________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશાના અધિકાર પ્રમાણે યોગની સાધના સાધવી જોઈએ અને સાધુએ સાધુત્વને અધિકાર પ્રમાણે યોગની સાધના સાધવી જોઈએ. પંચમહાવ્રત અંગીકાર કરનારા મુનિરાજો, યોગના ભેદોનું ઉદ્દેશપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરીને ધાર્મિક ક્રિયાઓને આરાધે છે, તો તેઓ પ્રત્યેક ક્રિયાઓની સાથે મનની એકાગ્રતા કરવા શક્તિમાન થાય છે. ગાડરીયા પ્રવાહની પેઠે ધાર્મિક ક્રિયાઓ કરવાથી જોકે થોડાઘણા અંશે ફલ પ્રાપ્ત થયા વિના રહેતું નથી, પણ તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યાવિના પ્રતિદિન ઉચ્ચ દશામાં ગમન કરી શકાતું નથી અને આ માના સદ્ગુણોને કેવી રીતે પ્રાપ્ત કરવા, તેની કુંચીને અવલોકી શકાતી નથી. જે જ્ઞાનપ્રદેશમાં વિશેષતઃ ગમન કરીને જૈન કોમ યોગતત્વનો વિચાર કરે તો, પોતાની ઉન્નતિ પોતાના હાથમાં છે. યોગના સર્વ ભેદોનું અને અંગોનું, વિશેષ પ્રકારે જ્ઞાન થવાથી યોગની અમુક ક્રિયાઓજ અમારી છે અને અમુક ધાર્મિક ક્રિયાઓ તો અમારી નથી, એવો કદાવહ રહેતો નથી; જેમ જેમ યોગના જ્ઞાનમાં ઊંડા ઉતરાય છે, તેમ તેમ પ્રત્યેક ધાર્મિક ક્રિયાઓ, ક્યા ક્યા ઉદ્દેશથી રચાઈ અને ક્યા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અધિકાર યોગ્ય છે, તેનું મૂળ રહસ્ય હૃદયમાં પ્રતિભાસે છે અને તેથી યોગશાની, ભિન્ન ભિન્ન ધાર્મિક ક્રિયાઓના રહસ્યને સાપેક્ષપણે અવબોધીને, અનેકાંતવાદના ગૂઢ રહસ્યને જ્ઞાતા થઈ જૈનધર્મ પ્રવર્તાવવાને માટે અધિકારી બને છે. તે દેશ, કાલ, અને અધિકારભેદથી બાલ, મધ્યમ અને ઉત્તમ અધિકારીઓને તેઓના યોગ્ય ધર્મયોગને સમપે છે અને તેઓને ગુણસ્થાનકની ઉચ્ચ ભૂમિકામાં લાવવા સમર્થ બને છે. બાળ જીવોને તેના અધિકાર પ્રમાણે યોગનો આદર કરાવે છે અને આગળ ચઢવાને ઉત્સાહ વધારે છે, તથા ઉત્તમ જીવોને તેના યોગ્ય ધાર્મિક યોગનો આદર કરાવે છે અને તેનાથી નીચી પાયરીના યોગધર્મ સાધકોને, તેના યોગ્ય ધર્મક્રિયા અને જ્ઞાનમાં પ્રવર્તાવી તેઓને આગળ ચઢવા ઉત્સાહ વધારે છે. યોગ વા જૈન ધર્મના પગથીયાં–મુક્તિમાં ચઢવાને માટે માનો કે અસંખ્ય છે, તે ઉપરના પગથીયાપર ચઢેલાઓએ પોતાનાથી નીચા પગથીયાપર રહેલાઓને હાથ ઝાલીને ઉપર ચઢાવવાનું કામ કરવું જોઈએ, પણ નીચેના પગથીયાપર રહેલાઓનો તિરસ્કાર કરવો ન જોઈએ; કારણ કે ઉચા પગથીયાપર ચઢનાર પણ કોઈ વખત નીચેના પગથીયાપર હતો, તેને અન્ય યોગિ મહાત્માઓએ સહાય આપી ત્યારે જ તે આગળના પગથીયા ઉપર ચઢી શક્યો; તે પ્રમાણે યોગના ઉચા પગથીયાપર ચઢેલાઓએ યોગના નીચેના પગથીયા પર રહેલાઓને, દયાથી સહાય આપવી, તેમજ પોતાના કરતાં ઊંચા પગથીયાપર જેઓ હોય તેના કરતાં પોતે નીચો છે એમ જાણી, ઉપરના પગથીયાપર રહેલા ઉપર પૂજ્ય બુદ્ધિ અને ભક્તિ ધારણ કરી, તેઓની સહાય લેઈ આગળ
For Private And Personal Use Only