________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
ભક્તિની પેઠે ભવ્ય જીવેએ ભાવશાન્તિરૂપ પરમાત્મપદપ્રાપ્તિમાટે આત્મદૃષ્ટિ જ્યાં ત્યાં ધારણ કરવી એમ ગ્રન્થકાર જણાવે છે.
શો
आत्मवत् सर्वजीवेषु, दृष्टिः स्वोन्नतिकारिका । भावशान्तिप्रकाशार्थ, देया भक्तिपरायणैः ॥ ५७ ॥
શબ્દાર્થ:---ભક્તિપરાયણ વોએ ભાવશાંતિરૂપ પરમાત્મપદ પ્રાપ્તિ પ્રકાશમાટે આત્માની પૈંડે સર્વ જીવોમાં સ્વોન્નતિકારક આત્મદૃષ્ટિ ધારણ કરવી જોઈએ.
ભાવાર્થ:—ભક્તિપરાયણ ભક્તોએ પોતાના આત્માની પૈંડે સર્વ જીવોને દેખવા જોઇએ. જ્યાંસુધી આત્મવત્ સર્વ જીવો ઉપર જોવાતું નથી ત્યાંસુધી ઉચ્ચ જીવનની આશા રાખવી વ્યર્થ છે. આત્માર્થી જીવોએ પોતાનું ભલું ઇચ્છવું તેમ અન્ય જીવોનું પણ ભલું ઇચ્છવું જોઇએ. જેવી પોતાની સારી દશા ઇંગ્ઝાય છે તેવી અન્યોની પણ સારી દશા ઇચ્છવી જોઇએ. પોતાને સુખ મળે એમ ઇચ્છાય છે તેવી રીતે અન્ય જીવોને પણ સુખ મળે તેમ ઉપાયો ઇચ્છવા જોઇએ. અન્ય જીવોપર ા, અદેખાઈ, દ્વેષ, અને ક્રોધ, વગેરે થાય નહિ, અન્ય જીવોને મારવાની શુદ્ધિ થાય નહિ, અન્ય જીવોને ઉપદ્રવ, પીડા, અને કલેશ, થાય એવી મનમાં ઇચ્છા થાય નહિ, અન્યનું ખરાબ કરવાની બુદ્ધિ જરા માત્ર પણ થાય નહિ, પોતાના કરતાં અન્યનું જરા માત્ર હલકાઇપણું ઇચ્છાય નહિ, ત્યારે અન્ય જીવોને પોતાના આત્મસમાન દેખવાનું સત્ય કહેવાય. ધર્મી, સાધુ, સન્ત, મહાત્મા, ઋષિ, અને કેળવાયેલ વગેરે નામ ધરાવવાં સહેલ છે પણ અન્ય જીવોપર અન્યાય, દ્વેષ, અને ક્રોધ, વગે૨ે થાય નદ્ધિ ત્યારેજ ઉપર્યુક્ત નામની સફલતા કહેવાય, અને ત્યારેજ અન્ય જીવોને પોતાના આત્મસમાન દેખવાનો સિદ્ધાંત, અમલમાં મૂક્યો કહી શકાય. પ્રત્યેક જીવો, પોતાના તરફથી શાંતિ પામે એવા વર્તનમાં પોતે મૂકાયા વિના ફોનોગ્રાફની પેડે ફક્ત શાંતિને ઇચ્છનારાઓ પોતે પણ આત્મષ્ટિ રાખતા નથી અને અન્યને પણ રખાવવા પ્રયત્ન કરતા નથી. સર્વ જીવોપર આત્મદૃષ્ટિ રાખ્યા વિના કોઈ પણ આત્મા કદી ભાવશાંતિ પામી શકતો નથી. બળતા અગ્નિમાં જેમ શીતળતા રાખવી તે મુશ્કેલ છે તેમ રાગદ્વેષ સંયોગમય સંસારમાં સર્વ જીવોની સાથે આત્મદૃષ્ટિથી વર્તવું મુશ્કેલ છે. જો કે આવું મુશ્કેલ કાર્ય છે તો પણ આત્મા પુરૂષો સર્વ જીવોની સાથે આત્મદૃષ્ટિ રાખવા પ્રયત્ન કરે છે અને અંતે આત્મદૃષ્ટિના પ્રતાપથી પરમસુખમય ભાવશાંતિ પ્રાપ્ત કરે છે, ચો ૧૨
For Private And Personal Use Only