________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોટા મોટા યોગી પણ આત્મભજન શ્રવણ કરતાં તેમાં એકતાન થઈ જાય છે. વચનભક્તિ અનેક ભવનાં પાપોનો નાશ કરીને શિવમંદિરમાં પ્રવેશ કરવા સહાયભૂત થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ ગાવાનો વધાવારૂપ લ્હાવે લેવાની અત્યન્તાવશ્યકતા છે. જેઓ સમજે છે તેમને સદાકાલ નમસ્કાર હો. પરાપશ્યતીરૂપ નાદયોગભક્તિથી યોગી અનહદતુર વજાવે છે, અને જ્યાં નિર્વિકટપદશાનો અનુભવ અમૃતરસ સ્વાદી શકાય છે. દેહતંબુરાને વચનના સ્વરથી વગાડનાર ભક્ત ખરેખર પરમાત્માની ભક્તિમાં એવો તો લયલીન થઈ જાય છે કે તે ઉલટી આંખોથી (જગતના કરતાં જુદી ચડ્યુથી) પરમાત્માને દેખી શકે છે. વચનભક્તિથી અને અયોગી થઈ પરમપ્રભુતા પામે છે,
___ पञ्चम वन्दनक्रियाभक्ति. શુદ્ધચેતન્યસ્વભાવને હે ભવ્યો ! તમે વારંવાર વંદો, જ્ઞાનાદિકને આ ધાર અસંખ્યપ્રદેશી આતમાં હોવાથી તે પૂજ્ય જ છે. સર્વ ચેતનદ્રવ્યો જ્ઞાનાદિ ગુણવિશિષ્ટ હોવાથી આત્મભાવે નયની અપેક્ષાએ વાંદવા યોગ્ય છે. પુલિદ્રવ્યથી ભિન્ન ચેતનદ્રવ્ય જાણીને તે પોતે હું છું એમ નિર્ધાર કરો જોઈએ. આનન્દઘનરૂપ આત્માના પ્રેમમાં સ્થિરોપયોગે રહેતાં લીન દશા પ્રાપ્ત થાય છે.
અહંન્તાદિક પંચપરમેષ્ઠિની વન્દના કરવી તે શુભ વ્યવહાર છે. આત્મા તે નિશ્ચયથી પચપરમેષ્ઠિરૂપ છે, આત્મદ્રવ્યનું જ્ઞાન તે રવિસમાન છે અને દર્શન તે ચંદ્ર સમાન છે. ચિંતનના ત્રણ પ્રકાર છે, તેમાં બાહ્યભાવને દૂર કરી અન્તરાત્મતા પ્રાપ્ત કરી પરમાત્મપદ પ્રાપ્ત કરવું એજ કર્તવ્ય છે. સ્વપરપ્રકાશી આત્માને વંદન કરતાં પરમકલ્યાણ થાય છે. સંગ્રહનયથી સર્વ જીવોને વંદન અને વ્યવહારનયથી શુક્રવ્યવહારવંતને વંદન જાણવું. સાત નચોથી વંદન સમજી તેનો આદર કરવો, દ્રવ્ય અને ભાવથી વંદન કરવું તેજ હિતકર છે. અન્તર્યામીને વંદન કરતાં મગલમાલા પ્રાપ્ત થાય છે. વન્દનભક્તિમાં વિશેષતઃ લક્ષ્ય આપવું જોઈએ.
છઠ્ઠી સ્થાનનિયમિત્તા. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરીને ધર્મધ્યાન અને શુકલધ્યાનને આદરવું જોઈએ. જો કે સંપ્રતિકાલમાં શુકલધ્યાન નથી તે પણ તેનો અંશ છે. ધર્મધ્યાનના ચાર પાયાનું અવલંબન કરવું, પોતાના આત્માને કહેવું કે હે ચેતન ! તું પોતાના શુદ્ધસ્વરૂપનું ધ્યાન ધર અને પરપરિણતિ કે જે રાગદ્વેષમય છે તેનો ત્યાગ કર. પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર દયાનનો અત્યન્ત આદરજ કર. સાલંબન ધ્યાનવડે ચિત્તની સ્થિરતા
For Private And Personal Use Only