખવું નહિ, આત્માનું ઉચ્ચ જીવન કરવા સદાકાળ આત્મદષ્ટિ ધારી ભાવશાંતિનો પ્રકાશ કરવો. ભક્તિયોગી આત્માને ઉદેશી પ્રવૃત્તિ કરતો છતો શિવ
પદ પ્રાપ્ત કરે છે,
श्लोकः लक्ष्यीकृत्य निजात्मानं, धर्मकार्ये प्रवर्तनात् । आतध्यानादिरहितो, भक्तियोगी शिवं व्रजेत् ॥ ५८ ॥ म्यात्मा परात्मरूपश्च, दृश्यते भक्तितः स्वयम् । करोति दर्शनं जीवः, स्वस्येति प्रत्ययो ध्रुवम् ॥ ५९॥
શબ્દાર્થ:–-પોતાના આત્માને લક્ષ્યભૂત કરીને ધર્મકાર્યમાં પ્રવર્તવાથી આર્તધ્યાનાદિ રહિત એવો ભક્તિયોગી, શિવપદ પામી શકે. પોતાનો આત્મા તે પરમાત્મારૂપ ભક્તિથી પોતાની મેળે દેખાય છે, જીવ પોતે પોતાનું દર્શન કરે છે એમ પોતાને ભક્તિથી નિશ્ચય થાય છે.
ભાવાર્થ:–ઈટ વસ્તુ તરીકે બાહ્યનાં જે જે લોને માનવામાં આવે છે તે તે લક્ષ્ય વસ્તુતઃ વિચાર કરીએ છીએ ત્યારે ખોટાં લાગે છે, જડ વસ્તુઓમાં કઈ નિત્યત્વ નથી ત્યારે તેનું કેમ લક્ષ્ય કરવું જોઈએ ? બાહાવસ્તુઓમાં જે આનંદ ક૯પવામાં આવે છે તે ક્ષણિક છે, ત્યારે તેમાં આનંદના અભાવે બીલકુલ લક્ષ્ય ન આપવું જોઈએ. જે વસ્તુની ક્ષણિકતા હોય તેમાં ભ્રાંતિથી કોણ મૂર્ણ પ્રેમ ધારણ કરવા લલચાય ? જોકે બાહ્ય વસ્તુઓમાં રાગ થાય છે તેથી એમ ન માની લેવું કે તે સાચી છે. બાહ્ય વસ્તુઓમાં ભ્રાંતિથી પ્રેમ થાય છે, સત્ય પ્રેમ ને આત્માનો લાગે તો બાધવસ્તુઓ પર પ્રેમથી ટળી જાય. માટે જડમાં લક્ષ્યબિન્દુ ન કલ્પવું જોઈએ. ઉપાદાનબુદ્ધિથી ય યત ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરવી હોય તો પણ સાધ્યલક્ષ્યબિંદુ તો આત્મામાંજ ધારવું જોઈએ. કેટલાક મનુષ્યો સ્થલબુદ્ધિથી ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરે છે પણ તેઓ આમાને લક્ષ્ય નહિ માનતાં યશ, પ્રતિષ્ઠા, અને આજીવિકા વૃત્તિને જ મુખ્ય માને છે, તેથી જ અત્ર આત્માનેજ લક્ષ્ય કરી ધર્મકાર્યમાં પ્રવૃત્તિ દર્શાવી છે.
For Private And Personal Use Only