________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭ ).
કરી અશુભ વિચારોને આવતા રોકવા જોઈએ. સાલંબન ધ્યાનમાંથી નિરાલંબનધ્યાનમાં જઈ અખંડ આનંદરસ ચાખવો જોઈએ. વિક્ષિપ્ત, યાતાયાત, સુરિલછ, અને સુલીનતા એ ચાર પ્રકારનું મન છે. અનુક્રમે ઉત્તરોત્તર મનનો ભેદ પ્રાપ્ત કરીને સઘળા ખેદ ટાળવી. આ ચાર પ્રકારના મનનું સ્વરૂપ શ્રી અધ્યા મસારમાં છે. અન્તરના ઉપયોગમાં રહેવું અને પરપરિણતિનો નાશ કરો એજ ધ્યાનની સર્વોત્તમદશા છે. પરમમહોદય શિવસુખસ્વામિનું ધ્યાન ધરતાં પોતાની અનંતશક્તિયો પ્રગટે છે.
सातमी लघुताक्रियाभक्ति. લધુતા પ્રભુતાને આપે છે અને અતાનો નાશ કરે છે. લઘુતાથી રાગદ્રપ ટળે છે અને મુકિતપુરીમાં વાસ થાય છે. લઘુતામાં સુખકારી પ્રભુતા રહેલી છે અને તે આમિક લઘુતા કરનારી છે. ચેતનની શક્તિ કેળવવામાં લઘુતા એ મારું ઘધ છે. પુદ્ગલવસ્તુ ભારે છે, અને ચેતન તે હલકો છે તેથી કમને ભાર ટળતાં થકાં સાત રાજલોક ઉર્ધ્વ થતાં સિદ્ધ શિલાપર જાય છે. જલમાં કાદવથી ન્યારી થએલી તુંબડી જલ ઉપર હલકી થતાં આવે છે તેમ આમ પણ કર્મના નાશથી હલકો થતાં મુક્તિપુરીમાં પધારે છે. દીનભાવથી પુગલની જે મમતા તરૂપ જે લઘુતા છે તે તો સંસારમાં દુઃખની કરનારી છે માટે તેવા પ્રકારની લઘુતાને તો ત્યાગ કરવો જોઇએ. કારણ કે મમતારૂપ લઘુતાથી આમાની જ્ઞાનાદિક ઋદ્ધિને નાશ થાય છે.
આત્માની અનેક લબ્ધિયો (શક્તિ) પ્રગટે તે પણ મનમાં ગર્વ થાય નહીં, અને પૂર્ણાટક કુંભની પડ જરા માત્ર પણ અભિમાનથી છલકાય નહીં, તેવા પ્રકારની આમાની લઘુતા આકરવા યોગ્ય છે. હે ચેતન ! જે તું દેખે છે તે તું નથી અને જે અરૂપી છે અને જેને તું દેખી શકતો નથી, તે તું આત્મા છે. આત્માના સ્વભાવમાં તું ખેલ કે જેથી અન્તરની સુજ પડતાં પિતે પિતાને હલકો દેખી શકે. અનુભવયોગની તાળી લાગતાં પ્રભુતા હદયમાં પ્રવેશ કરે છે અને કર્મવગણ જે જે અંશે ખરવા માંડે છે તે તે અંશે આ માની લઘુતા ( હલકાપણું) પ્રગટે છે. ક્ષાવિકભાવે સ્નાતકચારિત્રમાં લઘુતા પરિપૂર્ણ પ્રકાશે છે, નિર્મલતા એજ લઘુતા ચેતનમાં રહી છે અને તે આત્માના સહયોગે પ્રકાશે છે. લઘુતાથી ઉચ્ચ જીવન થાય છે. માનાદિક દોષનો નાશ થાય છે, અને અનુભવજ્ઞાનરૂપ સૂર્ય ઝળહળ કરતે હૃદયમાં પ્રગટ છે.
आठमी एकताक्रियाभक्ति. આ જીવ એકાકીલા અનંતવાર સંસારમાં ભટક્યો. સંસારમાં કોઈ સાથે
For Private And Personal Use Only