________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૧ )
કરે છે, અને કરશે. ભક્તિયોગી હોય છે તે અવશ્ય ક્રિયાયોગી હોય છે અને જે ખરેખર શુક્રિયાયોગી હોય છે તે જ્ઞાનયોગી હોય છે અને જે જ્ઞાનયોગી હોય છે. તે સમતાયોગી બની શકે છે. સર્વયોગમાં આદ્યભક્તિયોગની અત્યન્ત આવશ્યકતા છે માટે આદ્યમાં ભક્તિનું ગ્રહણ કર્યું છે. ભક્તિચોગીને પણ ધાર્મિકક્રિયાની આવશ્યકતા છે માટે પશ્ચાત્ હૈનું ગ્રહણ કર્યું છે. ક્રિયાયોગીને પણ જ્ઞાનયોગની અત્યંત આવશ્યકતા છે. કારણ કે જ્ઞાનવિ નાની ક્રિયાઓથી આત્માની પરમાત્મદશા પ્રગટતી નથી. જ્ઞાનયોગિને પણ સમતાયોગની અત્યંત આવશ્યકતા છે. કારણ કે સમતા આવ્યા વિના જ્ઞાનની સફલતા થતી નથી. મતિ, શ્રુત, અને અવધિજ્ઞાનવાળાને પણ સમતાયોગની અત્યંત આવશ્યકતા છે. ચાર જ્ઞાનિને પણ સમતાયોગની અત્યંત આવશ્યકતા છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, ચારિત્રમોહનીય કર્મનો ક્ષય થવાથી સમતાયોગ પ્રાપ્ત થાય છે. ચારિત્રમોહનીયનો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ થવાથી અનુક્રમે ઉપશમ, ક્ષયોપશમ, અને ક્ષાવિકભાવે સમતાની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનયોગ કરતાં સમતાયોગ વિશેષ ઉપચોગી છે એમ જો ખરેખર જણાવવામાં આવે તો સમતાયોગ આદરવા માટે અત્યંત પ્રયત્ન કરવો જોઇએ. આ યોગ જે જે જણાવવામાં આવ્યા છે તે તે યોગ્યતાએ આદરવા લાયક છે. કોઈને કોઈ યોગની મુખ્યતા હોય છે અને કોઈ યોગની ગૌણતા હોય છે; મુખ્યતા એ જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ ત્રણ યોગ કહેવાય છે. ત્રણ યોગની સંપૂર્ણ પ્રાપ્તિ થતાં મુક્તિ થાય છે. જ્ઞાન વર્ઝન ચારિત્રાળ મોક્ષમાર્ચ: આ ત્રણ ચોગ મોક્ષમાર્ગ કહેવાય છે. વ્યવહાર અને નિશ્ચયથી ત્રણ ચોગને આદરવાથી મુક્તિ થાય છે, જ્ઞાન, દર્શન, અને ચારિત્રમાં સર્વ યોગનો સમાવેશ થાય છે, જાન્યમાં જછન્ય અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ યોગ પૈકી ગમે તે યોગનો કોઇએ આદર કરેલો હોય તેનું કોઇએ ખંડન કરવું નહિ; કારણ કે દરેક જીવો જઘન્યમાં જઘન્ય યોગને આદરીને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ યોગને પામ્યા છે. ઉત્કૃષ્ટ યોગ પામેલાએ જઘન્યયોગવાળાને નિંદવા નહિ, તેમજ જઘન્યયોગવાળાએ ઉત્કૃષ્ટ યોગવાળાની નિંદા વા ખંડન કરવું નહિ. જેની જેટલી યોગ્યતા હોય તે પ્રમાણે ત્રણ યોગના, જઘન્યમાંથી જઘન્યભેદ અને ઉત્કૃષ્ટમાંથી ઉત્કૃષ્ટ ભેદને ધારણ ફરે છે.
આ
અસંખ્ય યોગે મુક્તિ છે તેમાં ત્રણ ચોગ મુખ્ય છે.
ૉ.
असङ्ख्ययोगयुक्त्या, मुक्तिः स्यान्नात्र संशयः । સત્રાર્ગવ જ્ઞાનસમ્યક્ત્વ, પાત્રાણિ વિશેષતઃ || ૬૨ /
For Private And Personal Use Only