SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮ ). આવતું નથી, માટે હે જીવ! હજી તું ચેત, ચેત, પરભવમાં કુટુંબ, ધન અને દહ વગેરે કોઈ પણ વસ્તુઓ સાથે આવતી નથી, ગમે તે ગતિમાં એકીલો પુણ્ય અને પાપ ભોગવે છે. હે શુદ્ધ ચેતન ! તું પુદ્ગલથી ન્યારી છે, એક શુદ્ધચેતન તું છે. પુદ્ગલથી પિતાના આત્માને ભિન્ન વિચારી એકવભાવના ભાવવી, એકત્વભાવનાથી અનત જીવ મુક્તિ પામ્યા છે અને પામશે. શુકલધ્યાનના બીજા પાયામાં એકવ ધ્યાનભાવ પ્રગટે છે આવી શુદ્ધતા, શુદ્ધસ્વરૂપ કરનારી છે, તેનાથી અન્તરમાં ઉઘાત થાય છે. મંગલ પદકારિક એકત્વભાવના છે. नवमी समताक्रियाभक्ति. રમતા શિવસુખની વેલી છે અને સમતા સુખનું મૂળ છે. જ્ઞાનનું તથા વ્યવહારચારિત્રનું ફળ રમતા છે. સતાવણ સર્વ ક્રિયા નિફલ જણવી. સમતાથી શિવસુખ મળે છે અને સમતા આનંદનું પૂર છે. પરમમહોદય પ્રાપ્તિમાં સમતા એક મંગલતૃર છે. નિજ અને પરને ઉપકાર કરનારી અને શાશ્વત સુખ કરનારી ખરેખરી સમતા છે. શત્ર અને મિત્ર પર સમતાથી સમાનભાવ વર્તે છે, સમતા તેજ ભાવદયા જગતમાં છે, સમતાથી શુદ્ધ ઉપયોગમાં રમણતા થાય છે. કેવલજ્ઞાન અને કવલકશનની પ્રાપ્તિ પણ સમતાથી ઝટ થાય છે, સવયોગશિરોમણ સમતા છે, જ્યાં સમતા ત્યાં મુક્તિ અવશ્ય જાવી. પદશનમાં પણ સમતાથી અન્ય લિગ જીવો ક્ષણમાં મુક્તિપદ પામે છે. ધર્મક્ષમા, સમતા ગુણ ખરેખર મોટા છે અને તે જે પ્રાપ્ત કરે છે તે સંસારસમુદ્ર તરી જાય છે. સમતાસરોવરના અનુભવજલમાં મુનિવરહસો ઝીલ્યા કરે છે, સમતાથી આમાની અનંત શક્તિયો ખીલે છે, સ્પર્શમણિ કરતાં પણ રમતા અનંતગણ મટી છે, સમતા વિનાના જીવો મરણ પામેલાની પેઠ જીવા છતા પણ નથી જીવતા એમ જાણવું. અહં ! સમતાનું શું વર્ણન કરીએ? ખરેખર સહજસુખની ક્યારી સમતા છે, સમતાધારક સંત જનોની હું બલિહારી જાઉં છું. સમતાના અનુભવયોગે આત્મસુખની ખુમારી પ્રગટે છેજ. સન્ત જનને સમતા મારી લાગે છે, અને દુર્જનને સમતા લીંબડાના રસ જેવી કડવી લાગે છે. આ પ્રમાણે નવધા ભક્તિનું જે જીવો અવલબન કરે છે તે જીવ શિવપદને ત્વરિત પ્રાપ્ત કરે છે. ભક્તો જ્ઞાનથી ભક્તિના રસમાં સદાકાલ લયલીન રહે છે. ભક્તિના રસમાં રસીલા થઈ આમાનંદખુમારી ભોગવવા ભાગ્યશાલી થવું, ભક્તિનું પ્રાધાન્ય સમજી તેનો ભવ્ય જીવોએ આદર કરી પરમાત્મપદ સાધવું, આવી ઉત્તમોત્તમ ભક્તિથી આભાએ શાશ્વત પદ પામે છે; માટે સાધક તેનું અવલન કરે છે. For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy